________________
અભિવાદન ગ્રંથ 7
[ ૫૦૧
ધર્મસંસ્કૃતિના રક્ષકો
--- પૂ. આ. શ્રી રતચંદ્રસૂરિજી મ.
જીવનમાં સિદ્ધિ, સાર્થકતા અને સફળતા આપનાર જો કોઈ હોય તો તે માત્ર ઘર્મ જ છે. ધર્મ જ આપણને કસોટીમાંથી પાર ઉતારે છે. ધર્મશ્રદ્ધા જ આપણને સફળતાના શિખરે ચઢાવે છે.
જૈનધર્મને પામીને જીવનને ધન્ય અને ઉજમાળ બનાવનારા આવા અનેક મહાપુરુષો ઈતિહાસના પાને અમર બની ગયા છે. જૈન શાસનના પૂર્વ અનુરાગી એવા ધર્મસંસ્કૃતિના રક્ષક પણ અનેક થયા. અત્રે પ્રસ્તુત લેખમાં એવા ત્રણ મહાપુરુષોના પુણ્યપ્રસંગોની ઝાંખી કરાવવામાં આવી છે. એક છે આર્યસંસ્કૃતિના મહાન રક્ષક મહારાણા પ્રતાપ, કે જેમણે દેવ-ગુરુ-ધર્મનું શરણ સ્વીકારી વિજયધ્વજ લહેરાવ્યો. બીજા છે. મંત્રીશ્વર માહણસિંહ, જેમણે ધર્મનિષ્ઠા ઉપર વિજય મેળવ્યો અને ત્રીજા છે યુણિગ, જેમની પ્રબળ ભાવનાએ વિશ્વવિખ્યાત એવા વિશાળ જિનપ્રાસાદનું સુંદર સર્જન થયું.
- આ ત્રણ મહાપુરુષોનો પરિચય કરાવનાર પ. પૂ. આ. શ્રી રત્નચંદ્રસૂરિજી મહારાજ ડહેલાવાળા સમુદાયમાંથી આવે છે. હમણાં જ દોઢ વર્ષ પહેલાં પાલીતાણામાં ભવ્ય મહામહોત્સવ દ્વારા સૂરિ પદવીથી વિભૂષિત થયાં. પ્રાચીન સાહિત્યના સંશોધનમાં પૂજ્યશ્રી વિશેષ રસ અને રુચિ ધરાવે છે
( રાણા પ્રતાપ ) હિન્દુ સંસ્કૃતિના રક્ષક રાણા પ્રતાપને આપણે ફક્ત હિન્દુરાજા તરીકે જ ઓળખીએ છીએ, પણ આ ભડવીરને જૈનધર્મમાં ઘણી જ શ્રદ્ધા-આસ્થા હતી.
અરવલ્લીના ડુંગરાની ધારે રાન-રાન રખડતા આ વીર પુરુષે એકવાર જગદ્ગુરુ હીરસૂરિજી ઉપર પણ પત્ર લખ્યો હતો કે ક્રૂર--હિંસક અને વિકરાળ વાઘને તમે પાંજરામાં પૂરીને એક ઐતિહાસિક કાર્ય કર્યું છે. જ્યારે જગદ્ગુરુએ અકબરને પ્રતિબોધ કર્યો એ સંદર્ભની આ વાત છે. - આ રાણા જ્યારે જંગલમાં ભમતા હતા, રાજપાટ ગુમાવી દીધુ હતું અને જ્યારે એ નિરાશ થઈ ગયા એ સમયે એમને જૈનાચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિનો સંયોગ થઈ ગયો અને મહાપુરુષના સંસર્ગે શું ન થાય! મેવાડની ઘરતીના આ સપૂતને ગુરુદેવે આશ્વાસન અને સાંત્વન આપ્યું. અને કહ્યું કે સર્વ દુઃખથી મુક્ત બનવા માટે પરમાત્મા પાર્શ્વનાથનું ધ્યાન ધર...કેમકે પાર્શ્વનાથ એ શબ્દમાં જ મંત્ર પડ્યા છે. અને.. રાણાએ પણ એ વચન સ્વીકાર્યું. ખૂબ શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરવાનું શરૂ કર્યું....કેમ કે શ્રદ્ધા વગર ક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org