SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૮ ] [ જૈન પ્રતિભાદર્શન કરે છે. વીમા એજન્ટ તેમજ યુનિટ ટ્રસ્ટના એજન્ટ તરીકેની જવલંત ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે. યાત્રાર્થે હિંદના ઘણા સ્થળોનું પરિભ્રમણ કર્યું શ્રી ચંદુભાઈ અનેક સામાજિક સંસ્થાઓ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલા છે, જેવી કે–-જૈન સહકારી બેંકમાં ૧૯૭૪થી બોર્ડ ઓફ ડાયરેક્ટરના | મેમ્બર તરીકે તથા મુંબઈ ચમન છાત્ર મંડળમાં મંત્રી તરીકે ચાલુ છે. તેમજ શ્રી પ્રગતિ મંડળ સેન્ટ્રલ કન્ઝયુમર્સ કો. ઓ. સોસાયટીમાં કમિટી મેમ્બર તરીકે બાર વર્ષ સેવા આપેલી. સી. એન્ડ ડી. કેમિસ્ટ ઝોનના ૧૯૭પથી શ્રી ચંદુલાલ બી. શાહ હાલમાં પ્રેસિડેન્ટ તરીકે ચાલ છે. મુંબઈમાં ઝાલાવાડ જૈન સંઘના મંત્રી તરીકે સેવા આપેલ. તેમ જ સ્પેશ્યલ એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ ક્લબમાં તેમ જ મહાવીર જૈન વિદ્યાલયમાં કમિટી મેમ્બર તરીકે તેમ જ જિનાલય ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમ જ મુંબઈ જીવદયા મંડળીમાં ખજાનચી તરીકે સેવા ચાલુ છે. તેમ જ ઝાલાવાડ સોશ્યલ ગ્રુપ તથા શ્રી ગોવાલિયા ટેન્ક જૈન સંઘમાં કમિટી મેમ્બર તરીકેની સેવાઓ તેમ જ જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલમાં શરૂઆતથી જ ખજાનચી તેમ જ મંત્રી તરીકેની સેવા ચાલુ જ છે. તેમ જ ઓગષ્ટ ક્રાંતિ કો. ઓ. સોસાયટીમાં ચેરમેન તરીકે તથા અન્ય નાની-મોટી સંસ્થાઓની સેવાને લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૨ના ઓગષ્ટથી જસ્ટિસ ઓફ પીસ (જ. પી.)ની પદવી એનાયત કરેલી ઉપરાંત સરકારે ૧૯૭૪ના જૂનથી સ્પેશ્યલ એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ તરીકે તેમને પસંદ કર્યા છે. હાલમાં તેઓ એસ. ઈ. એમ. તરીકે ચાલુ છે. તેમની પ્રગતિમાં તેમનાં ધર્મપત્નીનો ફાળો જરાપણ નાનો-સૂનો નથી. કંચનબહેને માસક્ષમણ, સિદ્ધિતપ તેમ જ ઉપધાનતપ, વરસીતપ વગેરે અનેક તપશ્ચર્યાઓ કરેલ છે. આખુંયે કુટુંબ ખૂબ જ ધાર્મિક રંગે રંગાયેલું છે. આપણા એક રૂપિયાના નુકશાન સામે બીજાને પાંચ રૂપિયાનો ફાયદો થતો હોય તો આપણે નુકસાન ભોગવી લેવું, આ રીત તેમણે જીવનમાં અપનાવી છે. (આ રીતથી ગમે તેટલું ભોગવવું પડે.) ગરીબ, બીમાર તેમ જ સંજોગોના ભોગ બનેલાઓ પ્રત્યે ખૂબ જ દયા રાખી યથાશક્તિ તન-મન-ધનનો ભોગ આપવો--આ રીત પણ જીવનમાં અપનાવી છે. હમણાં જ થોડા સમય પહેલાં શ્રી ચંદુભાઈ અને તેમના લઘુબંધુ નવીનચંદ્રભાઈના પરિવારના સૌજન્યથી મુંબઈથી જેસલમેર--રાણકપુર વગેરે અનેક તીર્થસ્થાનોના યાત્રા પ્રવાસનું આયોજન કરેલું. મુંબઈથી ૫૪ યાત્રિકો તથા જોરાવરનગર વગેરેના ૫૪ યાત્રિકો મળીને ૧૦૮ યાત્રિકોની યશસ્વી યાત્રા પ્રવાસ યોજ્યો હતો. પરમ કૃપાળુ પરમાત્મા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપને સેવા કરવાની તક આપે તેવી પ્રાર્થના. શ્રી ચારૂચંદ્ર ભોગીલાલ શાહ શ્રી ચારૂચંદ્રભાઈ અમદાવાદના અગ્રણી કાર્યકરોમાંના એક છે. તેમની ૧૯૪૭થી ફતાસાપોળ મહાવીરસ્વામી દહેરાસર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેમ જ આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી જૈન પુસ્તકાલયના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વરણી થઈ. ૧૯૪૮માં વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિની કમિટીના સભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૫૦માં સદરહુ જ્ઞાતિમાં જિંદગી પર્વતના પ્રમુખ તરીકે નિમણૂંક થઈ. ૧૯૬૦માં અમદાવાદ શહેરના રૂપવિજયજી મહારાજ ડહેલાના ઉપાશ્રયમાં ટ્રસ્ટી તરીકે ચૂંટાયા. ૧૯૭૦માં પાનસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy