________________
અભિવાદન ગ્રંથ ]
[ ૨૩૧
સિંહાસનો ડોલે છે, સર્પ ફુલમાળામાં ફેરવાય છે અને અગ્નિ જલરૂપ બને છે.
આ બાજુ સેવકોએ મહારાજા શંખ સમક્ષ કલાવતીનાં બંને કાંડાં બેરખાં સાથે રાજાને આપ્યાં. રાજા ખુશ થઈ ગયો. એને વિચાર આવ્યો કે, આ બેરખાં આપનાર છે કોણ? એ દુષ્ટને પણ સજા કરું. એમ વિચારી બંને બેખાં હાથમાં લઈ જોવા લાગ્યો. જોયું તો બેરખાં ઉપર લખેલું હતું, “વ્હાલી બેન કલાવતીને જયસેન તરફથી ભેટ.' આ લખાણ વાંચી રાજા એકદમ ચમકી ગયો.
અરે ! આ શું? જયસેન તો કલાવતીનો ભાઈ છે. શું ભાઈએ બેન માટે ભેટ મોકલી હશે? અને ભાઈને બેન તો પ્યારી જ હોય ને! વગર વિચાર્યું કામ કરવાથી મારા હાથે કેવો ભયંકર અનર્થ થઈ ગયો. એક મહાસતીને મેં કલંક આપી અન્યાય કર્યો. ધિક્કાર છે મારી જેવા પાપી આત્માઓને! રાજા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.
રાજ્યના મહામંત્રીને ખબર પડી કે, તે દોડીને આવ્યા. રાજાને આશ્વાસન આપ્યું કે, રાજન! પસ્તાવો કરવાથી કંઈ વળવાનું નથી. આપ ધીરજ ધરો. મહારાણી કલાવતી મહાસતી છે. એ જ્યાં હશે ત્યાં દેવો એને સહાય કરતા હશે.
કલાવતીની શોધખોળ શરૂ થઈ અને જંગલમાંથી કલાવતી પ્રાપ્ત થયાં. રાજા-રાણી એકબીજાને જોઈ રાજી થયાં. રાજાએ રાણીની ક્ષમા માંગી અને આ રીતે સુખમય દાંપત્યજીવન વિતાવવા લાગ્યાં.
એક વખત એક મહાજ્ઞાની મુનિભગવંત પધાર્યા. શંખ રાજા અને કલાવતી ગુરુભગવંતને વંદન કરવા ગયાં અને ત્યાં રાજા ગુરુદેવને પ્રશ્ન પૂછે છે કે, “હે ભગવંત! કલાવતી મહાસતી હોવા છતાં તેના કાંડાં શાથી કપાયાં?” ગુરુભગવંત પૂર્વભવ કહેવા લાગ્યા :
મહાવિદેહ ક્ષેત્રમાં મહેન્દ્રપુર નગરમાં વિક્રમ રાજા અને લીલાવતી રાણી હતાં, જેની પુત્રી સુલોચના હતી. સુલોચનાએ એક પોપટ પાળ્યો હતો. પોપટને લઈ એક દિવસ તે જિનમંદિરમાં ગઈ. પોપટ પરમાત્માની પ્રતિમાનાં દર્શન કરતાં કરતાં જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. અને તે વખતે તે પોપટે પ્રતિજ્ઞા કરી કે, પરમાત્માનાં દર્શન કર્યા વગર મુખમાં કંઈ નાખીશ નહીં. બીજા દિવસે સુલોચનાએ પોપટને પાંજરામાંથી બહાર કાઢ્યો અને પોપટ ઊડીને તે વખતે સીધો જિનમંદિરમાં જઈ પરમાત્માનાં દર્શન કરવા લાગ્યો. દર્શન કરીને પોપટ પાછો આવ્યો. સુલોચનાએ ફરીથી પોપટ ઊડી ન જાય તે માટે તેની બંને પાંખો કાપી નાખી. - હવે પોપટ ઊડી શકતો નથી. તેથી પોપટે અણશણ કર્યું. અનશન કરી કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થયો. સુલોચના પણ પોપટના વિરહમાં ઝૂરી ઝૂરીને મરણ પામી અને તે જ દેવલોકમાં તે જ દેવની દેવી તરીકે ઉત્પન્ન થઈ. ત્યાંથી બંને આત્માઓ અવી મનુષ્યપણે ઉત્પન્ન થયા. પોપટનો જીવ તે રાજા શંખ થયો અને સુલોચનાનો જીવ તે રાણી કલાવતી થયો.
પૂર્વભવે પોપટની પાંખો કાપી હતી તેથી આ ભવમાં તેના કાંડાં કપાયાં.
રાજા-રાણી બંને આ હકીકત સાંભળી પશ્ચાત્તાપ કરતાં કરતાં વૈરાગ્યે રંગાયા અને ચારિત્ર અંગીકાર કર્યું. બંને આત્માઓ ચારિત્રના પ્રભાવે દેવલોકમાં ઉત્પન્ન થયા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org