SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૦૯ ભરવાડણ માખણ કાઢવા માટે વલોણું કરી રહી હતી. જોરથી દોરડું ખેંચતાં અને છોડતાં તેના કાનની બૂટીમાંની મોતીની સેરો આમતેમ ઝૂલતી હતી. વિમળે બાણ ચડાવીને બરોબર મોતીની સેર વીંધી નાંખી. ટીખળિયા જુવાનોએ વિમળની મશ્કરી કરવા બદલ ક્ષમા માગી. આરસ કે વારસ? આબુ ઉપરનાં જિનાલયના નિર્માણમાં વિઘ્નો આવતાં હોવાથી વિમળ મંત્રીએ અઠ્ઠમ કરીને અંબિકાજીનું સાંનિધ્ય મેળવ્યું. વિમળનાં ધર્મપત્નીનો ખોળો હજી ભરાયો ન હતો એટલે તેમની ઇચ્છા દેવી પાસેથી સંતાનપ્રાપ્તિનું વરદાન મેળવવાની હતી. દેવીએ તેમના મનોભાવો જાણીને કહ્યું, ‘‘હું તમારી ઉપર પ્રસન્ન છું. પણ તમે એક જ વરદાન માંગો; કાં મંદિરના નિર્વિઘ્ન નિર્માણનું; કાં સંતાનપ્રાપ્તિનું (કાં આરસનું, કાં વારસનું).’’ આ અંગે દંપતીએ વિચાર કરવાનો સમય માગ્યો. બીજે દિવસે પહાડમાં ફરતાં ફરતાં તેઓ વિચાર કરતાં હતાં, ત્યાં તેમને પાણીની તરસ લાગતાં વાવમાં ઊતર્યાં. જ્યાં ખોબાથી પાણી પીવા જાય છે ત્યાં પાછળથી કોઈ છોકરો દોડતો આવ્યો અને કહેવા લાગ્યો કે, ‘‘વાવનું પાણી પીતાં પહેલાં મને તેના પૈસા આપો. આ વાવ મારા પિતાની છે. મારી આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હોવાથી મારો જીવનગુજારો વાવના પાણી ઉપર લાગો (પૈસા) લેવાથી જ થાય છે.'' આ સાંભળીને વિમળે પત્નીને કહ્યું, ‘લે, સાંભળ! કાલે આપણા જિનાલયમાં દર્શનાર્થે આવતા લોકો પાસેથી દીકરો પૈસા માંગશે તો? માટે દીકરો નથી માગવો.....કબૂલ?’' પત્નીએ તરત કબૂલ કર્યું. દેવીએ મંદિરનિર્માણનાં વિઘ્નોને દૂર કરી દીધાં. સંઘપતિ ઝાંઝણની વિરલ ભક્તિ માંડવગઢમંત્રી પેથડશાના પુત્ર ઝાંઝણે વિ. સં. ૧૩૪૦માં એકદા સિદ્ધગિરિનો સંઘ કાઢ્યો હતો. તેમાં જૈનાચાર્ય ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજા સહિત ચોવીસ આચાર્યો હતા. રસ્તામાં કર્ણાવતી આવ્યું. સંઘે ગામ બહાર પડાવ નાખ્યો. નરેશ સારંગદેવે ઝાંઝણને આમંત્રણરૂપે જણાવ્યું કે, ‘‘તમારામાં જેટલા મુખ્ય હોય તે બે-ત્રણ હજાર ભાઈ-બેનો મારા મહેલે ભોજન માટે પધારો.'' સંઘમાં પૂરા અઢી લાખ માણસો હતા. સંઘપતિ ઝાંઝણે જવાબ વાળ્યો કે, ‘“મુખ્ય અને ગૌણ એવા બે ભેદ મારા સંઘમાં નથી. આપ જણાવો તો અમે બધા આવીએ; નહિ તો કોઈ નહિ. વળી હવે હું આખા ગુજરાતની અઢારે કોમને જમવા માટેનું આમંત્રણ આપું છું. આપ લાગતાવળગતા તમામ રાજવીઓ દ્વારા ગુજરાતની પ્રજાને મારું આમંત્રણ પાઠવશો એવી આશા રાખું છું. મારા શ્રીસંઘના કાર્યની પૂર્ણાહુતિ થાય ત્યાર પછીના, આપ જણાવો તે કોઈ પણ પાંચ દિવસમાં હું આ કાર્ય કરીશ.’’ સારંગદેવની કૃપણતાને ઝાંઝણની આ લપડાક સખત વાગી ગઈ. તેણે આ ઝાંઝણને બેઆબરૂ કરવા માટે કમર કસી. ચારે બાજુ જમણ માટે મુક૨૨ કરેલા પાંચ દિવસની જાણ કરવામાં આવી. અને...સમગ્ર ગુજરાતનું જમણ શરૂ થયું. લગાતાર પાંચ દિવસ સુધી રોજના પાંચ લાખ માણસોએ જુદાં જુદાં સ્થળોએ ઊભાં કરાયેલાં નાનાં-મોટાં રસોડા ઉપર લાભ લીધો. છઠ્ઠા દિવસે ઝાંઝણ સારંગદેવ પાસે ગયો. રાજાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy