________________
૩૯૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
એમની આંતરિક ગુણોની સુવાસ પણ મહેકતી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી એક અનોખું બીડું ઝડપતા પ્રાચીન ભારતની નાલંદા, તક્ષશિલાની યાદ અપાવવી તપોવન સંસ્કારપીઠ ઊભી કરીને ખરેખર એક મહાન યજ્ઞ આરંભ્યો છે, આ સંસ્થા દ્વારા ભવિષ્યનાં હેમચન્દ્રાચાર્ય, વસ્તુપાલ, વિવેકાનંદ કે ભગવતસિંહ પેદા કરવાનું ક્રાંતિકારી સ્વપ્ન જરૂર સફળ થશે તેવી શ્રદ્ધા સાથે આજે ૬૬ વર્ષની ઉમરે શૌર્યભર્યા ચિંતનને વાગોળતા, ભારતીય સંસ્કૃતિને બચાવી લેવા જટાયુ બનીને ઝઝૂમી રહ્યા છે અને વર્તમાનયુગમાં બાળકોના મસીહા બનવાનું પૂજ્યશ્રીએ સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે. આ શાસનદીપક ધર્મગુરુને અમારી લાખ લાખ વંદનાઓ છે.
સંપાદક
( હેમચંદ્રાચાર્યજીની માતૃભક્તિ) કલિકાલસર્વજ્ઞ ભગવંત હેમચન્દ્રસૂરિજીનાં માતાએ પણ દીક્ષા લીધી હતી. તેઓની છેલ્લી સ્થિતિ આવી ત્યારે હેમચન્દ્રસૂરિજી મહારાજાએ તેમને અંતિમ આરાધના (નિર્ધામણા) કરાવી હતી. તે વખતે તેમને પુણ્ય મળે તે નિમિત્તે પૂજ્ય શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજાએ એક ક્રોડ નવકારનો જાપ કરવાનું અને સાડાત્રણ લાખ શ્લોકોની રચના કરવાનું જણાવ્યું હતું. આ શ્લોક-રચનાના સંકલ્પમાંથી જ જૈન ઇતિહાસને મોટા પ્રમાણમાં આવરી લેતા ‘ત્રિષષ્ટિ-શલાકા પુરુષચરિત્ર' ગ્રન્થનો જન્મ થયો. તેનાં દસ પર્વો છે અને કુલ છત્રીસ હજાર શ્લોક છે. માતાના નિમિત્તથી પુત્ર જૈન સંઘને કેટલી મોટી ભેટ આપી!
( કુમારપાળ અને નૃપસિંહ ) ગૂર્જરેશ્વર કુમારપાળનો પુત્ર નૃપસિંહ સોળ વર્ષની નાની વયે મૃત્યુની પથારી પર આવી ગયો. કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રીમદ્ હેમચન્દ્રસૂરિજી મહારાજાએ તેને અંતિમ આરાધના કરાવી હતી. એ આરાધના કરતાં કરતાં નૃપસિંહની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. સૂરિજીએ તેને કારણ પૂછ્યું. તેણે કહ્યું, “ગુરુદેવ! મારા પિતાજી કેવા કૃપણ નીકળ્યા કે એમણે સેંકડો શિખરબંધી જિનમંદિરોના નિર્માણ કર્યા પણ તે બધાંય આરસપાસનાં બનાવ્યાં. મારી ભાવના હતી કે મોટો થઈને હું સેંકડો જિનમંદિરો સુવર્ણનાં બનાવીશ. પણ હવે તે ભાવના પૂર્ણ થાય તેમ નથી એટલે રડું છું.” આ શબ્દો સાંભળીને સૂરિજીની આંખમાં આંસુ ધસી આવ્યાં.
( રાવણની પ્રભુભક્તિ ) રાવણ એવા તો જબ્બર જિનભક્ત હતા કે વાત ન પૂછો. કર્મવશાત એ સીતાજીને મેળવવા પાછળ ઝૂરતા હતા, પણ તેની સાથે આવી દુષ્ટ વાસના પોતાને જાગવા બદલ તે પરમાત્મા પાસેય ખૂબ રડતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org