________________
૩૦૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
( દ્વિમુખ (પ્રત્યેકબુદ્ધ) )
કપિલપુર નગરમાં જય નામે રાજા રાજય કરતો હતો. તેણે ગુણમાળા નામે રાણી હતી. ઉભય દંપતી બહુ જ ધર્મિષ્ઠ હતું. જૈનધર્મ પ્રત્યે ઘણો જ પ્રેમ હતો.
રાજસભામાં એક દિવસ એક પરદેશી ચારણ આવ્યો. તેણે મહારાજાના ગુણોની ઘણી પ્રશંસા કરી. રાજાએ કહ્યું, બારોટજી! તમે દેશ દેશાવરમાં ફરો છો તો તમને મારી સભામાં કોઈ ઉણપ હોય તો જણાવો. મને માત્ર આત્મશ્લાધા પસંદ નથી. આ સાંભળી બારોટે જણાવ્યું, મહારાજા! આપની રાજસભામાં બધું સુંદર છે. માત્ર એક ચિત્રશાળા નથી. રાજાને આ ઠીક લાગ્યું. તેને કુશળ ચિત્રકારોને બોલાવ્યા ને એક ચિત્રશાળા તૈયાર કરવા હુકમ આપ્યો.
પ્રથમ તો તે માટે પાયો ખોદવા માંડ્યો. તે ખોદતા નીચેથી એક રત્નજડિત મુગટ નીકળ્યો. કારીગરોએ તે મુગટ રાજાને આપ્યો. રાજા આનંદ પામ્યો. મુગટ માથે બેસાડી તે કેવો લાગે છે તે જોવા પોતાનું મોં તેને અરીસામાં જોયું. તેમાં તેને પોતાના બે મોઢાં દેખાણાં. તે ઉપરથી તેનું નામ દ્વિમુખ તરીકે પ્રસિદ્ધ થયું.
ચિત્રકારોએ ચિત્રશાળા તૈયાર કરી. તેની આરોહણ ક્રિયા માટે તે મકાનની વચ્ચે એક સુશોભિત સ્તંભ ઊભો કર્યો હતો. સ્તંભને વસ્ત્રાલંકારથી શણગારી ભવ્ય અને આકર્ષક બનાવ્યો હતો. રાજા આ ચિત્રશાળાની આરોહણ ક્રિયા કરવા આવ્યો. ચિત્રશાળાની નમુનેદાર કારીગરી જોઈ તેને સંતોષ થયો, અને તે હર્ષપૂર્વક બારોટ પ્રત્યે બોલ્યો : કેમ, બારોટજી! હવે આ ચિત્રશાળા બરાબર મારા રાજયને શોભે તેવી છે ને?
બારોટે જવાબ આપ્યો, હા રાજા! આવી ચિત્રશાળા મેં ક્યાંય જોઈ નથી. તેથી રાજા આનંદ પામી સ્વસ્થાનકે ગયો.
કેટલાક દિવસો બાદ પેલો ઊભો કરેલ સ્તંભ ઉખાડી લેવામાં આવ્યો. તેના ઉપરથી વસ્ત્રાલંકાર ઉતારી લઈને તે સ્તંભ ચિત્રશાળાના એક ખૂણામાં આડો મૂકી દીધો. વખત જતા તે સ્તંભ ઉપર ધૂળ વગેરે જમા થયું. પરિણામે તે સ્તંભ તદ્દન બેડોળ લાકડાના ઠુંઠા જેવો બની ગયો. એકદા રાજા ચિત્રશાળામાં આવ્યો. ત્યાં તેણે આ લાકડાનું ઠુંઠું પડેલું જોયું. તે જોઈને રાજાએ બાજુમાં ઉભેલા રક્ષકને પૂછ્યું, અલ્યા! આ લાકડું અહીં કેમ મૂક્યું છે? રક્ષકે જવાબ આપ્યો, મહારાજા ! આપે આ ચિત્રશાળાનું આરોહણ કર્યું ત્યારે જે સ્તંભ ઊભો કર્યો હતો તે સ્તંભ ઉતારી અહીં મુક્યો છે. રાજા આશ્ચર્ય પામી મન સાથે બોલી ઉઠ્યો : પેલા ભવ્ય અને સુંદર સ્તંભની આ દશા! શું તે
સ્ત્ર અને અલંકારોથી જ સુંદર લાગતો હતો? ખરેખર, આ જોતાં તો મારું શરીર પણ એક દિવસ આવી જ દશા પામશે. અત્યારે સુશોભિત દેખાતા મારા આ શરીરની પણ આખરે આ લાકડાના ઠુંઠા જેવી જ દુર્દશા થવાની. તો પછી આજે જ આ શરીર પરથી મમતા કેમ ન ઉતારવી? કાળનો ક્યાં ભરોસો છે? ખરેખર મેં પૌદ્ગલિક વસ્તુઓના મોહમાં અંધ બની આત્મકલ્યાણ સાધ્યું નહીં. ખરેખર, આ બધી વળગણો તજવા યોગ્ય છે. એમ ચિંતવી દ્વિમુખ રાજાએ ત્યાં જ પોતાનાં સઘળાં વસ્ત્રો અલંકારો ઉતારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org