________________
૫૫૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
વર્તમાન સમયના પ્રભાવક યાત્રાસંઘો
શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં નીકળેલા સંઘો
પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીનું સમગ્ર જીવન અનેક વિલક્ષણતાઓથી ભર્યું ભર્યું અને આદર્શરૂપ હતું. તેઓની પ્રેરણા અને ઉપદેશચી થયેલા અનેક ઐતિહાસિક કાર્યોમાં તેઓશ્રીની શુભ નિશ્રામાં નિકળેલા છ'રીપાલિત સંઘો પણ ઘણું જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
પૂજ્યશ્રીની નિશ્રામાં વીસેક જેટલા છ'રીપાલિત સંઘો નીકળ્યા તેમાં શેઠશ્રી માકુભાઈનો અમદાવાદથી શ્રી ગિરનાર-સિદ્ધાચલજીનો સંઘ ખરેખર સર્વોપરી યાત્રાસંઘ બન્યો હતો.
પૂર્વકાળમાં વર્ણવાતા શ્રી કુમારપાળ મહારાજા તેમ જ મંત્રીશ્વર વસ્તુપાલતેજપાલ વગેરેના સંઘોની ઝાંખી કરાવે તેવો આ સંઘ હતો. આ સંઘના ફોટાઓ પણ આ વિભાગમાં જ જોવા મળશે. આ ફોટાઓ અને સંઘોની ઘણી માહિતી ૫. પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. સા. પાસેથી પણ પ્રાપ્ત થતાં આ વિભાગ એ રીતે ઘણો જ સમૃદ્ધ બનવા પામ્યો છે.
સંપાદક
પ. પૂ. શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના જન્મને ૧૨૫ વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને દીક્ષાને પણ ૧૧૦ વર્ષ થવા આવ્યા, તો તેમના કાળધર્મના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. એટલે એમના દ્વારા થયેલ શાસનપ્રભાવનાના મહાન કાર્યો અંગે વિચાર કરવો હોય તો તે સમયની દેશ અને કાળની પરિસ્થિતિને નજર અંદાજ કરાય નહિ.
તેમની શાસનપ્રભાવનાના કાળ દરમ્યાન વિજ્ઞાન હજુ પાપા પગલી માંડી રહ્યું હતું. ભારતમાં યંત્રયુગની માંડ શરૂઆત થઈ હતી. રેલ્વે પણ હજુ માંડ દેશના કોઈ કોઈ ભાગમાં શરૂ થઈ હતી. ડામર રસ્તાઓ ગણ્યા ગાંઠ્યા મોટા ચાર-પાંચ શહેરોને જ જોડતા હતા. એ સમયમાં એક ગામથી બીજે ગામ જવું પણ બહુ ભારે કઠિન કામ ગણાતું હતું. તેવા સમયમાં તીર્થયાત્રા તો માંડ ૨૦-૨૫ વર્ષે એકાદવાર અથવા તો જિંદગીનો અંત સમય નજીક આવતો જણાય ત્યારે શ્રી સિદ્ધગિરિ, શ્રી ગિરનાર કે એવા કોઈ મોટા તીર્થની યાત્રા કરવા સામાન્ય જૈન જતો.
પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં નીકળેલા અનેક સંઘોમાં સૌ પ્રથમ વિ. સં. ૧૯૫૦માં જામનગરમાં ચાતુર્માસ કર્યા બાદ ત્યાંના શ્રાવક શ્રેષ્ઠિશ્રી સૌભાગ્યચંદ કપૂરચંદ તરફથી જામનગરથી ગિરનાર થઈ સિદ્ધગિરિનો છ’રીપાલિત સંઘ નીકળ્યો. ફક્ત પાંચ જ વર્ષના દીક્ષાપર્યાયમાં અને ફક્ત ૨૧ વર્ષની ભરયુવાન વયે સેંકડો યાત્રીઓના સંઘને નેતૃત્વ પુરું પાડ્યું અને તે પણ બે-ચાર દિવસ પૂરતું નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org