________________
૭૨૨ ]
/ જૈન પ્રતિભાદર્શન
તેમના પ્રત્યે ખૂબ માન થયું. આ પછી તીર્થરક્ષા અંગેના લગભગ બધા કેસોમાં અપીલો તૈયાર કરવાનું કામ શ્રી ગોકળદાસભાઈને જ સોંપવામાં આવતું. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી હસ્તક ગિરનારજી તીર્થના વિવાદના કેસની અપીલો પણ શ્રી ગોકુળદાસભાઈએ જ તૈયાર કરેલ.
શ્રી ગોકળદાસભાઈ એક જૈન એડવોકેટ' નામનું છાપું પણ ચલાવતા હતા. જૈન સમાજને સ્પર્શતા વિભિન્ન પ્રશ્નો, વિવિધ તીર્થોના વિવાદના સમયે સ્ટેટ વિરુદ્ધ જોરદાર અગ્રલેખો લખતા. તેમાંય શ્રી સિદ્ધાચલજી અંગે પાલીતાણા સ્ટેટના દરબાર સાથે વાંધો પડ્યો ત્યારે વિ. સં. ૧૯૮૨-૮૩-૮૪ માં તેઓએ જૈન એડવોકેટ' છાપાના માધ્યમથી સમગ્ર જૈન સમાજને ચેતનવંતો બનાવી મૂક્યો હતો. અને પાલીતાણા સ્ટેટના દરબાર સામે જૈન સમાજમાં જબરદસ્ત વિરોધ પેદા કર્યો હતો પરિણામે પાલીતાણા દરબારે એમની સામે–એમના માથા માટે રૂ. ૫૦OOનું ઇનામ પણ જાહેર કરેલ. આજે પણ અમદાવાદમાં-ઘીકાંટા રોડ ઉપર આવેલ શેઠ જેસીંગભાઈની વાડીમાં “જૈન એડવોકેટ પ્રેસછે.
આવા બાહોશ શ્રીગોકળદાસભાઈએ પૂજ્ય શાસનસમ્રાટશ્રી પાસે પાછળથી દીક્ષા લીધી હતી. તેમનું નામ હતું. મુનિશ્રી સુભદ્રવિજયજી. તેમના પુત્ર શ્રી ચીમનભાઈ પણ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના અનન્ય ભક્ત શ્રાવક હતા અને પૂજયશ્રીની પ્રેરણાથી શ્રીકદંબગિરિ, મહુવા રોહિશાળા વલ્લભીપુર વગેરે તીર્થના જીર્ણોદ્ધાર, વિકાસ અને દેખરેખ માટે સ્થાપવામાં આવેલ શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીના વર્ષો સુધી પ્રમુખ તરીકે રહ્યા હતા. અને એ ભક્તિનો વારસો પોતાના દીકરા-દીકરીને પણ આપ્યો હતો. શેઠ શ્રી ચીમનભાઈના દીકરા શ્રી સુરેન્દ્રભાઈ નાની વયમાં જ અવસાન પામ્યા પરંતુ તેમનાં દીકરી શ્રી શાંતાબેનના પુત્ર શ્રી અશોકભાઈ રમણલાલ ચંદુલાલ ગાંધી અને સમગ્ર કુટુંબ આજે પણ પૂજ્ય શાસનસમ્રાટશ્રી અને તેમના સમુદાયનું પરમ ભક્ત છે. પ. પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પ. પૂ. આ. શ્રીવિજયોદયસૂરીશ્વજી મહારાજના પટ્ટધર પ. પૂ. આ. શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજની સ્મૃતિમાં તેમના સ્વર્ગગમન સ્થળ તગડી ગામે નિર્માણ પામેલ શ્રીનંદનવનતીર્થમાં તેઓ સક્રિય કાર્યકર છે અને તન-મન-ધનથી અપૂર્વ લાભ લઈ રહ્યા છે.
( શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈના પુત્ર તે શેઠશ્રી માણેકલાલભાઈ, તેઓને લોકો માકુભાઈ શેઠના નામે ઓળખતા હતા. પિતાની માફક પુત્ર પણ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના પરમભક્ત હતા. શાસનપ્રભાવનાના કાર્યોમાં દાનનો પ્રવાહ પણ તેઓ પિતાની માફક જ વહેવડાવતા હતા. પૂજય શાસનસમ્રાટશ્રી મેવાડ તરફ વિહાર કરતા કુંભારિયાજી તીર્થે આવ્યા ત્યારે અમદાવાદથી શેઠશ્રી પ્રતાપસિંહ મોહોલાલ, શેઠશ્રી ચીમનભાઈ લાલભાઈ, શેઠશ્રી જગાભાઈ ભોગીલાલ, શેઠશ્રી લાલભાઈ ભોગીલાલ (બંને ભાઈઓ)ની સાથે શેઠશ્રી માણેકલાલભાઈ પણ આવ્યા હતા અને પૂજ્યશ્રીના ઉપદેશથી અહીં તેઓએ એક ધર્મશાળા બંધાવી. પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ શેઠશ્રી માણેકલાલભાઈને પ્રેરણા કરતાં તેઓએ કાપરડાજી તીર્થના ઉદ્ધાર માટે તત્કાળ રૂ. ૩OOO આપ્યા.
જ્યારે પણ પૂજ્ય શાસનસમ્રાટશ્રીની તબિયત નરમ થાય ત્યારે પૂજયશ્રી જ્યાં હોય ત્યાં શેઠશ્રી મનસુખભાઈ અને તે પછી તેમના પુત્ર શેઠશ્રી માણેકભાઈ ડોકટરોને લઈને જતા અને સારવાર કરાવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org