________________
૬૪o |
[ જૈન પ્રતિભાદર્શન
સુદિ ૨ના રવિવારે નાગર જ્ઞા. વૃ. સં. બિલ્બચીયાણાગોત્રી પા. હાપર ભા. રાજૂ સુ. ભલા. ગોપાલે કુટુંબસહિત માતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, વડનગરમાં તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એ જ દિવસે નાગર જ્ઞા. વૃ. પા. લાલિગ ભા. વાલ્હી સુ. ચેલા ગેલાએ, ચેલા. ભા. રૂપીણિ સુ. આસધર, અલવા, ગેલા ભા. ગોગલકે પ્રમુખ કુટુંબ સહિત શ્રી શ્રેયાંસનાથબિંબ ભરાવ્યું, વડનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૩ર (૧) વૈશાખ સુદિ ૧૦ના શુક્રવારે ઉસવંશી ભોર ગોત્રે સા. સરવણ ભા. કાલ્હી પુ. સા. સીહા સુશ્રાવકે ભા. સૂવદે પુ. શ્રીવંત, શ્રીચંદ, શિવદાસના પૌત્ર સિદ્ધપાલ પ્રમુખ કુટુંબ સહિત માતાના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીવંશી મે. ધના ભા. ધાંધલદે યુ. . પાંચા સુશ્રાવકે ભા. ફક પુ. મહં. સાલિગ સહિત પોતાના પુણ્યાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, લોલાડા ગામમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે શ્રીવંશી છે. કઉજા ભા. લાહૂ પુ. શ્રે. માણિક ભા. રૂપીણિ સુશ્રાવિકાએ દેવરાજ, પહિરાજ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીવંશી છે. નરપતિ ભા. જાણાદે સુ. છે. ભાવડ ભા. ઝવૂ સુશ્રાવિકાએ પોતાના શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એ જ દિવસે શ્રીવંશી મું. ધન્ના ભા. ધાંધલદે પુ. મું. સુચા સુશ્રાવકે ભા. લાલી ભાઈ ગોઈદ પુ. સીપા, નાખા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, લોલાડા ગામમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એ જ દિવસે શ્રીવંશી છે. દેધર ભા. ઉપાઈ પુ. સં. સિંધા સુશ્રાવકે ભા. માંગાઈ ભાઈ સં. હરજી, સં. પોપટ સહિત પોતાના પુણ્યાર્થે શ્રી વિમલનાથ બિંબ કરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
- સં. ૧૫૩૩ (૧) માગશર સુદિ ૬ ઉકેશ જ્ઞા. કાલાગોત્ર સા. દેવદત્ત પુ. સા. ફેરૂ ભા. વિલ્હણદે પુ. રાવણ સહિત, પોતાની પુણ્યાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદિ ૬ના સોમવારે ઉસવંશી વ્ય. સહિસા ભા. સહિસા ભા. સહિ જલદે અપરભાર્યા સિરિયાદે પુ. વ. રાઉલ સુશ્રાવકે ભા. અધૂ પુ. વ્ય. આસા, કાલા, થિરપાલા, પૌત્ર ઇબા, સહિત પત્ની અરધૂ પુણ્યાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું. (૩) માઘ સુદ ૧૩ના ભોમવારે પ્રાગ્વાટ જ્ઞા. સા. નાઊ ભા. હાસી પુ. સા. ઠાકુરસી સા. વર સિંધ, ભાઈ, સા. ચાંપાએ ભા. સોમી પુ. આ જીણા સહિત શ્રી નેમિનાથ બિંબ ભરાવ્યું, માહી ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૩૪ (૧) માઘ સુદિ ૧૦ના બુધવારે શ્રીવંશી દો. આર. ભા.. માંકુ સુ. ભાવલ ભા. રામતિ સુ. દો. ગણપતિ સુશ્રાવકે ભા. કપૂરી પુ. માણોર, દેવસી દ્વિતીય ભા. કઉતિગરે પુ. શિવા, કાકા દો. અજા ભા. ગોમતિ ૫. મહિરાજ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, અને તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૩૫ (૧) માગશર સુદિ ૬ શુક્રવારે શ્રીવંશી છે. રામા ભા. રાંભલદે પુ. શ્રે. જાનાએ ભા. ગોમતી, ભાઈ, શ્રે. નંગ, મહારાજ સહિત પિતાના પુણ્યાર્થે શ્રી શ્રેયાંસ બિંબ ભરાવ્યું, વીચી આડી ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) પોષ વદિ ૧૨ના રવિવારે ઉસવંશી છે. હીરા ભા. હિરાદે પુ. છે. પાસા સુશ્રાવકે ભા. પુનાદે પુ. ખીમા, ભૂતા, દેવા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org