SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૬૯ અમને સોંપી દે, નહિ તો તારું આવી બનશે. ગભરાયેલા પૂજારીએ બકરો તો સોંપી દીધો, પણ સાથે એવું વચન આપ્યું કે હવેથી આ હિંસા કાયમ માટે બંધ થઈ જશે. આનંદિત થયેલા ટોળાએ પછી એ બકરાને શણગારીને તેનું વિજય સરઘસ કાઢ્યું અને આખા અમદાવાદમાં ઉત્સવ મનાવ્યો એ ઘટના યાદગાર બની ગઈ. આચાર્યશ્રીના પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા તેમની શાસ્ત્રસજ્જ વિદ્વત્તાના કારણે રાષ્ટ્રપિતા ગાંધીજી અને પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ ઉપરાંત પાકિસ્તાનના સ્થાપક કાઈદેઆઝમ મહમદલી ઝીણા પણ પ્રભાવિત થયા હતા. - આચાર્યશ્રીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા સમગ્ર ગુજરાત અને મુંબઈમાંથી જે મળ્યું તે વાહન પકડીને સાબરમતી પહોંચવા ઘસારો થયો. મુંબઈમાં હીરાનો વેપાર કરતા છ આગેવાન વેપારીઓ ખાસ ચાર્ટર્ડ વિમાન કરીને અમદાવાદ પહોંચી ગયા હતા. પાલખીના નિર્ધારિત માર્ગે માનવમહેરામણ ઊમટી પડેલો નજરે પડ્યો હતો. ભારતીય જનતા પક્ષના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી યોગાનુયોગે અમદાવાદમાં હતા. તેમણે તથા ગુજરાતના મુખ્યમંત્રી ચીમનલાલ પટેલ તથા બીજા આગેવાનોએ આચાર્યશ્રીના અંતિમ દર્શન કર્યા હતા. આચાર્યશ્રીના અંતિમ સંસ્કાર માટે 1000 કિલો સુખડ-ચંદન કાષ્ઠની ચિતા તૈયાર કરી હતી. ઉપરાંત ૨૦ કિલોથી વધુ શુદ્ધ ઘી તૈયાર રાખ્યું હતું. ૨૫ કિલોમીટર લાંબી પાલખીયાત્રાને અંતિમ સંસ્કારના સ્થળે પહોંચતા સાત કલાક લાગ્યા હતા. સમગ્ર પાલખીમાર્ગ ગુલાબછાયો બની રહ્યો હતો. સાંજે સવા છ વાગ્યે આચાર્યશ્રીના નશ્વર દેહને અગ્નિદાહ અપાયો, એ પ્રસંગે હજારો લોકોની દૃષ્ટિ આંસુથી ધૂંધળી બની ગઈ હતી. આચાર્યશ્રીની વિદાય સાથે આઠ દાયકાની એક તેજસ્વી તપયાત્રા સમાપ્ત થઈ. સિદ્ધાન્ત મહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરિશ્વરજી મહારાજાના પટ્ટધર, વ્યાખ્યાનવાચસ્પતિ, સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરિશ્વરજી મહારાજાના ઐતિહાસિક જીવનના ઐતિહાસિક કાર્યો અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવો ૧૯૯૧ હારીજમાં પૂ. આ.શ્રી | ૨૦૦૩–જામનગર શેઠના દેરાસરની વિજયદાનસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ફુલચંદ તંબોલી તરફથી પ્રતિષ્ઠા. ૧૯૯૪ લાલબાગ, મુંબઈ ૧૯૯૪ ૨૦૦૭--પાલીતાણામાં પ્રતિષ્ઠા કાચના જયસીંગપુરમાં પ્રતિષ્ઠા (બ. વ. ૧૧, ૨૫-૧-૩૮) | દેરાસરની પૂ. ગુરુદેવ સાથે (૧) વિ. સં. ૧૯૯૭––નિપાણી-દડુભાઈ ૨૦૦૭—માતરમાં સાચા સુમતિનાથ સુરેશભાઈ, શોભના ફેશન હાઉસ, નીપાણી દેરાસરની પ્રતિષ્ઠા પૂ. શ્રી બાપજી મ.ની નિશ્રામાં (૨) વિ. સં. ૧૯૯૭–કોલ્હાપુર માણેકચંદજી (૫) ૨00૮-પૂ. શ્રી બાપજી મ.ની નિશ્રામાં (૩) ૨૦૦૦-શેઠ છોટાલાલ હેમચંદ અરૂણ સોસાયટી (અમદાવાદમાં) નૂતન L (૪) ૨૦૦૨--જામનગર-શાંતિભુવન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy