SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૩૯૭ તેમણે સ્વદ્રવ્યથી પોતાના રાજમહેલમાં રત્નમણિમય ગૃહમંદિર બનાવ્યું હતું. તેમાં નીલમ વગેરે મહામૂલ્યવાન પાષાણનાં પ્રતિમાજી બિરાજમાન કર્યા હતાં. તેમના ગૃહમંદિરની ખ્યાતિ ચોમેર વ્યાપી ગઈ હતી. આથી જ જ્યારે લંકાવિજય કરીને રામચન્દ્રજીએ લંકામાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ તે ગૃહમંદિરના દર્શનાર્થે ઉત્સુક બની ગયા હતા. જ્યારે તેમણે તે મંદિરની સજાવટ જોઈ અને પરમાત્માના અદભુત બિંબનાં દર્શન કર્યા ત્યારે તેમણે રાવણની પ્રભુભક્તિની ભારોભાર અનુમોદના કરી. ( મંત્રીશ્વર વસ્તુપાળ ) મંત્રીશ્વર વસ્તુપાળ જૈન ધર્મના ચુસ્ત પાલક અને પ્રભાવક શ્રાવક હતા. તેમણે કરોડો સોનામહોરોનો વ્યય કરીને જિનમંદિરો તથા જ્ઞાનભંડારોનાં નિર્માણ કર્યાં હતાં. તેમના ઘર-આંગણે રોજ પંદરસો તો અતિથિઓ–બાવા, સંન્યાસી, યાચકો વગેરે–નો ઔચિત્યભર્યો સત્કાર થતો હતો. વળી રોજ પાંચસો જૈન સાધુ-સાધ્વીજી મહારાજોની નિર્દોષ ભક્તિનો તેઓ લાભ લેતા હતા. આવા શાસનપ્રભાવક વસ્તુપાળનો જ્યારે મૃત્યુસમય નજીક આવી ગયો ત્યારે તેઓ બોલ્યા, “ રે! કેવો મહાન જિનધર્મ હું પામ્યો પણ ખરેખર...મેં કશી જ આરાધના ન કરી.....હુ માનવજીવન હારી ગયો–-પાવિઓ જિણધર્મોો હારિઓ!' આવા મહાન જૈન શ્રાવકની જગતમાંથી વિદાય સાંભળતાં સંસારત્યાગીઓની આંખોય આંસુથી છલકાઈ ગઈ હતી. ( ટોચ-સમ્યગ્દષ્ટિ તુલસા જ્યારે પ્રભુવીરે પાઠવેલા ધર્મલાભ” અખંડ પરિવ્રાજક નામના શ્રાવકે સુલસાને જણાવ્યા ત્યારે સુલતાનાં સાડાત્રણ કરોડ રૂંવાડાં આનંદથી છલકાઈ ગયાં. “અહા! ત્રિલોકગુરુ પરમાત્માએ મને “ધર્મલાભ” કહેવડાવ્યા!'' તે વખતે પોતાને ટોચ-સમ્યગ્દષ્ટિ માનતા અંબડનું અંતર બોલવા લાગ્યું હશે કે, “પ્રભુએ સુલતાને “ધર્મલાભ” કહેવાનું કામ મને સોંપીને મારાથી ક્યાંય ચડિયાતી સમ્યગ્દષ્ટિ તુલસાનું મને દર્શન કરાવ્યું.....મારો ગર્વ ભાંગી નાખ્યો. કદાચ.....આ માટે જ પરમ કૃપાળુએ આ કામ મને સોંપ્યું હશે.” ( સકળચન્દ્રજી મહારાજ) આ કિંવદતી છે; ભારે અચરજ અને આનંદ પમાડતી. જેના રાગો અને જેની રચના ઉપર વર્તમાનકાલીન ઉસ્તાદો આફરીન પુકારી જાય છે તે સત્તરભેદી પૂજાના રચયિતા સંકળચન્દ્રજી મહારાજ સાહેબ. આ વિરાટ પૂજાની રચના તેમણે વિલક્ષણ પરિસ્થિતિમાં કરી છે એમ કહેવાય છે. એક વાર આ મહાત્માએ રાત્રે કાયોત્સર્ગ કર્યો. તેમાં તેમણે એવો સંકલ્પ કર્યો હતો કે બાજુમાં રહેતા કુંભારનાં ગધેડાં જ્યારે ભૂંકવા લાગે ત્યારે જ મારે કાયોત્સર્ગ પારવો. બન્યું એવું હતું કે કોઈ કારણે તે કુંભાર પૂર્વની સાંજે જ તમામ ગધેડાને લઈને બાજુના ગામે ચાલ્યો ગયો હતો. આથી સવાર પડ્યું તોય ગધેડા ક્યાંથી ભુંકે? અલબત્ત મહારાજ સાહેબનો કાર્યોત્સર્ગ ચાલુ જ રહ્યો. પૂરા બોતેર કલાકે તે કુંભાર પાછો આવ્યો. ઘરમાં પ્રવેશવાના આનંદરૂપે ગધેડાં ભૂક્યાં અને મહારાજ સાહેબે કાર્યોત્સર્ગ પાર્યો. એ વખતેય એમના મોં ઉપર ન હતો કોઈ વિષાદ ભારે પ્રસન્નતા હતી. આ કાર્યોત્સર્ગમાં જ તેમણે સત્તરભેદી પૂજાની રચના કરી. તેની તમામ કડીઓની ધારણા કરી, કાર્યોત્સર્ગ પાર્યા બાદ તે સત્તર પૂજાઓને કાગળમાં કંડારી દીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy