SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૩૫૭ T ક્ષેમરાજ : આ પછી વીર સં. ૨૨૭માં શોભનરાયની આઠમી પેઢીએ ક્ષેમરાજ કલિંગનો રાજા બન્યો. આ ક્ષેમરાજ પટણાની સત્તાને ફગાવી સ્વતંત્ર થયો હતો. એટલે મગધ સમ્રાટ અશોકે કલિંગ ઉપર પુનઃ ચઢાઈ કરી. કલિંગની સેનાએ પણ ખૂબ જોરથી તેનો સામનો કર્યો અને તેને પરાજયની સ્થિતિમાં લાવી મૂક્યો. પછી તો અશોકે પણ ઝનૂનમાં આવી મગધની આખી સેના કલિંગમાં ઉતારી, ખૂબ જુલ્મ ગુજારી, કલિંગરાજને હરાવ્યો. સમ્રાટ અશોકના હાથે આ યુદ્ધમાં મહાભયંકર માનવસંહાર થયો હતો. તેમાં કલિંગવાસીઓના વીરતાભર્યા બલિદાનો અને કણ દશ્યો જોઈને આખરે અશોકનું હૃદય દ્રવી ઊહ્યું. આથી તેણે શૂરવીર કલિંગવાસીઓને સ્વતંત્રતા બક્ષી અને ત્યારથી પોતે રાજ્યલોલુપતાથી થતાં આવા યુદ્ધો પણ બંધ કર્યા. - વઢરાજ : વીર સં. ૨૭૫માં ક્ષેમરાજનો પુત્ર વઢરાજ કલિંગની ગાદીએ આવ્યો. આ સમયે કલિંગમાં શાંતિ હતી. કલિંગનાં તીર્થરૂપ કુમારગિરિ અને કુમારીગિરિ ઉપર જૈન શ્રમણો-નિર્ગળ્યો અને શ્રમણીઓને ચોમાસુ રહેવા માટે બીજી ૧૧ ગુફાઓ તૈયાર કરાવી અને ત્યાંના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી તે તીર્થોને પુનઃ સતેજ કર્યા. ભિખુરાય ઉર્ફે મહામેઘવાહન રાજા ખારવેલ : વીર સં. ૩OOમાં વડઢરાજનો પુત્ર “ ભિખુરાય કલિંગનો રાજા બન્યો. તે પણ પોતાના પૂર્વજોની જેમ પરમ જૈનધર્મી અને મહાપ્રતાપી હતો. એનાં ત્રણ નામો પ્રસિદ્ધ છે : (૧) ભિખુરાય–જૈન નિર્ગસ્થ ભિક્ષુઓ-શ્રમણોનો પરમ ભક્ત હોવાથી તે ભિફખુરાય કહેવાતો હતો. (૨) મહામેઘવાહન–એને એના પૂર્વજોથી ચાલ્યા આવતા મહામેઘ જેવા હાથીનું વાહન હોવાથી તે મહામેઘવાહન કહેવાતો. તેણે કુમારગિરિની એક ગુફામાં હાથી કોતરાવ્યો હતો, તે ગુફા આજે હાથીગુફા તરીકે પ્રસિદ્ધ છે. (૩) ખારવેલાધિપતિ–એની રાજધાની સમુદ્ર કિનારે હોવાથી તેમ જ એની રાજ્યની મર્યાદા-સીમા સમુદ્ર સુધી હોવાથી તે ખારવેલાધિપતિ કહેવાતો હતો. આ પરાક્રમી રાજા ભિખુરાયે મગધના રાજા પુષ્યમિત્રને હરાવી જૈનધર્મ ઉપર થઈ રહેલા નિર્દયી આતંકને નાબૂદ કર્યો હતો; અને જૈનધર્મની પ્રભાવનાને પુનઃ ગુંજતી કરી હતી. પુષ્યમિત્ર પૂર્વે મગધનો સેનાપતિ હતો. તે કટ્ટર જૈનધર્મઢષી, ઝનુની તેમ જ રાજદ્રોહી હતો. મગધના રાજા બૃહદરથ મૌર્યને મારી નાખી તે પટણા (પાટલીપુત્ર)ની ગાદીએ ચડી બેઠો હતો. તેણે ગાદી પર આવતા જ નિષ્કરપણે જૈન શ્રમણો અને બૌદ્ધ સાધુઓ વગેરેનો શિરચ્છેદ કરાવી તથા જૈનમંદિરોને નષ્ટ-ભ્રષ્ટ કરી કાળો કેર વર્તાવ્યો હતો. આથી જૈન શ્રમણોને એકદમ કલિંગ તરફ વિહાર કરવો પડ્યો હતો, તેઓનું પઠન-પાઠન અટકી ગયું હતું અને જિનાલયોની સલામતી જોખમાઈ ગઈ હતી. આ વિષમ પરિસ્થિતિને નિર્મૂળ કરવા ભિક્ષુરાયે પ્રથમ પુષ્યમિત્રને હરાવી પંજાબમાં નસાડી મૂક્યો હતો. પછી, મગધના રાજાઓ અવારનવાર કલિંગને લૂંટીને જે સમ્પતિ લઈ ગયા હતા, તે પાછી વાળી હતી, તેમ જ નંદવંશનો રાજા મહાનંદ જે શ્રી ઋષભદેવ પ્રભુની સુવર્ણમૂર્તિ પાટલીપુત્ર લઈ ગયો હતો, તે પાછી કુમારગિરિ લાવી, ત્યાં શ્રેણિક મહારાજાએ બંધાવેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી, તેમાં તેના અસલ સ્થાને ભારે મહોત્સવપૂર્વક પુન: પ્રતિષ્ઠિત કરી હતી. વળી, એ જ કુમારગિરિ ઉપર નવી ગુફાઓ કોતરાવી, તેમાં મોટી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ઉપરાંત, ભિખુરાયે જિનાગમોની રક્ષા અને વ્યવસ્થા માટે શ્રમણ સંઘને આમંત્રી આ. સુસ્થિતસૂરિ ) જૈ. ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy