________________
શી જિનશાસન આરાધના ટ્રસ્ટ
પૂજ્યપાદ વૈરાગ્ય દેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
મંગલ આશીર્વાદ-પ્રેરણાથી છેલ્લા ત્રેવીસ વર્ષથી જિન શાસનના સાતેય ક્ષેત્રોની અવિચ્છિન્ન ભાવભકિત દ્વારા યત્કિંચિત ઋણમુક્ત થયાનો આત્મસંતોષ અનુભવતું “શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ” ભકિતના પંથે હરણફાળ પ્રગતિ સાધી રહ્યું છે.
અનેક સંઘો તથા પુન્યાત્માઓના સહકારથી આજ સુધી ઢગલાબંધ જિનમંદિરોના નિર્માણ તથા જિર્ણોદ્ધારો, ઉપાશ્રયોના નિર્માણો, દીક્ષાર્થીઓના બહુમાનો, અનેક જ્ઞાનશાળાઓના સંચાલન, વિહારમાં પૂ. ગુરૂભગવંતોને પડતી તકલીફોના નિવારણ્યો, સાધર્મિકોના ઉદ્ધારો વગેરે અનેકાનેક કાર્યો શ્રી સંઘના અપૂર્વ સહકારથી થઇ રહ્યાં છે.
શ્રુત ક્ષેત્રમાં લગભગ ૨૦૦ શાસ્ત્રગ્રંથો (પ્રત્યેકની ૪૦૦ નકલ) છપાવી ભારતભરના ભંડારોમાં ભેટ આપી અપૂર્વ શ્રુતોદ્ધારનું કાર્ય થઇ રહ્યું છે.
શાસન દેવોની સહાયથી - અરિહંતાદિના અનુગ્રહથી અને પૂ. ગુરુ ભગવંતોના અંતરના આશિષથી ટ્રસ્ટને વિશિષ્ટ શકિત મળે અને સંઘભકિતને શાસનસેવાના કાર્યોમાં ઉત્તરોત્તાર પ્રગતિ સધાય એવી ભાવના રાખીએ છીએ.
:: ટ્રસ્ટીઓ ::
ચંદ્રકુમારભાઈ જરીવાલા પુંડરીકભાઈ એ. શાહ
Jain Education International
લલિતભાઈ આર. કોઠારી તવીતચંદ્ર બી. શાહ
શોપ નં. ૫, દ્ગિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ, ઈ-રોડ, મુંબઇ - ૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org