________________
અભિવાદન ગ્રંથ 7.
[ ૯૯૧
ફાઇનાન્સ કોર્પોરેશન (૧૧) પ્રેસ્ટીજ ડેવલોપર્સ.
શ્રી એમ. વી. સવાણી “બોમ્બે ગુડસ ટ્રાન્સપોર્ટ એસોશીએશન'' સાથે ૧૯૫૦ની સાલથી જોડાયેલા હતા. ૧૯૫૮માં મેનેજિંગ કમીટીના મેમ્બર થયા અને ૧૯૭૩-૭૪માં પ્રમુખ બન્યા.
સને ૧૯૫૯માં “સમગ્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મહામંડળ” (ઓલ ઈડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ)માં જોડાયા. ૧૯૬૦માં મેનેજિંગ કમીટીના મેમ્બર થયા અને ૧૯૭૪-૭૬માં પ્રમુખ બન્યા. આ સંસ્થાએ તેમને તેમની ભવ્ય સેવાઓની કદરરૂપે મેનેજિંગ કમીટીના કાયમી સભ્ય બનાવવામાં આવ્યા.
તેઓ “ઇંડિયન મરચંટ ચેમ્બર્સ'ના સભ્ય હતા. તેમજ તેની વિવિધ કમીટીમાં પણ સક્રિય હતા.
તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી વાડીલાલ સવાણી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમના પિતાની દોરવણી હેઠળ યુવાનવયમાં શ્રી માણેકભાઈ સવાણીએ સામાજિક કાર્યોમાં રસ લેવાનો શરૂ કર્યો અને તેઓ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયા.
તેઓ સને ૧૯૬૭થી ૧૯૮૦ સુધી “ધાનેરા આરોગ્ય સમિતિ'ના પ્રમુખ હતા. તેમના કાર્યકાળ દરમ્યાન તેમના વતન ધાનેરામાં જરૂરીયાતમંદ અને ગરીબ લોકોને સેવા આપવા માટે વિશાળ હોસ્પીટલ પ્રોજેકટ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવ્યો. તેઓએ તેમના વતન ધાનેરામાં બંગલાઓ બાંધવાનો નવીન વિચાર આજથી ૩૦ વર્ષ પહેલાં વહેતો મૂકયો અને આ રીતે પારસ કો. ઓ. હાઉસીંગ સોસાયટી અસ્તિત્વમાં આવેલ, જેના તેઓ પ્રમુખ હતા. તેઓ ફક્ત ધાનેરાની જ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા ન હતા પણ બનાસકાંઠા જીલ્લાનાં નગરો જેવાકે ખીમત, ડીસા, પાલનપુર વિ. નગરોની સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા. તેઓએ બનાસકાંઠા જીલ્લામાં બહોળા પ્રમાણમાં સામાજિક સેવાઓ કરેલ છે.
તેઓ પાલનપુર સમાજ કેન્દ્ર, આત્માનંદ જૈન સભા, માટુંગા ગુજરાતી ક્લબ, ઓમ જયાલક્ષ્મી કો. સો. અને લોનાવલા કો.ઓ.હા.સો.લી.ના પ્રમુખ હતા. તેઓ માનવસેવા સંઘ અને એમ. પી. કોલેજ ઓફ ગર્લ્સ (એસ.એન.ડી.ટી.)ના ઉપપ્રમુખ હતા અને બીજી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.
તેઓ સને ૧૯૬૮માં “રોટરી કલબ'માં જોડાયા અને ૧૯૮૮-૮૯ની સાલમાં પ્રમુખ તરીકે નીમાયા હતા. તેઓ “જાયન્ટ ગ્રુપ ઓફ સાયન” અને ઉત્તર ગુજરાત સોશ્યલ ગ્રુપના પ્રમુખ હતા. તેઓ સક્રિય રીતે ધી ઇન્ડિયન વેજીટેરીયન કોંગ્રેસ, ઇન્ડિયન કાઉન્સીલ ઓફ સોશ્યલ વેલફેર, ધી આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા અને શ્રી માટુંગા ગુજરાતી સેવા મંડળ સાથે જોડાયેલા. શૈક્ષણિક કાર્યોમાં તેમણે સ્કુલ અને કોલેજો બંધાવવામાં મદદ કરીને ફાળો આપેલ છે. તેઓ સક્રિય રીતે શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ, એસ.એ. જૈન કોલેજ ઓફ ટ્રસ્ટ એન્ડ મેનેજમેન્ટ સોસાયટી અને શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ-પાલીતાણા સાથે સંકળાયેલ હતા. સવાણી સભાગૃહ (માનવસેવા સંઘ દ્વારા બનાવેલ ઓડીટોરીયમ) તેમની કાર્યશીલતા તેમજ સામાજિક કાર્યોના જીવંત સ્મારક તરીકે યાદગાર બન્યું છે.
તેમણે જુદી જુદી ધાર્મિક અને સખાવતી સંસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપેલ છે. તેમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org