SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર ] [ જૈન પ્રતિભાદર્શન પંડિત હીરાલાલને ધાર્મિક વારસો એમના દાદા મથુરાદાસજી શાસ્ત્રી પાસેથી તથા વિશેષતઃ દાદાના મોટાભાઈ કર્મચંદ્ર (કરમચંદ) શાસ્ત્રી પાસેથી મળ્યો હતો. પંજાબમાં એ દિવસોમાં જૈનધર્મ અને શાસ્ત્રજ્ઞાનના ક્ષેત્રે કર્મચંદ્ર શાસ્ત્રીનું નામ ઘણું જ મોટું હતું. ગુજરાનવાલાના બધા જ જૈનો સ્થાનકવાસી માર્ગ ઢંઢક મત)ને અનુસરતા હતા. કર્મચંદ્રજી પણ સ્થાનકવાસી હતા. એમણે બત્રીસ આગમનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ સાધુ-સાધ્વીઓને સેવાની ભાવનાથી અધ્યયન કરાવતા હતા. પંજાબમાં એ વખતે સ્થાનકવાસી અગ્રણી સાધુઓમાં શ્રી બુટેરાયજી મહારાજનું નામ ઘણું પ્રખ્યાત હતું. તેઓ પણ કર્મચંદ્ર શાસ્ત્રી પાસે ઘણી વાર અધ્યયન કરવા અથવા પોતાની શંકાઓનું સમાધાન કરવા માટે આવતા. શાસ્ત્રોના ઊંડા અધ્યયનને લીધે કર્મચંદ્ર શાસ્ત્રીને એવી ખાત્રી થઈ ગઈ હતી કે જિનપ્રતિમાઓનો નિષેધ સ્થાનકવાસી પરંપરા દ્વારા ખોટી રીતે થયો છે. આ અંગે એમણે તટસ્થ ભાવે બધા આગમોનો અને અન્ય ગ્રંથોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. એથી એમને દઢ શ્રદ્ધા થઈ કે જિનપ્રતિમા અને તેની પૂજા જૈનધર્મને સંપૂર્ણ માન્ય છે. આ વિષયમાં એમણે શ્રી બુટેરાયજી મહારાજ સાથે નિખાલસતાથી ચર્ચા કરી. બુટેરાયજી મહારાજને પોતાને પણ કેટલાક સંશયો થયા હતા. એથી જ બુટેરાયજી મહારાજને જિનપ્રતિમાની પૂજા તરફ વાળવામાં મુખ્યત્વે કર્મચંદ્ર શાસ્ત્રીનો ફાળો હતો. - પૂ. બુટેરાયજી મહારાજ ગુજરાતમાં જઈ શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરામાં નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી જ્યારે પંજાબમાં પાછા ફર્યા અને મૂર્તિપૂજાનો ઉપદેશ આપવો શરૂ કર્યો ત્યારે સ્થાનકવાસીમાંથી બુટેરાયજી મહારાજના પ્રથમ અનુયાયી કર્મચંદ્ર શાસ્ત્રી બન્યા હતા. કર્મચંદ્ર શાસ્ત્રીએ જાહેરમાં કરેલા મૂર્તિપૂજાના સ્વીકારથી ઘણો મોટો પ્રભાવ પડ્યો. પંજાબના અસંખ્ય સ્થાનકવાસી કુટુંબોએ મૂર્તિપૂજા સ્વીકારી. વખત જતાં શ્રી આત્મારામજી તથા શ્રી વલ્લભસૂરિ મહારાજના સદુપદેશથી સમગ્ર પંજાબમાં જૈન કોમમાં ઘણી મોટી ક્રાંતિ થઈ હતી. આ ક્રાંતિના આદ્ય પ્રણેતાઓમાં સાધુઓમાં જેમ બુટેરાયજી મહારાજ હતા તેમ શ્રાવકોમાં કર્મચંદ્ર શાસ્ત્રી હતા. આવા પ્રખર અભ્યાસી કર્મચંદ્ર શાસ્ત્રી પાસે નિયમિત બેસીને પં. હીરાચંદજીને જૈનધર્મનું અધ્યયન કરવાની સારી તક સાંપડી હતી. સને ૧૯૪૭ની ૧૫મી ઓગષ્ટ હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા. દીનાનાથ દુગ્ગડ ૧૯૪૭ના સપ્ટેમ્બરમાં પાકિસ્તાનના ગુજરાનવાલા નગરથી હિજરત કરી અમૃતસર અને ત્યાંથી આગ્રા આવ્યા. પં. હિરાલાલને આગ્રામાં પોતાના ભાઈઓ સાથેના સોનાચાંદીના વેપારમાં એટલો રસ પડ્યો નહી, એટલે તેઓ પોતાના કુટુંબ સાથે ગ્વાલિયર રાજ્યનાં ભિડ નામના ગામે રહેવા ગયા. ત્યાં તેમણે પાઠશાળામાં શાસ્ત્રી તરીકે વ્યવસાય ચાલુ કર્યો. ભિંડમાં કેટલાંક વર્ષ રહ્યા પછી દિલ્હીમાં શાસ્ત્રી તરીકે નોકરી મળતાં તેઓ પોતાના પરિવાર સાથે દિલ્લી રહેવા ગયા, અને જીવનપર્યન્ત ત્યાં રહ્યા. પં. હીરાલાલે જૈન તથા હિન્દુ અને બૌદ્ધ ધર્મગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું હતું. જૈનધર્મમાં પણ શ્વેતામ્બર અને દિગમ્બર એમ બંને પરંપરાના સાહિત્યનો તેમનો અભ્યાસ ઘણો ગહન હતો. તેઓ મધ્યસ્થ દૃષ્ટિના હતા. દિગમ્બર પરંપરા પ્રત્યે તેમને કોઈ પૂર્વગ્રહ નહોતો. પં. હીરાલાલે અજમેરથી પ્રગટ થતા જૈનધ્વજ' નામના સાપ્તાહિકમાં ચાલીસ પ્રશ્નોના એવા સચોટ | તકેયુક્ત અને આધારસહિત ઉત્તરો આપ્યા હતા કે જેથી એ દિગમ્બર વિદ્વાન નિરુત્તર થઈ ગયા હતા. પં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy