SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૨૯ તે સ્ત્રી બીજી કોઈ નહીં પણ નાગીલા પોતે જ હતી. ઓહ! ભવદેવ મુનિ, આપ મને ન ઓળખી શક્યા? હું નાગીલા... ઓહ! નાગીલા-નાગીલા તું? તને છોડીને ભાઈની શરમમાં મેં દીક્ષા લીધી પણ તને ન ભૂલ્યો–મારી પ્યારી રાણી તને ન ભૂલ્યો. સવારે ઊઠી બધાની સાથે પ્રતિક્રમણ કરતાં કરતાં કાઉસગ્ગમાં પણ મને તું દેખાતી. મંદિરમાં પરમાત્માનાં દર્શન કરતાં મને તારી જ મૂર્તિ દેખાતી ! નાગીલા મુનિવરની મોહદશા ઓળખી ગઈ. એકદમ જાણે મેઘધનુષ્યનો ટંકાર થયો હોય તેમ બોલી, “મુનિવર, હું આપની પ્રિયતમા પૂર્વ અવસ્થામાં હતી. આજે તો હું ભરયૌવનમાં મને છોડીને જેણે સંયમધર્મ સ્વીકાર્યો છે એવા એક મહામુનિવરની પ્રતિછાયા છું. જીવનની હરક્ષણે-હરપળે-મારા હૃદય સિંહાસને મહામુનિ ભવદેવની વિરાગ મૂર્તિની મેં પૂજા કરી છે. હું પણ તમારી રોજ રાહ જોતી હતી કે એક દિવસ આ ભવદેવ મુનિ પાછા આવી અને પ્રતિબોધ કરી મારા પથદર્શક બનશે. મુનિવર, આ ભોગની માયા છોડીને યોગને યાદ કરો. અને એ જ વખતે, એક બાળક દોડતો આવીને કહે છે, “હમણાં જ હું શ્રાદ્ધનું ભોજન જમીને આવ્યો છું પણ બીજા ઘરે જમવાનું આમંત્રણ હોવાથી આ જમેલું વમી કાઢીને ફરીથી જમીશ.” એ વખતે મુનિવર બોલ્યા, “અરર! ફરી ભોજન કરવા ઊલટી કરી વમેલું તો ફરી ખવાતું હશે?'' - ત્યાં નાગીલા બોલી, ‘મુનિવર ! જો વસેલું ફરી ન લેવાતું હોય તો આ સંસારને પણ તમે છોડ્યો. છે. ફરીથી શા માટે મલમૂત્રની કોટડી જેવી આ સંસારની માયામાં પડવા તૈયાર થયા છો?'' ભોગ વમ્યાં તે મુનિ મનથી ન ઇચ્છે, ના અંગધન કુલના જેમ રે...... અને મુનિ ભવદેવના હૃદયમાં જ્ઞાનનો દીવડો ઝળહળી ઉઠ્યો. એકદમ તેઓ નાગીલાના પગમાં પડી ગયા. અને ધ્રુસકે ધ્રુસકે રડતાં કહે છે, “મા! મા! તે તારા દીકરાને પડતા બચાવી લીધો. હવે આ ભવદેવ સાચો મુનિ બનશે.” અને મુનિએ વિહાર કર્યો. જૈન શાસ્ત્રો એમ કહે છે કે, ભવદેવ મુનિએ એ પછી એટલી સુંદર સંયમ સાધના કરી કે, ત્રીજા મનુષ્ય જન્મમાં જંબૂકુમાર બની આઠ-આઠ પત્નીઓને ત્યજી, સંયમ લઈ શિવસુખ પામ્યા. અને નાગીલાનો આત્મા જંબૂસ્વામીના પટ્ટશિષ્ય પ્રભવસ્વામીરૂપે વિશ્વવિખ્યાત બન્યા. ધન્ય છે! જૈન શાસનની શણગાર એવી નાગીલા મહાસતીને. મહાસતી કલાવતી :– ભરખેસરની સજઝાય''માં ‘‘કલાવઈ પુષ્કચૂલાય” દ્વારા રોજ પ્રભાતે યોગીન્દ્રો પણ જેને વંદના કરે છે એવા મહાસતી કલાવતીનું નામ જૈન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. દેવશાળ નામની નગરી હતી. તેમાં વિજયસેન નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને શ્રીમતી નામની રાણી, જયસેન નામનો કુંવર અને કલાવતી નામની ગુણવાન કુંવરી હતી. બંને ભાઈ-બહેન વચ્ચે ખૂબ જ નિર્મળ પ્રેમની ગંગા વહેતી હતી. જયારે કલાવતી યૌવનકાળમાં આવી ત્યારે તેનું રૂપ સોળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy