SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન કળાએ ખીલી ઉઠ્યું. તે જૈનધર્મના સંસ્કારે રંગાયેલી હતી. પોતાની પુત્રીને યૌવનવયમાં આવેલી જોઈ વિજયસેન રાજાએ લગ્ન માટે સ્વયંવર યોજ્યો. અને આ સ્વયંવરમાં રાજા શંખ સાથે કલાવતીનાં લગ્ન થયાં. શંખ રાજા અને કલાવતીનું લગ્ન-જીવન આનંદ-પ્રમોદ સાથે પસાર થવા લાગ્યું. સતી કલાવતી એ સમય દરમ્યાન શુભ સ્વપ્ન સુચિત ગર્ભવતી બની. આ સમાચાર જાણી રાજા શંખ અત્યંત ખુશ થયા. કલાવતી ગર્ભવતી છે તે સમાચાર તેના પિયર પહોંચતા તેનાં માતા-પિતા અને ભાઈ પણ ખૂબ જ ખુશ થયાં. તેની ખુશીમાં ભાઈ જયસેને પોતાની લાડલી બેન માટે રત્નજડિત હાથે પહેરવાનાં બેરખાં (બંગડી) મોકલ્યાં. તે લઈને વિજયસેન રાજાનો દૂત શંખપુરીમાં આવ્યો અને કલાવતીને બેરખાં ભેટ આપ્યાં. તે સમયે કલાવતીની સખીઓ આ બેરખો જોઈ ખુશ થઈ અને પૂછવા લાગી, “સખી! આવા સુંદર બેરખાં કોણે મોકલ્યાં?' એ જ સમયે રાજા શંખ પણ ત્યાં આવી ચડ્યા અને કુતુહલથી છુપાઈને સખીઓ સાથેનો વાર્તાલાપ સાંભળવા લાગ્યા. તે સમયે કલાવતી સખીઓને કહે છે, “મને જે વહાલો છે તેણે આ બેરખાં ભેટ મોકલ્યાં છે.' રાજા આ સાંભળી શકામાં પડી જાય છે. શંકાએ રાજાના મનમાં કલાવતી ઉપર ગુસ્સો પેદા કર્યો. અને વિચારવા લાગ્યો કે, જેને હું મહાસતી માનતો હતો તે સ્ત્રી આવી નીચ અને પરપુરુષમાં આસક્ત છે! મારા પર પ્રેમ હોવાનો ખોટો ડોળ કરે છે. ધિક્કાર છે આવી સ્ત્રીને. ગુસ્સામાં ને ગુસ્સામાં રાજાએ પોતાના સેવકોને બોલાવી હુકમ કર્યો કે, “અત્યારે ને અત્યારે રાણી કલાવતીને જંગલમાં લઈ જઈને બન્ને હાથ કાપી, મારી સમક્ષ એ હાથ લાવો.” ઊંઘતી કલાવતીને ચૂપચાપ રથમાં નાખી સેવકો જંગલમાં લઈ ગયા. કલાવતી જાગી ગઈ. સેવકોના મુખથી તેને ખબર પડી કે, મારા પતિને મારા ચારિત્ર પર શંકા જાગી છે અને મારાં બંને કાંડાં કાપી નાખવાનો હુકમ મારા પ્રાણપ્યારા પતિએ કર્યો છે. કલાવતીના બંને કાંડાં કપાઈ જવાથી એને ઘોર વેદના થાય છે. લોહીની ધારાઓ વહેવા લાગે છે અને એ જ વખતે એ ગર્ભવતી મહાસતી પુત્રરત્નને જન્મ આપે છે. પુત્રના રુદનનો અવાજ કલાવતીના કાનમાં સંભળાય છે. બંને હાથનાં કાંડાં તો છે નહીં. કેવી રીતે પુત્રને હાથમાં લે? કેવી રીતે સ્તનપાન કરાવે? કલાવતી વિચારે છે : અરેરે! ક્ષણમાં આ શું થઈ ગયું? એક બાજુ પતિએ ત્યાગ કર્યો. બંને કાંડાં કપાઈ ગયાં અને બીજી બાજુ મારા લાલ તું મારી કુખે જનમ્યો. કર્મરાજાની આ બલિહારી છે. કર્મરાજાને શરમ નથી. મારા કર્મનાં ફળ અત્યારે હું ભોગવી રહી છું. ત્યાં એના કાનમાં પોતાના લાડકવાયા તરતના જન્મેલા પુત્રના રુદનનો અવાજ સંભળાયો અને એ વખતે કલાવતીએ રડતા હૈયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં પ્રાર્થના કરી કે, “હે જિનશાસન દેવો! મેં આજ સુધી અખંડ શિયલવ્રત પાળ્યું હોય--મારા મનમાં કદીય પરપુરુષ માટે વિકાર જાગ્યો ન હોય તો મને મદદ કરો.” અને એ જ ક્ષણે શાસનદેવનું આસન કંપાયમાન થયું. કલાવતીના બંને કાંડાં બેરખાં સહિત પાછાં { આવ્યાં. બાળકને ખોળામાં લઈ પ્યારભર્યું ચુંબન કર્યું શિયલના પ્રભાવથી શું નથી બનતું? દેવોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy