SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૬ ] [ જૈન પ્રતિભાદર્શન 10 સં. ૧૫૦૧ જેઠ સુદિ ૧૦ના રવિવારે ઉકેશવંશી લાલણ શાખીય સા. હેમા ભાર્યા હીમાટેના પુત્ર સા. જયવડ શ્રાવકે જયતલદે ભાર્યા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું. શ્રાવકોએ પ્રતિષ્ઠા કરાવી. - સં. ૧૫૦૨ કાર્તિક વદિ રના શનિવારે ઉકેશજ્ઞાતીય નં. ગોત્ર સા. લોહડ સુત સારંગ ભાર્યા સુહાગદેના પુત્ર સાદા ભાર્યા સુહમાદેએ પોતાના શ્રેયાર્થ શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યા, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૦૩ (૧) જેઠ સુદિ ૧૦ના ગુરુવારે ઉકેશવંશી સા. રેડા ભાર્યા રણશ્રી પુત્ર પદસાદાજીત શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરી. (૨) એ જ દિવસે પ્રાગ્વાટ જ્ઞાતીય સા. ગાંગા ભાર્યા ગંગાદે પુત્ર આમા ભાર્યા ઉમાદે પુત્ર સા. સહસા સુશ્રાવકે ભાર્યા સંસારદ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૦૪ (૧) મહા વદિ ૩ ઉપકેશ જ્ઞાતીય સા. જયતા ભા. તામ્હણદે સુત મહિપાએ પોતાના શ્રેયાર્થે ભ્રાતા ચાંપા નિમિત્તે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. (૨) ફાગણ વદિ ૯ના સોમવારે ઉકેશ જ્ઞા. સા. ગોપા ભા. રૂદી પુત્ર રૂલ્પા ઠાકુર સહિત શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ સુદિ ૩ના શનિવારે ઉકેશવંશી લીંબા ભાર્યા વાછૂ પુત્ર મ. ફાઈયા સુશ્રાવકે ભાર્યા હીરૂ સહિત શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૪) એ જ દિવસે શ્રીમાલી છે. આકા ભા. રાજૂ પુત્ર આસાએ ભા. દેમતિ પિતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૦૫ (૧) માઘ સુદિ ૧૦ના રવિવારે શ્રીમાલ. સં. સામલ ભા. લાખણદે સુત દેવા ભા. મેધૂએ દેલ્હાના કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીમાળી જ્ઞાતીય છે. કર્મસી ભા. હાંસૂ પુત્ર છે. નરપતિ સુશ્રાવકે ભા. નયણાદે મુખ્ય સમસ્ત કુટુંબ સહિત માતપિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરી. (૩) એ જ દિવસે શ્રી પદ્મપ્રભ બિંબ પણ ભરાવવામાં આવ્યું. (૪) એ જ દિવસે ઉકેશવંશી મીઠડી આ સા. સાઈઆ ભાર્યા સિરીયાદે પુત્ર સા. ભોલા સુશ્રાવકે ભાર્યા કન્હાઈ, નાના ભાઈ મહિરાજ, હરરાજ, પધરાજ; ભાઈના પુત્ર સા. સિરપતિ પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરાવી. (૫) એ જ દિવસે ઉકેશવંશી સં. દેલ્હા ભા. દૂલ્હાદે પુ. બઆ સુશ્રાવકે ભા. મેપૂ પુ. જતા, પૌત્ર પૂના સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એ જ દિવસે એ જ વંશના દો. બડૂઆ ભા. મેઘૂ પુ. જટા સુશ્રાવકે ભા. જહલણદે ભાઈ જઈતા, પુના સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૨૪ (૧) ચૈત્ર સુદિ ૧૨ ઊ. જ્ઞા. સં. મેઘા ભા. તોલ્હી પુ. ગોપાએ ભા. હેમાઈ પુ. સમધર અદીતાદિ સહિત શ્રેય અર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું તેમ જ પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ૩ સોમવારે પ્રાધ્વંશે સા. આકા ભા. લલતાદે પુ. ધારા ભા. વીજલદેએ પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી. જયતલકોટના રહેવાસી. (૩) એ જ દિવસે હડાલા ગામના શ્રીવંશીય શ્રે. વાચ્છા ભા. પુરી પુ. મં. હિરા ભા. વાછૂ સુ. મ. સહસા ભા. રાંભલદે શ્રાવિકાએ પોતાનાં 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy