________________
૩૯૮ |
[ જૈન પ્રતિભાદર્શન
( દીક્ષામાં વિલંબ ન થાય ) આ અવસર્પિણીના ત્રીજા તીર્થંકરદેવ શ્રી સંભવનાથ પરમાત્માના શાસનકાળની વાત છે. કોઈ કેવળજ્ઞાની ભગવંતની દેશનાથી નાનકડો બાળ સંસાર-વિરક્ત બની ગયો. તેણે દીક્ષા લેવા માટે ઉતાવળ કરી. પિતા પાસે તે અંગે જીદ કરી. પિતાએ મહોત્સવ કરીને દીક્ષા આપવાનું દીકરાને કહ્યું; પણ દીકરો ઝટપટ દીક્ષા લેવા ઉત્સુક બની ગયો હતો. છેવટે પિતાએ કેવલી ભગવંતને વાત કરી.
ભગવંતે કહ્યું, “વિલંબ ન કરો....ભલે દીક્ષા તુરત અપાય.”
અને તરત જ દીક્ષાવિધિ શરૂ થઈ. ઓઘો લેવાની વિધિ થઈ. ઓઘો લઈને બાળક નાચવા લાગ્યો. તે જ વખતે તે પડી ગયો અને તત્કાળ તેનું મૃત્યુ થઈ ગયું. આથી પિતાને સખત આઘાત લાગ્યો. કેવલજ્ઞાની ભગવંતે આશ્વાસન આપતાં કહ્યું, “આ જ કારણે મેં મહોત્સવ કરવા જેટલો પણ વિલંબ કરવાની ના કહી હતી. એ આત્મા એનું કલ્યાણ સાધી ગયો છે.' એ જ વખતે આકાશમાંથી એક દેવાત્મા ઊતરી આવ્યા. કેવળજ્ઞાની ભગવંતને વંદન કર્યું. ભગવંતે પિતાને કહ્યું, “આ જ તમારા સુપુત્રનો આત્મા! હવે તે દેવાત્મા બની ગયો છે.” પિતા આનંદમિશ્રિત લાગણીઓ અનુભવવા લાગ્યા. દેવાત્મા પુત્રે તેમને શોક કરવાની ના પાડી.
( મણિઉદ્યોત મહારાજ ) મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજના સમકાલીન તપસ્વી મહાત્માનું નામ હતુ મણિઉદ્યોત મહારાજ. ઘોર સાધનામાં તેમનું જીવન. એકદા તેમને પીઠમાં પાઠું થયું. દરકાર ન કરવાથી તેમાં રસી થઈ. તેમાં પુષ્કળ જીવાતો પેદા થઈ. તેઓ અસહ્ય વેદના ભોગવવા લાગ્યા. પણ તેમાંય તેમની ચિત્તપ્રસન્નતા કોઈ અનોખી જ હતી. એક વાર તેઓ રાત્રે કાયોત્સર્ગમાં લીન હતા. તે વખતે આકાશમાર્ગેથી પસાર થતા કોઈ દેવાત્માએ તેમને ધ્યાનસ્થ જોયા. દર્દ જોયુ; વેદના જોઈ. ચિત્તની અપાર પ્રસન્નતા જોઈ. તે સ્તબ્ધ થઈ ગયો. નીચે મહાત્મા પાસે આવ્યો. કાયોત્સર્ગ પૂર્ણ થયા બાદ દેવાત્માએ હાથ જોડી કહ્યું, “આપ સંમતિ આપો તો એક જ ક્ષણમાં આ દર્દ મટાડી દઉં.” મહાત્માએ કહ્યું, દેવાત્મા! ભૂલથી પણ એવું કશું કરીશ નહિ. આ પાઠું તો પ્રત્યેક સમયે મારી અનંતી કર્મ-વર્ગણાનો
માં મને અસાધારણ સાથ આપી રહ્યું છે. એ કાંઈ મારી આપત્તિ નથી પણ પરમ-સંપત્તિ છે. એને દૂર કરાય જ નહિ. માટે તું શાંતિથી અહીંથી રવાના થઈ જા.' અને....મહાત્માની મહામસ્તીનો વિચાર કરતો, વંદન કરતો દેવાત્મા ત્યાંથી વિદાય થઈ ગયો.
( રત્નપ્રભસૂરિજી અને સંઘની એકતા ) પાર્શ્વનાથ પ્રભુજીના શાસનના પાંચમા પટ્ટધર રત્નપ્રભસૂરિજી મહારાજા ! પોતાની વિશિષ્ટ શક્તિ દ્વારા બીજું રૂપ બનાવીને ઓસીઆ અને કોરટામાં મહા સુદ પાંચમે એકીસાથે જિનબિંબોની પ્રતિષ્ઠા કરી.
પોતાના મૂળભૂત દેહથી ઓસીઆમાં પ્રતિષ્ઠા કરી જ્યારે વૈક્રિય-માયાવી–દેહથી કોરટામાં પ્રતિષ્ઠા કરી. આથી કોરટાના જૈન સંઘને ખૂબ માઠું લાગી ગયું. રત્નપ્રભસૂરિજી મહારાજના શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org