________________
અભિવાદન ગ્રંથ |
'T ૫૦૩
મંત્રીશ્વર મહણસિંહે સદ્ગુરુના સંયોગોને પામીને એવો અભિગ્રહ કર્યો કે દરરોજ પ્રતિક્રમણ કરવું. મંત્રીપદની ભારે જવાબદારી વચ્ચેય સમય કાઢીને પ્રસન્નતાપૂર્વક પ્રતિક્રમણના અભિગ્રહને સાચવતાસાચવતા એકવાર કોઈ કારણસર રાજા ગુસ્સે ભરાયો અને મંત્રીશ્વરને જેલમાં પૂરી દીધા.
રાજા--વાજા ને વાંદરા....ત્રણે એક સરખા. આવા ધર્મપ્રિય મંત્રીશ્વર જેલમાં ગયા પછી પરિવારની ચિંતા નથી કરતા પણ વિચારે છે કે જેલમાં મારો પ્રતિક્રમણ કરવાનો નિયમ કેવી રીતે પાળીશ? વિચારજો કે ગ્રહણ કરેલ નિયમમાં કેટલી દઢતા છે. તેમણે જેલમંત્રીને વાત કરી કે મને સાંજે મારી ધાર્મિક ક્રિયા કરવાની થોડી છૂટ આપ અને એક કલાક માટે બેડીનાં બંધન છોડ.
પણ જેલરે સ્પષ્ટ ના પાડી...રાજ હુકમ છે કે તમારા બંધન છોડવા નહિ. છે ને કર્મની બલિહારી... એક સમય એવો હતો કે જેલ અધિકારી આદિ પદાધિકારી માહણસિંહને સલામ કરતા....ને હવે!
છેવટે મંત્રીશ્વરે નક્કી કર્યું કે બધા વિના ચાલે પણ પ્રતિક્રમણ કર્યા વિના ન ચાલે, એટલે છેવટે સમજાવટથી કામ ન પત્યું એટલે દામથી પણ કાર્ય તો કરવું જ રહ્યું એમ માની જેલરને કહ્યું કે, જો એક દિવસમાં ફક્ત કલાક આ બેડી છોડે તો દરરોજ એક સોનામહોર આપીશ. અને આ પ્રમાણે ૫૦ દિવસ જેલમાં રહ્યા અને રોજ એક સોનામહોર આપીને પ્રતિક્રમણ કર્યું.
આ પ્રમાણે પોતાના નિયમને જાળવવા ખાતર દ્રવ્યનો જરાય વિચાર ન કર્યો. આવા દઢતાપૂર્વક પ્રતિજ્ઞાને વળગી રહેનાર.. મંત્રીશ્વર માહણસિંહને ક્રોડો ધન્યવાદ...
( લુણિગ) ઇતિહાસના પાને અમર થઈ ગયેલ લુણિગની સ્મૃતિ અત્યારે કોઈ ખૂણામાં છુપાઈ ગઈ છે.
શું તમે વસ્તુપાલ–તેજપાલને નથી જાણતા? જાણો છો જ. કેટલીયે વાર એમનું નામ તમારા મોઢે આવતું હશે, તો એમના જ ભાઈ લુણિગને કેમ ભૂલી ગયા છો?
આજે તમને ભૂતકાળમાં ડોકીયું કરાવું, અતીતના સંસ્મરણો દ્વારા વિરલ વિભૂતિના દર્શન કરાવું. શેઠ આશવાલને ચાર દીકરા સૌથી મોટો લુણિગ, બીજો માલદેવ, ત્રીજો વસ્તુપાલ ને ચોથો તેજપાલ.
પિતાના અવસાન બાદ લક્ષ્મીદેવી પણ રીસાઈ ગયા. કર્મો આગળ કોઈની લાગવગ ચાલતી નથી. ધનનો વિયોગ થવાથી શરીરમાં અને ઘરમાં રોગનું પણ આગમન થયું.
સૌથી પહેલા રોગે મોટાને જ એના જડબામાં લીધો. લુણિગ માંદગીના બિછાને પડ્યો. ગરીબીના કારણે દવા પણ બરાબર થઈ શકે તેમ નથી, માટે વન ઔષધિ ને દેશી કાઢા બનાવીને પીવડાવવામાં આવે છે.
પણ રોગે જરાય મચક આપી નહિ. ધીમે-ધીમે રોગ વકરવા માંડ્યો ને લુણિગ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાવા માંડ્યો.
બધા ભાઈઓ ભેળા થઈને લુણિગને અંતિમ ઇચ્છા પૂછતા કહે છે, બોલો મોટાભાઈ! તમારી છેલ્લી ઇચ્છા શું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org