SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ] ભીમ કુંડલિયો ભગવાન તો ભક્તની ભાવનાના ભૂખ્યા છે. હૃદયમાં ધર્મના સાચા સ્નેહ વિના કરોડોનું દાન કરનાર કરતાં સાચી ભાવનાથી એક કોડીનું દાન કરનાર મહાન છે. જૈન દર્શને પ્રત્યેક ધર્મ-આચરણમાં દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ દર્શાવ્યા છે. ભાવનાશૂન્ય હૃદયથી કરવામાં આવતી ક્રિયા તે દ્રવ્ય. ભાવનાપૂર્ણ હૃદયથી કરવામાં આવતી ક્રિયા તે ભાવ. ભીમ કુંડલિયોનું જીવન હ્રદયની સાચી ધર્મભાવનાનું મહિમાગાન કરે છે. { જૈન પ્રતિભાદર્શન વિ. સં. ૧૨૧૩માં શ્રી શત્રુંજય તીર્થના મૂળ જિનાલયનો મહામાત્ય વાહડે જીર્ણોદ્ધાર કરાવ્યો. પ્રતિષ્ઠાનો બરાબર રંગ જામ્યો હતો. આ પ્રતિષ્ઠામાં ટીમાણાનો અતિ ગરીબ ચીંથરેહાલ જૈન ભીમ પણ આવ્યો હતો. તે કુંડલાના ઘીનો વેપારી હતો. તેણે પોતાના ગામથી છ દ્રમ્મનું ઘી લાવીને સંઘમાં ફેરી કરી. આને પરિણામે એને એક રૂપિયો અને સાત દ્રમ્મની કમાણી થઈ. આમાંથી એક રૂપિયામાં ફૂલ ખરીદીને એણે પ્રભુપૂજા કરી. આવો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરાવનાર મહામાત્ય વાહડનાં દર્શન કરવાની ભાવનાથી ભીમ મંત્રીરાજના તંબુ પાસે આવ્યો. નિર્ધનતાથી ઘેરાયેલા ભીમને મંત્રીને મળતાં સંકોચ થતો હતો. મંત્રી માનવપારખુ હા. એમણે આ ગરીબ ભીમને પોતાની પાસે અર્ધ-આસન પર બેસાડ્યો. એના જીવનનો ઇતિહાસ જાણી લીધો. મંત્રી વાડ઼ે ભાવથી કહ્યું. ‘‘ભીમ, તું મારો સાધર્મિક ભાઈ છે. મારે યોગ્ય કંઈ કામ હોય તો જરૂર કહેજે.'' આ સમયે તીર્થોદ્ગારના વહીવટદારો નીર્થોદ્વારની રકમ પૂરી કરવા ટીપ કરતા હતા. તેઓ ભીમ પાસે આવ્યા. એની પાસે સાત કમ્મ હતા. એ સઘળી મૂડી એણે ટીપમાં આપી દીધી. કેવો વિરલ ત્યાગ ! કેવી અનુપમ ભાવના! કેવી ભવ્ય ધર્મપીત : મહામાત્ય વાહકે આ ગરીબ માનવીનો વિરાટ ત્યાગ જોઈને પ્રસન્ન થઈ ગયો. રીપની યાદીમાં એમણે સીમ કુંડલિયોનું નામ પહેલું લખાવ્યું. સાથે શ્રેષ્ઠીઓને કહ્યું પણ ખરું. જુઓ, આનું નામ ત્યાગ! છ દ્રમના ધીમાંથી એક રૂપિયો અને સાત મ્મની કમાણી કરી. રૂપિયાનાં પુષ્પોથી પ્રભુપૂજા કરી. બાકીના સાત દ્રમ્પ ીપમાં લખાવ્યા. અને આજની પ્રભુભક્તિમાં રસ છે. કાલની કશી ફિકર નથી. ધર્મકાર્ય પ્રત્યે એનો ધર્મસ્નેહ તો જુઓ !'' વાડ મંત્રીએ ભીમ કુંડલિયોને ત્રણ રેશમી વસ્ત્રો અને પાંચસો દ્રમ્મની ભેટ આપી. ભીમે હસીને કહ્યું, મંત્રીશ્વર! આ નાશવંત સંપત્તિના લોભમાં હું મારું પુણ્ય વેચી ન શકું. તમે પૂર્વભવમાં આવું પુણ્ય કર્યું તેથી આજે આવી સ્થિતિમાં છો. તો પછી મારું સંચિત પુણ્ય શી રીતે આપી શકું? આ તો છેતરામણી કર્યા જેવું કહેવાય.'' મંત્રી વાહડ આવાં વચનો સાંભળી ખૂબ પ્રસન્ન થયા. એણે પાનનું બીડું આપીને ભીમનું સન્માન કર્યું. ભીમ કુંડલિયો ઘેર આવ્યો તો રોજ એનો હિસાબ લેનારી કર્કશા નારીએ કશું ન પૂછ્યું. બન્યું હતું એવું કે એના ઘરની ગમાણમાં ગાય બાંધવાનો ખીલો કાઢીને બરાબર નાખવા જતાં એને ચાર હજાર સોનામહોર મળી હતી. પોતાની આ વાત અતિ હર્ષભેર ભીમ કુંડલિયોને કહી. ભીમ કુંડલિયોએ કહ્યું, ‘‘આ તો મારી પ્રભુપૂજાનું ફળ છે. આ રકમ તો આપણે તીર્થમાં વાપરવી જોઈએ.'' બીજે દિવસે સંધમાં આવીને મંત્રી વાહને આ મ આપી તો મંત્રીએ આ રકમ લેવાનો સાફ ઇન્કાર કર્યો. ભીમ કુંડલિયોએ કહ્યું. મંત્રીશ્વર! મારી પાસે એક બળદ છે તે બસ છે. આ ધન રાખીને મારે વિનાકારણે કોઈ કલેશ નથી વહોરવો.’’ આમ છતાં મંત્રી વાડે રકમ સ્વીકારી નહીં. છેક રાત સુધી બંને વચ્ચે રકઝક ચાલી. રાત્રે કપર્દી પક્ષે કહ્યું, 'તારી પુષ્યપૂજાથી પ્રસન્ન થઈને આ ધન આપ્યું છે. એનો તારે માટે અને દાન કાજે ઉપયોગ કર. હવે સમૃદ્ધિ સદાય તારી સાથે રહેશે.'' બીજે દિવસે ભીમ કુંડલિયોએ ભગવાન ઋષભદેવની સુવર્ણરત્નો અને પુષ્પો વડે લાખેણી પૂજા કરી. કપર્દી યક્ષની પણ પૂજા કરી. એનો ભંડાર છલોછલ ભરાયેલો રહ્યો. આ ભીમ કુંડલિયોએ શ્રી શત્રુંજય મહાત ર્થ પર ભીમકુંડ બંધાવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy