SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૩૫ તાબાનાં ચાર ગામો ગુરુને આપવા માંડ્યાં. પરંતુ નિસ્પૃહી ગુરુએ તે ન લેતાં તેમને જૈન ધર્મ સ્વીકારવા કહ્યું. તેઓએ પણ ખુશી થઈ કુટુંબ સહિત જૈનધર્મ સ્વીકાર્યો. તેઓ સાયલાના ઠાકોર હોવાથી સામંતસિંહના વંશજો યાલ ગોત્રથી પ્રસિદ્ધ થયા. સૂરિના ઉપદેશથી તેમને ઓશવાળ જ્ઞાતિમાં મેળવી દેવામાં આવ્યા. ત્યાંથી તેના વંશજો કુંભલમેરમાં જઈ વસ્યા. તેમના વંશમાં મહિપાલ શેઠ ધનાઢ્ય હતા. તેમણે ત્યાં વિશાળ જિનાલય બંધાવ્યું. શ્રીમાલવંશીય, ભારદ્વાજ ગોત્રીય, વલાદ્ર ગામના વતની મંત્રી નંદાએ શ્રી મલ્લિનાથબિંબ ભરાવ્યું. એમના કુટુંબે બીજાં પણ ત્રણ જિનબિંબો ભરાવ્યાં, જેમની પ્રતિષ્ઠા જયકેસરીસૂરિના ઉપદેશથી થઈ. એક શ્રીમાલી જૈન કુટુંબની પ્રાચીન વંશાવલીમાં આ હકીકત આ પ્રમાણે નોંધાયેલી છે : ઓશવંશીય, બપ્પણા ગોત્રીય, મીઠડીઆ શાખીય, પત્તનવાસી આ કુટુંબ વિષે આ પ્રમાણે માહિતીઓ પ્રાપ્ત થાય છે :--- (૧) નરસિંહના પુત્રો પાસદત્ત અને દેવદત્તે જીરાવલા તીર્થની દેવકુલિકા નં. ૩૦ થી ૩૨, જયકીર્તિસૂરિના ઉપદેશથી કરાવી હોવાની માહિતી સં. ૧૪૮૩ના પ્રથમ વૈશાખ સુદિ ૧૩ ગુરુવારના, તે દેવકુલિકાના શિલાલેખો પરથી પ્રાપ્ત થાય છે. (૨) ઉક્ત નરસિંહનાં સંતતિમાં રૂડી શ્રાવિકાએ જીરાવલા તીર્થની ૩૩મી દેવકુલિકા જયકીર્તિસૂરિના ઉપદેશથી કરાવી એમ તેના ખંડિત શિલાલેખ પરથી જાણી શકાય છે. શિલાલેખ સં. ૧૪૮૩ના વર્ષનો જ છે. (૩) ઉક્ત તેજાના દ્વિતીય પુત્ર ખીમાનાં ભાર્યા ખીમાદેએ કુટુંબના શ્રેયાર્થે જીરાવલા તીર્થની ૩૫મી દેવકુલિકા જયકીર્તિસૂરિના ઉપદેશથી કરાવી, એમ તેના એ જ તિથિ-મિતિના શેલાલેખ પરથી જાણી શકાય છે. (૪) પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે કે સલખણના પુત્રો સા. તેજા અને સા. નરસિંહ અદ્ભુત ચારિત્રવાળા હતા. તેમણે મહીતીર્થની યાત્રા કરી તેનો ઉદ્ધાર કરાવ્યો અને એ રીતે પોતાનું ધન કૃતાર્થ કર્યું. (૫) સા. તેજાના સા. ડીડા પ્રકૃતિ પાંચ પુત્રો થયા જેમને ગુજરાતના સુલતાન અહમદશાહે પણ સન્માનિત કરેલા. તેમણે અનેક સત્કાર્યો કર્યાં હતાં. (૬) ડીડાના પુત્ર નાગરાજ શ્રેષ્ઠીમંડલમાં ભૂષણ સમાન થયા. (૭) નાગરાજના પૌત્ર સા. પાસાને ગુજરાતના સુલતાન કુતુબુદ્દીને સન્માન આપેલું. તેઓશ્રી સંઘમાં ખૂબ જ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા તેમ જ ખૂબ જ સમર્થ પુરુષ હતા. તેની પત્ની ચમકૂ પણ નિર્મળ શીલને ધારણ કરવાવાળી, દેવ અને ગુરુની ભક્તિમાં રસિક ચિત્તવાળી હતી, જેણે સાતે ક્ષેત્રોમાં ધન વાવરીને લક્ષ્મીને કૃતાર્થ કરી. શ્રાવિકા ચમકૂએ જયકેસરીસૂરિના ઉપદેશથી સં. ૧૫૧૦ના ફાગણ સુદિ પના રવિવારે શ્રી કલ્પસૂત્રની પ્રતો સ્વર્ણાક્ષરે લખાવી. ઉપર્યુક્ત મહત્ત્વપૂર્ણ બાબતો ઉપરાંત જીરાવલા તીર્થની દેવકુલિકાના શિલાલેખોમાંથી તેમ જ કલ્પસૂત્રોની પ્રશસ્તિઓમાંથી એ રાજમાન્ય વંશની બીજી પણ કેટલીક માહિતીઓ ઉપલબ્ધ બને છે. આ વંશના સમર્થ પુરુષોને ગુજરાતના સુલતાનોએ પણ સન્માનિત કર્યા હતા, એ પરથી જ એમની મહત્તા જાણી શકાય છે. અંચલગચ્છના આચાર્યોના ઉપદેશથી તેમણે અનેક કાર્યો કર્યાં અને પોતાનાં સુકૃત્યો દ્વારા ગચ્છની તેમ જ શાસનની શોભા પણ તેમણે વધારી. પ્રતિષ્ઠાલેખો અંચલગચ્છમાં સૌથી વધુ પ્રતિષ્ઠાલેખો જયકેસરીસૂરિના પ્રાપ્ત થાય છે. આ લેખોમાંથી અનેક મહત્ત્વપૂર્ણ બાબતો જાણી શકાય છે. અહીં લેખોનો સંક્ષિપ્ત સાર જ વિવક્ષિત છે :-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy