SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ] [ જૈન પ્રતિભાદર્શન અકબર બાદશાહને શ્રી હીરવિજયસૂરિનાં દર્શનની ઇચ્છા જાગી. એમણે અમદાવાદના સૂબેદાર શહાબુદ્દીન અહમદખાં પર આ અંગે ફરમાનપત્ર મોકલ્યો. સૂબેદાર અને અન્ય જૈન શ્રાવકોએ શ્રી હીરવિજયસૂરિજીને ધર્મપ્રભાવના અને ધર્મોપદેશ અર્થે અકબર પાસે જવા વિનંતી કરી. વિ. સં. ૧૬૩૮ના માગસર સુદ ૭ ને દિવસે ગંધાર બંદરેથી શ્રી હીરવિજયસૂરિએ પ્રયાણ કર્યું. રસ્તામાં આવતા સરોતર ગામમાં અર્જુન ઠાકોર નામના બહારવટિયાને ધર્મોપદેશ આપીને કુવ્યસનોનો ત્યાગ કરાવ્યો. વિ. સં. ૧૬૩૯ના જેઠ વદ ૧૩ ને શુક્રવારે શ્રી હીરવિજયસૂરિજી ફતેહપુર પહોંચ્યા. શહેનશાહ અકબરે સૂરિજીને આવતા જોઈને સિંહાસનેથી ઊતરીને સામે ચાલીને પ્રણામ કર્યા. શેખ સલીમ, મુરાદ અને ધનિયા —એ અકબરના ત્રણે રાજકુમારોએ પણ નમસ્કાર કર્યા. આ સમયે ફતેહપુર સિક્રીના શાહી મહેલમાં કીમતી ગાલીચા બિછાવેલા હતા. સૂરિજીએ તેના પર ચાલવાની ના પાડી. અકબરને આશ્ચર્ય થયું. હીરવિજયસૂરિએ કહ્યું કે વસ્ત્રથી ઢાંકેલી જમીન પર પગ મૂકવાનો જૈન મુનિઓ માટે નિષેધ છે, કારણ કે કદાચ એની નીચે કીડી કે કોઈ જીવજંતુ હોય તો તે કચડાઈ જાય. અકબરે ગાલીચો ઉપડાવ્યો તો નીચે સેંકડો કીડી-મંકોડા હતાં. અકબરના આશ્ચર્યનો પાર ન રહ્યો. બાદશાહે જાણ્યું કે સૂરિજી આટલી મોટી વયે પાવિહાર કરીને આવ્યા છે, તેથી એને વિશેષ આશ્ચર્ય થયું. અકબરે પોતાની કુંડળી અને ભવિષ્ય વિષે પૂછ્યું ત્યારે સૂરિજીએ કહ્યું, ‘‘આવો ફળાદેશ ગૃહસ્થો આપે, એમને આજીવિકા રળવાની હોય છે. અમે તો માત્ર મોક્ષમાર્ગના જ્ઞાનની અભિલાષા રાખીએ છીએ.’' આ પ્રસંગે અકબરે ઉપકારનો ભાર હળવો કરવા સોનું-ચાંદી સ્વીકારવાની વાત કરી, ત્યારે સૂરિ મહારાજે કહ્યું, કે તેઓ આવું કશું સ્વીકારી શકે નહીં. એમ છતાં જો આપવું જ હોય તો પાંજરામાં પૂરેલાં પશુ-પંખીને મુક્ત કરો. ડાબર નામના બાર કોશના વિશાળ તળાવમાં હજારો જાળો નાખીને થતી માછીમારી બંધ કરાવો. પર્યુષણ પર્વના દિવસોમાં કોઈ પણ માનવી કોઈ પણ પ્રકારની હિંસા ન કરે તેવું ફરમાન કરો. વર્ષોથી કેદમાં પડેલા કેદીઓને મુક્ત કરો. શહેનશાહ અકબરે સૂરિજીની આજ્ઞા પ્રમાણે કર્યું. તેમાં પણ પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસમાં બાદશાહે પોતાના તરફથી વધુ ચાર દિવસો ઉમેરીને બાર દિવસ માટે જીવવધ બંધ કરવાનો હુકમ આપ્યો. વળી ગુજરાત, માળવા, અજમેર, દિલ્લી-ફતેહપુર, લાહોર અને મુલતાન સુધીના પોતાના સામ્રાજ્યમાં આ ફરમાન મોકલી આપ્યાં. એ જ રીતે ગિરનાર, તારંગા, શત્રુંજય, કેસરિયાજી, આબુ, રાજગૃહી અને સમેતિશખરજી જેવાં તીર્થોમાં આસપાસ કોઈએ જીવહિંસા કરવી નહીં એવું ફરમાન કર્યું. વિ. સં. ૧૯૪૦માં શ્રી હીરવિજયસૂરિને જગદ્ગુરુની પદવી આપી. એ સમયે આગ્રા, ગ્વાલિયર અને અન્ય સ્થાનોમાં વિહાર કરીને શ્રી હીરવિજયસૂરિએ જૈન ધર્મની ખૂબ પ્રભાવના કરી. હજારો હિંદુઓ અને મુસલમાનોએ માંસાહાર અને મદિરાનો ત્યાગ કર્યો. વિ. સં. ૧૫૮૩માં ઓશવાળ પિરવારમાં જ પાલનપુરમાં જન્મેલા હીરવિજયસૂરિ વિ. સં. ૧૬૧૦માં આચાર્ય બન્યા. એમણે શહેનશાહ અકબરને પ્રતિબોધ આપ્યા બાદ સાઠ વર્ષની ઉંમરે વિહાર કર્યો. એ સમયે શ્રી શત્રુંજય મહાતીર્થમાં દરેક યાત્રાળુ પાસે મુંડકાવેરો લેવાતો હતો. ક્યારેક એક-એક સોનામહોર આપવા છતાં યાત્રાળુને એમની ભાવના પ્રમાણે યાત્રા કરવા દેવામાં આવતી નહોતી. આવો મુંડકાવેરો માફ કરવાનું સૂરિજીના સૂચનથી શહેનશાહ અકબરે ફરમાન કર્યું. સૌરાષ્ટ્રના ઊના ગામમાં વિ. સં. ૧૬૫૨ના ભાદરવા વદ ૧૧ના દિવસે આચાર્યશ્રી સ્વર્ગવાસ પામ્યા. આ સ્થળે એમના અગ્નિસંસ્કાર માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy