SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ] / જૈન પ્રતિભાદર્શન યથાર્થ હતું તે કીધું. એ જાણી રાણીઓને સંવેગ ઉત્પન્ન થયો અને તે બધી કૂતરીને વધુ પ્રેમ કરવા લાગી. પ્રેમ કરતાં કહેતી : “હે પુણ્યવંતી બહેન! તું તો ધર્મિષ્ટ હતી, તો પછી તે આવો ધમઢષ શા માટે કર્યો? એવો મત્સરભાવ ન રાખ્યો હોત તો આજે તને આવી ગતિ ન મળત.” આવું રોજ રોજ સાંભળતાં કૂતરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વભવ જાણી પ્રભુની પ્રતિમા સમક્ષ તેને પોતાના પાપની આલોચના કરી અને અનશન કર્યું. ત્યાંથી મૃત્યુ પામીને વૈમાનિક દેવી થઈ. ( આરોગ્યતિજ ) ઉજ્જયની નગરીમાં દેવગુપ્ત નામનો બ્રાહ્મણ હતો. તેણે નંદા નામે ભાર્યા હતી અને એક પુત્ર હતો. પૂર્વજન્મના દુષ્ટ કૃત્યોના કારણે તે રોગીષ્ટ હતો તેથી તેનું નામ પાડ્યું ન હતું. પણ લોકમાં તે રોગ નામે ઓળખાવવા લાગ્યો. એકવાર મુનિરાજ તેમના ઘરે ગોચરી હોરવા આવ્યા. તે સમયે બ્રાહ્મણે તેમના પુત્ર-રોગને સાધુના ચરણોમાં ધરીને વિનંતિ કરી કે, “હે ગુરુદેવ! આપ સર્વજ્ઞ છે તેથી કરુણા કરીને મારા આ પુત્રના રોગની શાંતિનો ઉપાય કહો.” સાધુએ કહ્યું કે “ગોચરી માટે નીકળેલા અમે સાધુઓ કોઈની સાથે કોઈપણ સાંસારિક વાત કરતાં નથી.” ત્યારે તે બ્રાહ્મણ મધ્યાહ્ન સમયે પુત્રને સાથે લઈ ઉદ્યાનમાં ગયો. ત્યાં ગુરુને વાંદીને તેણે પુત્રના દુ:ખનો ઉપાય ફરીથી પૂછડ્યો. ત્યારે ગુરુ બોલ્યા કે ““દુ:ખ પાપના કારણે હોય છે. તે પાપ ધર્મથી અવશ્ય નાશ પામે છે. જેમ અગ્નિથી બળતું ઘર જળના છંટકાવથી બૂઝાઈ જાય છે, તેમ સારી રીતે કરેલા ધર્મના કારણે સમગ્ર દુ:ખો શીઘ્રતાથી નાશ પામે છે. અને બીજા ભવમાં ફરીથી તેવાં દુઃખો ઉત્પન્ન થતાં નથી.” આ પ્રમાણે ઉપદેશ સાંભળી તે બન્ને પ્રતિબોધ પામ્યા અને જૈનધર્મી થયા. તેમાં પણ આ પુત્ર ધર્મમાં વિશેષ દૃઢ થઈ શુભ ભાવનાપૂર્વક રોગને સહન કરવા લાગ્યો. તે સાવદ્ય ઔષધ પણ લેતો નહીં. એકવાર ઈદ્ર રોગના દઢ ધર્મની પ્રશંસા કરી. તે વાત પર શ્રદ્ધા ન બેસવાથી બે દેવો વૈદ્યનું રૂપ ધરી રોગને ત્યાં આવ્યા અને બોલ્યા કે “અમે આ બટુકને સાજો કરી દઈએ; પરંતુ અમે કહીએ તે પ્રમાણે ક્રિયાઓ કરવી જોઈશે?” તેના સ્વજનો બોલ્યા કે ““શી ક્રિયા કરવાની છે તે કહો.” વૈદ્યોએ કહ્યું કે “અસાધ્ય એવા રોગો હોવાથી સવારે ઉઠતાવેત મધ ખાવાનું. પછી સાંજે મદ્યપાન કરવાનું અને રાત્રે ભોજનમાં જળચર, સ્થળચર અને ખેચરનું માંસ ખાવાનું.'' આ બધું સાંભળતાવેંત બકે કહ્યું, ““ક્ષમા કરો. વિદરાજ! આમાંનું એક પણ હું કરી શકું એમ નથી. કારણ કે આમાં મારા વ્રતનો ભંગ થાય છે. ત્યારે વિદ્યા બોલ્યા ““ધર્મનું સાધન શરીર છે તેથી તેને કોઈપણ પ્રકારે સાજું કરવું જોઈએ. તેમ કરવાથી જો વ્રતનો ભંગ થાય તો પાછળથી પ્રાયશ્ચિત લેવાથી તે વ્રત શુદ્ધ થઈ શકે છે.” આ પ્રમાણે તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી. તેમના સગાસંબંધીએ પણ રોગને સમજાવવા પ્રયત્ન કર્યો. છેવટે તે ગામના રાજાએ પણ રોગને યુક્તિ પ્રયુક્તિથી સમજાવ્યો. પણ તે વ્રતનો ભંગ કરવા ચલિત થયો નહીં. ત્યારે પ્રસન્ન થયેલા દેવોએ પ્રગટ થઈ તેની પ્રશંસા કરી અને તેનું શરીર રોગ રહિત કર્યું. નિરોગી થયેલા શરીરને જોઈ સર્વ સ્વજનો આનંદિત થયા. બીજા લોકો પણ ખુશ થયા અને કહેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy