SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૫૯ દારૂ તો પીવું જ પણ કંદોરાની ગાંઠ છોડી ગંઠસી પચ્ચખ્ખાણ પારીને' તેવી હાસ્યપદ બાધા લેનાર કુવિંદ વણકરે નવી આણેલી રેશમદોરની મડાગાંઠ ન છૂટતાં દારૂની તલપ-તરસમાં જ પ્રતિજ્ઞા અભંગ રાખી પ્રાણ છોડ્યા, પણ ટેકીલા નિયમ પ્રભાવે તે જ મૃત્યુ સિદ્ધાચલજીના રક્ષક અધિષ્ઠાયક દેવ બનવામાં નિમિત્ત બની ગયું. આવી જ રીતે વંકચૂલે મેળવેલી ચાર વિચિત્ર વ્રત-પ્રતિજ્ઞાઓ તેના અભ્યુદયનું કારણ બની. વ્રત પ્રભાવે તો ચેડારાજા, વરુણ શ્રાવક, વજ્રકર્ણ વગેરે અનેક ધીર-વીરોએ આત્મકલ્યાણનો માર્ગ પ્રશસ્ત બનાવ્યો છે. ૧૧. વિચિત્ર સંસારનાં વિધ-વિધ પાત્રો જૈન કથાનુયોગમાં જ્ઞાતાધર્મકથાગમ પ્રખ્યાત છે, જેનું વાંચન-મનન-ચિંતન ને નિદિધ્યાસન નવી જ દિશા દેખાડે છે, પ્રેરણા આપે છે ને જીવનનાં મૂલ્યો સમજાવે છે. પ્રતિભાશાળી પરમાત્માના શાસનમાં વિવિધ પ્રકારે પ્રગતિ પામનાર વિરલાઓ પૈકી નિમ્નાંકિત પાત્રોને ઓળખીએ. (૧) રાજવી શ્રેણિક :—સ્વયંનાં પૂર્વકર્મોના ભારે ચારિત્રપ્રાપ્તિમાં ધરાર નિષ્ફળ ગયા, પણ સ્વયંની અનેક રાણીઓ, સુપુત્રોને સંયમમાર્ગે ખુશીથી જવા દીધા, કારણકે ક્ષાયિક સમિતના ધણી હતા. તેથી જ તો પોતાનાં પુત્ર-પુત્રીઓ માટે પ્રવ્રજ્યાપંથની પરવાનગી પ્રહર્ષથી આપનાર વાસુદેવ શ્રીકૃષ્ણની જેમ તેઓ પણ આવતી ચોવીશીમાં તીર્થંકરપદ પામી મોક્ષ મેળવવાના છે. (૨) કનકવતી ઃ—આયંબિલ તપ કરી પ્રભુના ભાલમાં તિલક જડાવી ભક્તિ કરનાર જીવાત્મા સતી દમયંતી બન્યો, જેણીના લલાટમાંથી જ પ્રકાશપુંજ ઝરતો હતો. તે પછીનો દેવીનો ભવ પૂર્ણ કરી કૃષ્ણપિતા વસુદેવની પત્ની કનકવતી બનવાનું પુણ્ય ઉદયમાં આવ્યું ત્યારે તેણીના લગ્ન પ્રસંગને માણવા સ્વયં પૂર્વભવના પતિ નળરાજ જેઓ કુબેર દેવ બન્યા હતા, દેવલોકથી આવ્યા. એક નારીના લગ્ન પ્રસંગે શક્તિશાળી દેવ આવી ઉજમણા કરે તેવી ઘટનાના મૂળમાં કનકવતીની ધર્મારાધના મુખ્ય હતી. (૩) ચેડા રાજા :—પોતાની સાત રૂપવતી—ગુણવતી પુત્રીઓને પરણાવવામાં પણ ઉદાસીન રાજા પ્રભુ વીરકાળે થયા. ધર્મારાધનાને જ પ્રધાન રાખી, શરણે આવેલ દોહિત્રાઓ હલ્લ-વિહલ્લની રક્ષા હેતુ યુદ્ધમાં ઊતરવું પણ પડ્યું તોય ફક્ત એક બાણથી વધુ ન છોડવું તેવી દૈનિક પ્રતિજ્ઞા અભંગ પાળી મરણ વેળા દેખી કૂવે ઝંપલાવ્યું પણ ધરણેન્દ્ર દેવે રક્ષા કરી. અંતે સમાધિ પૂર્વક દેવલોક સાધ્યો. ન (૪) સત્યકિ :—પેઢાલ વિદ્યાધરે ધૂમ્ર, વિપુર્વી વ્યામોહ પમાડી સાધ્વી સુજ્યેષ્ઠા થકી પુત્ર સત્યકિની પ્રાપ્તિ કરી. ચેડાપુત્રી સાધ્વી પાસેથી બાળકને જન્મ પછી હરણ કરી વિદ્યાઓ શીખવાડી તે જ સત્યકિએ પાંચ જન્મમાં વિદ્યાઓ સાધી પણ ન ફળી, છઢે ભવે ફળી પણ છ માસ શેષ આયુ હોવાથી તુષ્ટ થયેલ રોહિણી વિદ્યાનો અસ્વીકાર કર્યો. પછીના ૭મા ભવમાં વિદ્યા લલાટ દ્વારા પ્રવેશ પામી જેથી તે જ સત્યકિ ત્રિનેત્રધારી મહાદેવ કહેવાયા. પ્રભુવીરે કહેલ આગાહી મુજબે તેણે વિદ્યાધર કાલ સંદીપને તો માર્યો જ, ઉપરાંત દંભી પિતા પેઢાલને પણ મારી નાખ્યો. છતાંય અંતરમાં પ્રભુભક્તિ વસેલી હોવાથી વિદ્યાધર બની પ્રભુ વીર પાસે નાટ્યપૂજા કરી, સમિતધારી તે જ સત્યકિ આવતી ચોવીશીમાં અગીયારમા તીર્થંકર સુવ્રત નામે થઈ શાસન શોભાવશે. (૫) વાગુર શેઠ :—પુરિમતાલના શ્રેષ્ઠીને ઘેર માટીની ખોટ હતી. લોકોએ અનેક ઉપાયો કહ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy