SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ પપપ * દશરથ રાજાના સંઘની વિગત :– ૭00 સુવર્ણથી મઢેલાં જિનાલયો, ૪ હાથીદાંતનાં જિનાલયો, ૮00 સંઘપતિઓ, ૧00 રાજાઓ, ૫ કરોડ યાત્રિકો આદિ તથા દરેક ગ્રામ-નગરે સાધર્મિકવાત્સલ્ય. * શત્રુંજય તીર્થના અગિયારમા ઉદ્ધારક શ્રી રામચંદ્રજીના સંઘની વિગત :--- ૫00 સોનાનાં જિનમંદિરો, ૭૧૨ ચાંદીનાં જિનાલયો, ૫૦૧૨ કાષ્ઠનાં જિનાલયો, કરોડ સ્ત્રી-પુરુષ યાત્રિકો તથા ૨૦ કરોડ ઘોડાઓ, ૧૦,000 હાથીઓ આદિ. સાચા હીરા-મોતીથી રાયણવૃક્ષને વધાવેલ. * પાંચ પાંડવોના સંઘની વિગત :– ૩00 સુવર્ણથી મઢેલાં જિનમંદિરો, ૮OO ચાંદીનાં જિનમંદિર, ૮OO આચાર્ય ભગવંતો, ૮OOO મુનિરાજો, ૮૦) રાજાઓ, ૧ કરોડ શેઠિયાઓ, ૨ કરોડ શ્રાવકો, ૫0,000 હાથીઓ, ૮ લાખ ઘોડાઓ ઇત્યાદિ. દ્વારકાથી કૃષ્ણ મહારાજા સાથે. * કૃષ્ણ મહારાજાના સંઘની વિગત - ૫00 સુવર્ણથી મઢેલાં જિનમંદિરો, ૧૭00 કાષ્ઠનાં જિનમંદિરો, હજારો સાધુ-સાધ્વીજીઓ, ૨૪ કરોડ સ્ત્રી-પુરુષ યાત્રિકો આદિ. આંબળા જેવાં મોટાં કીમતી મોતી વડે શત્રુંજયગિરિને વધાવેલ અને કૃષ્ણ મહારાજાએ પરિવાર સાથે દરેક જિનાલયે પ્રભુપૂજા કરેલ. * વિક્રમ મહારાજાના સંઘની વિગત : ૧૬૯ સુવર્ણથી મઢેલાં, 300 રૂપાનાં, ૫૦૦ હાથીદાંતનાં અને ૧૮૦૦ ચંદનકાષ્ઠનાં જિનમંદિરો, આચાર્ય સિદ્ધસેનસૂરિ આદિ પ00 આચાર્ય ભગવંતો, હજારો મુનિ મહારાજો, ૧૪ મુકુટબંધી રાજાઓ, ૭૦ લાખ શ્રાવકોનો પરિવાર, ૧ કરોડ રથ, ૬,000 હાથી, ૭૬,000 ઊંટો, ૧૮ લાખ ઘોડાઓ વગેરે. આ સંઘ શત્રુંજય અને ગિરનારની પદયાત્રા કરી પાછો ઉજજૈન ગયો હતો. * સમ્મતિ રાજાના સંઘમાં ૨૦૮૦ પ્રભુજીનાં રથો-દેરાસરો, ૫OOO આચાર્યાદિ શ્રમણ ભગવંતો અને પાંચ લાખ યાત્રિકો હતા. * મંત્રી વસ્તુપાલ-તેજપાલે શત્રુંજય-ગિરનાર તીર્થના કાઢેલા સંઘોની વિગત – પ્રથમ સંઘ વિ. સં. ૧૨૪માં માતા-પિતાની હાજરીમાં, બીજો સંઘ વિ. સં. ૧૨૭૩માં માતાપિતાના આત્મશ્રેયાર્થે, ત્રીજો સંઘ ૧૨૮૪માં, ચોથો સંઘ વિ. સં. ૧૨૮૫માં, પાંચમો સંઘ વિ. સં. ૧૨૮૬માં, છઠ્ઠો સંઘ વિ. સં. ૧૨૮૭માં, સાતમો સંઘ વિ. સં. ૧૨૮૯માં, આઠમો સંઘ વિ. સં. ૧૨૯૦માં, નવમો સંઘ વિ. સં. ૧૨૯૧માં, દશમો સંઘ વિ. સં. ૧૨૯૨માં, અગિયારમો સંઘ વિ. સં. ૧૨૯૩માં, બારમો સંઘ વિ. સં. ૧૨૯૪માં. * સંઘવી ગુણરાજના વિ. સં. ૧૪૯૮માં નીકળેલ સંઘની વિગત – પ્રભુજીના ૭00 રથો-મંદિરો, શ્રી સોમસુંદરસૂરિ આદિ ૧૦૮ આચાર્યો, ૨ લાખ યાત્રિકો, ૩૬OOO શવ્યાપાલકો, પ00 ઘોડાઓ, ૮00 ઊંટો, ૧000 પાલખીઓ, 800 પિત્તલના ઘડાઓ ઇત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy