________________
અભિવાદન ગ્રંથ ]
સિદ્ધાચલ સમરું સદા સોરઠ દે મોજાર, મનુષ્ય જન્મ પામી કરી વધું ન
12...
י
W
* જગદ્ગુરુ હીરસૂરિજી મહારાજના સદુપદેશથી ૩૦૩ સંઘપતિઓએ સંઘ કાઢેલ. * ઉપલદેવ રાજાએ આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજી મ.સા.ની નિશ્રામાં સંઘ કાઢેલ તેમાં સોના-ચાંદીનાં દેરાસરો અને લાખ યાત્રિકો હતા. * સમ્રાટ ચન્દ્રગુપ્ત રાજાના સંઘમાં ૫ લાખ યાત્રિકો હતા. * સારંગ શાહે ખંભાતથી શિખરજીનો સંઘ કાઢેલ. તેમાં કક્કસૂરિજી આદિ ૫૦૦૦ આચાર્યો હતા.
Jain Education International
[ ૫૫૭
શેઠ રામજી ગંધારિયા ઃ—મૂળ ગંધારના વતની ને કોટિધ્વજ વેપારી તરીકે પ્રખ્યાત હતા. વહાણવટાના ધંધાથી સંપત્તિ સંપાદન કરીને ધર્મમાર્ગમાં સુકૃતની કમાણી કરી હતી. એમણે સં. ૧૬૧૯૨૦માં આચાર્યશ્રી દાનસૂરિજી મ. સા.ના સદુપદેશથી શત્રુંજય મહાતીર્થનો છ’રિપલિત સમે કાઢ્યો હતો. એમણે તળાજા અને ગિરનાર તીર્થના જીર્ણોદ્વારનો પણ લાભ લઈને સંપત્તિનો સદ્વ્યય કરી જીવનની સુવાસ ચોતરફ ફેલાવી હતી. તેઓ આ. શ્રી દાનસૂરિજી મ. સા., આ. શ્રી હીરસૂરિજી મ. સા. તથા આ. શ્રી વિજયસેનસૂરિજી મ. સા.ના પરમ ભક્ત હતા. એમની તીર્થયાત્રા અને વેપારી કુનેહની સાથે ગુરુભક્તિ પણ તેની પ્રતિભાનું વિશિષ્ટ દર્શન કરાવે છે.
કચરાભાઈ સંઘવી :—પાટણના મૂળ વતની શ્રી કચરાભાઈ સુરતમાં સ્થાયી થયા અને પૂ. દેવચંદ્રજી મહારાજના ઉપદેશથી સંવત ૧૭૯૪માં સમેતશિખરજીનો સંઘ કાઢ્યો હતો. બીજો સંઘ સંવત ૧૮૦૪માં સુરતથી શત્રુંજયનો જળ-સ્થળ માર્ગે કાઢ્યો હતો. તેમાં રૂપચંદ કચરા સંઘપતિ તરીકે જોડાયા હતા અને મહા સુદ ૩ ના દિવસે તીર્થમાળા પહેરી હતી. તીર્થયાત્રા દ્વારા ‘સવિ જીવ કરું શાસન રસિ’ની ભાવનાથી સુકૃતના સહભાગી સંઘવીઓના નામનું પુણ્યસ્મરણ ધર્મભાવનાની વૃદ્ધિમાં પુરક બને છે.
તારાચંદભાઈ સંઘવી :કચરાભાઈ સંઘવીના કાકાના પુત્ર તારાચંદે સંવત ૧૮૨૬માં શત્રુંજય મહાતીર્થનો છ’રિપાલિત સંઘ કાઢ્યો હતો. પં. શ્રી તિલકવિજયજી ગણિ, પં. શ્રી જિનવિજયજી ગણિ અને પં. શ્રી ઉત્તમવિજયજી ગણિ આદિની શુભનિશ્રામાં આ સંઘ કાઢવામાં આવ્યો હતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org