SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ] હરિણૈગમૈષી દેવનો અધિકાર એકવાર પ્રભુ મહાવીરદેવે સૌધર્મેન્દ્રના સવાલના જવાબમાં કહ્યું હતું કે, ‘‘મારા નિર્વાણ પછી એક હજાર વર્ષ બાદ ચૌદેય પૂર્વના શ્રુતનો વિચ્છેદ થશે. એ વખતે જે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ થશે તે હાલ અહીં બેઠેલા હિરણૈગમેષી દેવનો આત્મા છે. એનું દેવાયુ પૂર્ણ કરીને તે વેરાવળના રાજા અરિદમનની રાણી કલાવતીના પુત્ર તરીકે જન્મ પામશે. પરંતુ આ રાજપુત્ર દુર્લભબોધિ હોવાથી તે ઝટ ધર્મ પામી શકશે નહિ.’’ ત્યાં બેઠેલા હરિણૈગમેષી દેવે પોતાના ભાવિને સાંભળ્યું. દેવલોકમાં જઈને તેણે પોતાના સ્વામી ઇન્દ્રને કહ્યું કે, ‘‘ઘણા કાળ સુધી વફાદારીપૂર્વક મેં આપની સેવા કરી છે, તેના બદલામાં હું એક જ વસ્તુ માગું છું કે મને તે રાજપુત્રના ભવમાં ધર્મમાર્ગે ચડાવી દેવો. પ્રભુએ મને ‘દુર્લભબોધિ’ કહ્યો છે, એથી મારા મનમાં ચિંતા પેદા થઈ છે.’’ [ જૈન પ્રતિભાદર્શન દેવરાજે કહ્યું, ‘‘તારા વિમાનની દીવાલ ઉપર તું લખ કે, ‘‘તારી પછી તારા સ્થાને જે દેવાત્મા આવે તે તને રાજપુત્રના ભવમાં પ્રતિબોધ કરે. આ દેવોના રાજા ઇન્દ્રની આણ (આજ્ઞા) છે.'' હિરણૈગમેષીએ તેમ કર્યું. એક હજાર વર્ષનું આયુષ્ય પૂરું થઈ જતાં તે વેરાવળમાં કલાવતી રાણીના પુત્ર તરીકે જન્મ પામ્યો. પરંતુ સંગના રંગે તેનું જીવન ધર્મથી વિમુખ બની રહ્યું. તેના સ્થાને આવેલા દેવાત્માએ ઘણી માયાજાળો વિક્ર્વીને, ભય વગેરે પમાડીને તેને પ્રતિબોધ કર્યો. અંતે તેણે દીક્ષા લીધી. એ જ જૈનશાસનના મહાન શાસનપ્રભાવક આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ થયા. પેથડનો બ્રહ્મચર્ય-અભિગ્રહ એ હતો માંડવગઢનો મંત્રીશ્વર પેથડ. એક વખતનો ઘી વેચતો સાવ ગરીબ પેથો, હવે નસીબે યારી આપતાં માંડવગઢનો મહામંત્રી બન્યો હતો. તેને વાર્ષિક પગારરૂપે રાજ તરફથી એકસો સુડતાલીસ (૧૪૭) મણ સોનું મળતું હતું. ભરયુવાનીમાં તેણે ધર્મપત્ની સાથે નાનકડી વાતચીતમાંથી પૂર્ણ બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું હતું. તે વ્રતનું પાલન અખંડિતપણે કરવાના કારણે તેની શાલમાં તેના નિર્મળ પરમાણુઓ પ્રવેશ્યા હતા. જેના કારણે તે શાલ ગમે તેટલા તાવ વગેરે રોગવાળા માણસને જો ઓઢાડવામાં આવે તો રોગ થોડી જ વારમાં દૂર થઈ જતો. એક વાર રાજા જયસિંહની રાણી લીલાવતીને આ શાલના પ્રભાવથી રોગમુક્ત કરવામાં આવી હતી. વિમળશાહ ઃ ઉદારતા અને વીરતા : Jain Education International રાજા ભીમદેવના મંત્રી વિમળશાહે અઢાર કરોડ સોનામહોર ખર્ચીને આબુના પહાડ ઉપ૨ જિનાલયો બાંધ્યાં છે. એમની આ ઉદારતાને જોઈ સહુકોઈનું માથું નમી જતું. એક વાર તે વિમળશાહ ઘોડા ઉપર બેસીને ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ઊભેલા કેટલાક ટીખળમાં હસ્યા. જ્યારે ઘોડો તેમની નજીકથી પસાર થયો ત્યારે વિમળે આટલા શબ્દો સાંભળ્યા, ‘વિમળશાહ તો દેરાં બાંધી શકે, પણ શત્રુ ચડી આવે તો તેને બાણથી વીંધી ન શકે, હોં.’' તરત શાહ ઘોડા ઉપરથી નીચે ઊતર્યા, થોડે જ દૂર કોઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy