________________
૯૯૨ )
L[ જૈન પ્રતિભાદર્શન
યોગદાન ભોજનશાળા, ધર્મશાળાદિ માટે મકાન બાંધવા અંગે શંખેશ્વર, મહેસાણા, નાગેશ્વર, અંબાલા વિ. સ્થાનોમાં અંકિત થયેલ છે. તેઓ પ્રતિષ્ઠિત જૈન સંસ્થાઓ જેવી કે ભારત જૈન મહામંડળ, મહાવીર જૈન વિદ્યાલય, ઓલ ઈન્ડિયા શ્વેતામ્બર જૈન કોન્ફરન્સ, શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણ નિધિ, શ્રી આત્માનંદ જૈન સભા અને મહારાષ્ટ્ર જૈન વિદ્યાભવન સાથે સંકળાયેલા હતા. સને ૧૯૭૭માં તેઓએ ૫૦૦ યાત્રિકો સહિત સ્પેશિયલ ટ્રેન દ્વારા ઉત્તર, પર્વ અને પશ્ચિમમાં આવેલા જૈન ધાર્મિક તીર્થોના ૪૦ દિવસ લાંબા યાત્રા પ્રવાસનું આયોજન કરેલ હતું.
તેમની અનેકવિધ સેવાની કદરરૂપે સને ૧૯૭૦માં મહારાષ્ટ્ર સરકારે તેમને “જસ્ટીસ ઓફ પીસ' અને પછી “સ્પેશ્યલ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ (એસ. ઇ. એમ.) તરીકે નિમણૂક કરી હતી.
તેમને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં તેમની સેવાની કદર રૂપે સને ૧૯૮૫માં “ઉદ્યોગર’ તેમજ સને ૧૯૮૬માં “શિરોમણિ એવોર્ડ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી ગ્યાની ઝેલસિંહના હસ્તે અર્પણ કરવામાં આવેલ હતો. સને ૧૯૮૯માં નહેરૂ સેન્ટીનરી એકસલન્સ એવોર્ડ અને સને ૧૯૯૧માં ગ્લોરી ઓફ ઈડિયા ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો.
તેઓના વિશાળ હૃદય તથા ઉત્તમ ગુણોના કારણે જ્ઞાતિ તથા સમાજમાં એક અજોડ વ્યક્તિ તરીકે ઉપસી આવ્યા છે. જરૂરીયાતમંદ તેમજ યોગ્ય વ્યકિતને મદદ કરવાના કારણે તેઓ સમાજના બધા વર્ગોમાં સન્માનીય બન્યા હતા.
અંતે લાબી બિમારી બાદ તા.૧૨ જૂન ૧૯૯૩ના રોજ આ ઝળહળતો તારો ખરી પડતા જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી.
તેમને વ્યાપારિક, સામાજિક તથા સખાવતી ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ મરણોત્તર ““માનવ સેવા પુરસ્કાર” પણ આપવામાં આવ્યો હતો. શ્રી શત્રુંજયતીર્થ ઉપર મહા અભિષેકનો ભવ્ય અવસર ઉજવી જીવન ધન્ય બનાવનાર
( શ્રી રજનીકાંતભાઈ દેવડી )
સદીઓથી વેપાર અને ધાર્મિક પ્રવૃત્તિઓથી મહેકતા સુરતમાં ખમીરવંતી અને ધર્મનિષ્ઠ પ્રજાએ પૂર્વજોનો અમૂલ્ય ધાર્મિક વારસો જાળવી રાખ્યો છે, તેવા શહેરમાં સુરત વીસા પોરવાડ જ્ઞાતિમાં જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી માતા પદ્માવતીબેન (ભીખીબેન)ની કુક્ષીએ વિક્રમ સંવત ૧૯૮૯ વૈશાખ સુદ ૮ (તા. ૩-૫-૧૯૩૩)નાં રોજ શ્રી રજનીકાંતભાઈનો જન્મ થયો હતો.
પિતાશ્રી મોહનલાલ કસ્તુરચંદ ઝવેરીની શીતળ છત્રછાયામાં શ્રી રજનીકાંતભાઈ દેવડી |
લાડકોડથી બાલ્યવય સુરતમાં વિતાવી, કર્મભૂમિ મુંબઈ નગરીને બનાવી
પિતાના મોતીના ધંધામાં ઝુકાવ્યું. • નીતિમત્તા અને પ્રમાણિકતાનું ઉચ્ચ ધોરણ જાળવી ધંધામાં પ્રગતિની વણથંભી કૂચ શરૂ રાખી |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org