SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૦૯ આ સંસ્થામાં પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ કરવામાં આવ્યો. મહત્ત્વના ગ્રંથોની નવી હસ્તલિખિત નકલો પણ પુષ્કળ તૈયાર થઈ. આ ભંડાર આજે પણ સચવાયેલો પડ્યો છે અને હેમરાજભાઈના અથાક પરિશ્રમ, આત્મભોગ, દૂરંદેશી તથા જ્ઞાનસાધનાની મૂક ગાથા ગાઈ રહ્યો છે. હેમરાજભાઈનાં કાર્યોને તત્કાલીન સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં તપાસીએ તો જ તેની ખરી મહત્તા સમજાશે. તેમના વિચારો ત્યારના સમાજ માટે નવા હતા. અનેક પ્રકારના અવરોધો વચ્ચે તેમણે કામ કરવાનું હતું. સમાજની અંદર દઢમૂળ થઈ ગયેલી રૂઢિઓ અને અજ્ઞાનતાની સામે તેમને લડવું પડ્યું. તેમની વાતોને ધર્મ વિરુદ્ધ ગણી લઈને લોકો તેમનો વિરોધ કરતા. પરંતુ ઊંડી વિચારણા અને આંતરિક સુઝના બળે હેમરાજભાઈ સમાજને નવો વળાંક આપવામાં સફળ થયા. તેમની સફળતામાં તેઓની સત્યશોધક દૃષ્ટિ અને વિનમ્ર વિદ્ધતાના સુંદર દર્શન થાય છે. કચ્છના ધર્મક્ષેત્રે આજથી સો-સવાસો વર્ષ પૂર્વે ઐતિહાસિક યોગદાન કરનાર આ ધર્મવીર પુરુષ બહુ નાની વયે અવસાન પામી ગયા. સં. ૧૯૪૪ માં સંસ્થાના કામે વડોદરા ગયેલા, ત્યાં જ તેમનું અવસાન થયું. દોઢસો વર્ષ પૂર્વે ધર્મક્ષેત્રે આવેલી નવજાગૃતિના સંદેશવાહક તરીકે શ્રી હેમરાજભાઈનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થની અનોખી ગાથા સંભળાવી જાય છે. આવા ધર્મપ્રાણ પુરુષો ધર્મની સાચી સેવા કોને કહેવાય તેનો દાખલો પૂરો પાડે છે. [–મુનિજી ભુવનચંદ્રમહારાજ) ( દાનેશ્વરી પ્રેમચંદ રાયચંદ ) આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાંના એ જમાનામાં આખા ને આખા મુંબઈ ઇલાકાને (તે વખતે મુંબઈ ઇલાકો કહેવાતો) પોતાના અર્થકારણની રમતમાં રમાડનાર હતા એક મહાન સાહસિક ગુજરાતી વેપારી. નામ એમનું પ્રેમચંદ. તેમના પિતાનું નામ રાયચંદ દીપચંદ, મૂળ વતની સુરતના અને જ્ઞાતિએ દશા ઓસવાળ જૈન. પિતા રાયચંદ દીપચંદના કુટુંબનો મોટો મોભો અને મોટી શાખ. દાદા ઝવેરીનો ધંધો કરતા અને તેમના મૃત્યુ બાદ પિતા રાયચંદ રૂ તથા બીજી ચીજોનો વેપાર કરતા. આમ બાપ-દાદા મોટા વેપારીઓ હતા એટલે ગળથુથીમાં જ વેપાર વણાયો હતો. પ્રેમચંદ શેઠે મુંબઈની ખાનગી નિશાળમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો. તે અરસામાં પિતા રાયચંદ શેઠ તેમના એક સગા રતનચંદ લાલા સાથે ભાગીદારીમાં દલાલીનો ધંધો કરતા હતા. ઇ. સ. ૧૮૫૨–૫૩ ની સાલમાં તેમનો ધંધો અને બજારમાં વગ સારાં એવાં વધ્યા એટલે તેમને વહીવટમાં કોઈ અંગ્રેજી ભાષા જાણકારની જરૂર પડી. આથી પોતાના ભાગીદારની સંમતિથી રાયચંદ શેઠે પ્રેમચંદને પોતાની સાથે ધંધામાં જોતર્યા. આમ, પ્રેમચંદ શેઠે ધંધાનો એકડો ઘૂંટવાની શરૂઆત કરી. એ જ ગાળામાં ઈ. સ. ૧૮૫૩માં તેમનાં લગ્ન થયાં. પ્રેમચંદનું વ્યક્તિત્વ તરવરાટવાળું હતું. તેઓ ભારે ચંચળ અને ચાલાક હતા. પોતાના ધંધાના વહીવટના એક ભાગ તરીકે બેન્કો સાથે તેમનો સતત સંપર્ક રહેતો. પ્રેમચંદ શેઠે બેન્કર્સ, શેરબજાર ઉપરાંત રૂબજાર અને અફીણબજારમાં પણ ઝંપલાવ્યું. અમેરિકામાં , લડાઈ જાગતાં તેમનો સિતારો બુલંદ થયો. મુંબઈ રાજ્યના અનેક ગામોમાં આડતિયાઓ મારફતે રૂ / To e Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy