________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૧૩૧
કરી વતન ગેરીતા મુકામે એક જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવી તેના નિભાવ માટે સારી એવી રકમ આપી. તળાજામાં અને શેરીસામાં બન્ને જગ્યાએ પોતાના હસ્તક નવી જૈન ભોજનશાળાના મકાનની સ્થાપના કરાવી અને સારી એવી રકમ આપી. દુઃખી જૈન ભાઈઓને મદદ, સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ, કેળવણી માટે મદદ, જીર્ણોદ્ધાર માટે મદદ, ઉપાશ્રયો માટે નિભાવ ફાળો વગેરેમાં યોગ્યતા મુજબ દાનગંગા વહેતી રાખી. તીર્થધામ શેરીસા મુકામે આયંબિલની ઓળી તથા પાલીતાણામાં નવ્વાણુ ચોમાસુ ઉપધાન ઉપરાંત પાનસરમાં સં. ૨૦૧૬માં ઉજમણું કર્યું. આ ધર્મપ્રેમી શેઠશ્રી વાડીભાઈ સંવત ૨૦૨૦ના માગશર સુદિ ૧૧ને દિવસે ૭૮ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા.
અમારે ઇ
છે અંતરની વાત
અમારા વાત્સલ્યમૂતિ, સંસ્કાર ઘડતર દાતા, સ્વભાવે સરળ શાંત વિવેકી પૂ. માતુશ્રી મંગળાબેનને કોટી કોટી પ્રણામ! અમારા નાનીમા તથા શ્રી શાંતાબહેન તથા બાબુલાલ તારાચંદ (બોચડવાવાળા) હાલ ડોંબીવલી તેઓ પણ અમારા માટે વંદનીય છે. એવાજ શાસન શોભાયમાન પૂ. પિતાશ્રી રસિકલાલ શાંતિલાલ પરિવારમાં ધર્મકાર્યોથી સોનામાં સુગંધ ભળી. અમારા કાકા શ્રી અનંતરાયના સુપુત્ર (સંસારી શ્રેણિકભાઈ) એ સં. ૨૦૫૪ માં
શાસનસમ્રાટ સમુદાયમાં દીક્ષા અંગિકાર કરેલ જે મુનિરાજશ્રી પૂ. મુનિશ્રી સુયશચંદ્રવિજયજી નામે છે. જે માટે અમારો પરિવાર ગૌરવ અનુભવે છે. સુયશચંદ્રવિજયજી મ.
વસઈ મુકામે સં. ૨૦૫૫ માં પ.પૂ. આ. શ્રી શ્રેયાંસચંદ્રસૂરિજી
મ.સા.ની નિશ્રામાં અમારા માતુશ્રી મંગળાબહેને માસક્ષમણનિર્વિબે પૂર્ણ કરેલ છે. આ પહેલા કંઠાભરણ તપ, બે વખત અઠ્ઠાઈ તપ, સોળભથુ, ૧૦૮ પાર્શ્વનાથ તપ, નવપદજીની ઓળી નવ વખત કરેલ છે. તેમજ શેરીસાથી સમેતશીખર સુધીની યાત્રાઓ કરી છે. મલાડ મુકામે અમારા કાકા અનંતરાયે તથા તેમના સુપુત્ર શ્રીપાળભાઈએ તથા પુત્રી કુ. દિપ્તીબહેને પણ નિર્વિઘ્ન માસક્ષમણ તપ કરેલ છે. અમારા સુરેશભાઈએ અઠ્ઠાઈ તપની આરાધના કરી હતી. અમારા પૂ. મુનિરાજશ્રી સુયશચંદ્રવિજયજી મહારાજે પાંચ પ્રતિક્રમણ, સાત સ્મરણ, જીવ વિચાર, નવ તત્વ, દંડક પ્રકરણ અને કર્મચંધ્રના ૬ સુત્રના અર્થ સાથે કરેલ છે.
અમે જે કાંઈ ધર્મ પામ્યા હોઈએ તો તે અમારા પૂ. માતુશ્રી મંગળાબહેનને કારણે જ. પુત્રો : અનિલ, સુરેશ, અશ્વિન, ભરત પુત્ર વધુ : અ. સૌ. કિરણ, અ. સૌ. ઈલા પુત્રી : ધર્મિષ્ઠાબહેન, જાગૃતિબહેનના જયજિનેન્દ્ર શ્રી મંગળાબેન રસિકલાલ
કેરિયાવાળા હાલ વસઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org