________________
૫૫૬ ]
પેથડ મંત્રીના પુત્ર ઝાંઝણ મંત્રીનો સંઘ :—
--દેદાશાના પુત્ર પેથડ અને પેથડના પુત્ર ઝાંઝણ મોટા દાનવીર હતા. આ ઝાંઝણ મંત્રી જ્યારે માંડવગઢથી અઢી લાખ યાત્રિકો સાથે સંઘ લઈ શત્રુંજય પહોંચેલ ત્યારે ઋષભદેવ ભગવાનની સોનારૂપાથી પૂજા કર્યા બાદ ૩ કરોડ સુગંધી પુષ્પો વડે પ્રભુજીની પૂજા કરેલ.
[ જૈન પ્રતિભાદર્શન
--આ મંત્રીએ એક મૂડા પ્રમાણ પહોળી, ઉપર સોનાની પાટ, નીચે ચાંદીના પાટથી ભરેલ વચ્ચે રેશમી વસ્રવાળી, શત્રુંજયના શિખરથી ગિરનાર શિખર સુધી લાંબી ધજા બાંધેલ, જે ધજામાં ૫૪ ઘડી સુવર્ણ ખર્ચ કરેલ. આ મંત્રીનો સંઘ અમદાવાદ પહોંચ્યો ત્યારે રાજાની આજ્ઞાથી સમગ્ર ગુજરાતની ૧૫ લાખની જનસંખ્યાને ભોજન કરાવેલ. મોટા મોટા ૧૦૦ મંડપો બાંધેલ. છ દિવસ સુધી આખું ગુજરાત જમ્યા પછી ઘણી મીઠાઈ વધેલ, તે જોઈ રાજા આશ્ચર્ય પામેલ. આ સંઘ સાબરમતીમાં નદીકિનારે ગુજરાતને જમાડવાની તૈયારી માટે એક મહિના સુધી રોકાયેલ. આ મંત્રીનો સંઘ જીરાવલા પહોંચ્યો ત્યારે છ મણ કપૂરથી ધૂપપૂજા અને ૧ કરોડ પુષ્પથી જિનપૂજા કરેલ અને ૧ લાખ રૂપિયાવાળો ચંદરવો બાંધેલ.
× થરાદના આભૂ સંઘવીના સંઘની વિગત :—
૭૦૦ જિનમંદિરો, ૧૫૧૦ જિનબિંબો, ૩૬ આચાર્યો, ૧૦૦ તંબોળીઓ, ૯૦ પાલખીઓ, ૨૨૦૦ ઊંટો, ૧૫૧૦ ઘોડાઓ, ૭૦૦ જલવાડી પાડાઓ, ૧૪,૦૦૦ ગાડાંઓ, ૧૭૫૨ કાષ્ઠને વહન કરનારાં સાધનો, ૭ પાણીનાં પરબો, ૩૦૦ પાણીની પખાલો, ૧૦૦ પંચલ, ૨૬૦ દુકાનો, ૧૦૦ કંદોઈ, ૧૦૦ કડાયા, પ૦ સલાટ, ૪૭ બળદ અને ૨૦૦ માળી ઇત્યાદિ.
આ આભૂ સંઘવીએ પ્રથમ દર્શન વખતે વસ્ત્રની લ્હાણી કરેલ. સંઘમાં કુલ બા૨ કરોડ સોનામહોર ખર્ચેલ. આ આભૂ સંઘવીએ ‘સારું આર’ નામનું એવું મોટું જિનાલય બનાવેલ કે જે દ્રવ્યથી નાનાં-નાનાં ૮૪ દેરાસર બની શકે. સાત ક્ષેત્રમાં સાત કરોડ દ્રવ્ય વાપરેલ.
* કુમારપાળ રાજાના સંઘની વિશિષ્ટતા ઃ—
—આ રાજાએ પાટણથી શત્રુંજયનો સંઘ કાઢેલ. તેમાં ૨૮૦૦ દેરાસર, ૧૧૦૦૦ હાથીઓ, ૧૧ લાખ ઘોડાઓ, ૧૬ લાખ યાત્રિકો, ૫૦,૦૦૦ રથ અને દરેક ગામે રત્નજડિત ધજા ચઢાવેલ.
આ સંઘમાં વાગ્ભટ્ટાદિ ૨૪ મંત્રીઓ હતા. નગરશેઠના પુત્ર આભદેએ જ્યાં સંઘનો પડાવ ત્યાં ઘરદીઠ સોનૈયા આપ્યાં. હરખચંદ અને હરપાલ શેઠ બાલ તથા વૃદ્ધની ભક્તિ કરતા, દેવો અને દુદો શેઠ સાકરના પાણીની પરબ સંભાળતા, આંબો અને અબજી શેઠ લાડુની દુકાન ખોલી લ્હાણી કરતા, ખોબો અને ખીમજી શેઠ ગુપ્તદાન કરતા, ભદો અને ભૂપત શેઠ રસ્તામાં ઠંડા પાણીની વ્યવસ્થા કરતા, થોભો અને લખમશી શેઠ શેરડી-કેળાં વગેરે આપતા.
—આ સંઘ જ્યારે ધંધુકા પહોંચ્યો ત્યારે ઘરદીઠ સોનામહોરની પ્રભાવના કરી. ગિરિરાજને પરવાળા તથા મોતીથી વધાવેલ. મૂળનાયકને નવ અંગે નવ લાખ કિંમતનાં રત્નો ચડાવ્યાં. સુવર્ણથી જડેલી ૨૧ ધજાઓ ચડાવી. આ સંઘની તીર્થમાળાનો લાભ સવા કરોડ દ્રવ્યની બોલીથી દાનવીર શ્રી જગડુશાએ લીધેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org