SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૧૮૫ ક ( શેઠ જગડૂશા ) અહિંસાનું પાલન અને કરોડોની સંપત્તિનું દાન એ જગડૂશાની વિશેષતા હતી. એક વખત સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે કોયલા પહાડીની નજીક એમનું જહાજ થંભી ગયું. એમ કહેવાતું કે મધ્યાહ્ન સમયે દેવીની દૃષ્ટિ જે વાહન પર પડે તે ભસ્મીભૂત થઈ જાય. આ લોકમાન્યતા સાંભળીને જગડૂશા દેવીના મંદિરમાં આવ્યા. આસનસ્થ થઈને ત્રણ ઉપવાસ કર્યા. દેવી પ્રસન્ન થતાં આ સંહાર બંધ કરવાની જગડુશાએ પ્રાર્થના કરી. કથા એમ કહે છે કે દેવીએ કહ્યું કે મંદિરના ૧૦૮ પગથિયાં પર એક એક પાડાને બલિરૂપે રાખવામાં આવે. જગડુશાએ ૧૦૬ પાડા મંગાવ્યા. બીજે પગથિયે પોતાના દત્તક પુત્રને અને પહેલે પગથિયે પોતે ઊભા રહ્યા. પશુઓના સંહારને બદલે પહેલાં પોતાના બલિ ચડાવવા માટે પોતાની ડોક પર તલવાર ચલાવવા ગયા, ત્યાં જ કોઈ અદશ્ય શક્તિએ એમનો હાથ પકડી લીધો. જગડૂડાની જીવદયા અને સાહસની ભાવના જોઈને દેવી પ્રસન્ન થયાં. દેવીએ કહ્યું કે મારા દક્ષિણ દિશા તરફના મંદિરને ઉત્તર દિશા તરફનું બનાવી દે, જેથી કોઈ સંહાર ન થાય. આજે સૈકાઓ પછી પણ કોયલા પહાડીની યાત્રામાં દેવીનાં દર્શન કર્યા બાદ જગડૂશા અને એમના પુત્રની આરતી ઉતારવામાં આવે છે. કરછના કંથકોટથી જગડૂશાના પિતા સોળશાહ ભદ્રેશ્વર આવીને વસ્યા. જગડૂશાની માતા લક્ષ્મીબાઈ દયાની સાક્ષાત મૂર્તિ હતાં. જગડૂશાના પિતાનો વેપાર દેશ-પરદેશમાં ચાલતો હોવાથી એમને માં આવતા સંખ્યાબંધ આડતિયાઓ પાસેથી દરિયાઈ સફરની રોમાંચક ગાથાઓ સાંભળી હતી. એ સમયે બાળક જગ એમ કહેતો કે હું મોટો થઈશ ત્યારે સો વહાણો લઈને નીકળીશ અને તમારા દેશમાં મારો વેપાર જમાવીશ. પિતાનું અવસાન થતાં જગડૂશાએ વેપાર સંભાળ્યો. એ સમયે ભદ્રેશ્વર ગુજરાતના તાબામાં હતું અને મહારાજ ભીમદેવની સત્તા નબળી પડતી હતી. આ તકનો લાભ લઈને થરપારકરનો અભિમાની રાજા પીદેવ ભદ્રેશ્વર પર ધસી આવ્યો અને એના કિલ્લાને તોડી નાખ્યો. પરિણામે ભદ્રેશ્વર માથે પ્રત્યેક ક્ષણે ભય તોળાતો હતો, ત્યારે જગડૂશાએ કિલ્લો બાંધવાનો વિચાર કર્યો. અભિમાની પીઠદેવે ધમકી આપી પરંતુ એનાથી સહેજે ચળ્યા વિના છ માસમાં કિલ્લો તૈયાર કરી દીધો. જગડૂશાએ શત્રુંજય અને ગિરનારના ભવ્ય સંઘો કાઢીને યાત્રા કરી. અનેક મંદિરો બંધાવ્યાં. દેશાવરથી આવતા મુસલમાન વેપારીઓને નમાજ પઢવા માટે ખીમલી મસ્જિદ પણ ચણાવી આપી. વિ. સં. ૧૩૧૧માં જગડૂશા એક વખત પરમદેવસૂરિ આચાર્યનું વ્યાખ્યાન સાંભળવા ગયા ત્યારે દાન વિષે વ્યાખ્યાન આપ્યા પછી ગુરુદેવે જગડૂશાને એકાંતમાં બોલાવીને કહ્યું, “તમારી લક્ષ્મીના સત્રયનો ખરો પ્રસંગ આવી રહ્યો છે. હવે ત્રણ વર્ષ ઉપરાઉપરી દુષ્કાળ આવશે. તેથી બને એટલું ધાન્ય ભરી રાખજો. એ ધાન્યથી દુષ્કાળમાં સહુને જિવાડજો. મનુષ્યસેવાનો આવો મહાન મોકો ફરી મળવો મુશ્કેલ છે.' આ સમયે જગડૂશાની દુકાનો ઉત્તરમાં ગિજની-કંદહાર સુધી, પૂર્વમાં બંગાળ સુધી, દક્ષિણમાં રામેશ્વર સુધી અને દરિયાપારના દેશોમાં પણ હતી. બધે અનાજની ખરીદી શરૂ થઈ. ધાન્યના કોઠારો પર જગડૂશાએ એક તામ્રપત્ર લખાવ્યું તેમાં ફક્ત આટલા જ શબ્દો લખ્યા--- આ કણ ગરીબો માટે છે.” જગડૂશા વિ. સં. ૧૩૧૩, ૧૩૧૪ અને ૧૩૧૫ના વર્ષમાં ઉપરાઉપરી ત્રણ દુષ્કાળ આવ્યા. આ દુષ્કાળમાં જગડૂશાહે ગુજરાત, સિંધ, મેવાડ, માળવા, કાશી, દિલ્હી અને છેક કંદહારના રાજાને અનાજ આપ્યું. એકસો પંદર જેટલી દાનશાળા ખોલી જેમાં પ્રતિદિન પાંચ લાખ માણસોને ભોજન આપવામાં આવતું. આ દુષ્કાળમાં ચાર કરોડ, નવાણું લાખ અને પચાસ હજાર મણ અનાજ ગરીબોને વિનામૂલ્ય વહેંચ્યું અને નગદ સાડા ચાર કરોડ રૂપિયા ખર્ચા. રાજા-મહારાજાઓએ એમને જગતના પાલનહારનું બિરુદ આપ્યું. આજે પણ મહાન દાનેશ્વરીને જગડૂશની ઉપમા અપાય છે, તે આ માટે જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy