SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮] [ જૈન પ્રતિભાદર્શન * શાલિભદ્રજી--રોજ ૯૯ પેટીઓ ધન-ધાન્યાદિની દેવલોકમાંથી આવતી. છતાં વૈભવ ત્યજી સંયમી થયા. * ધન્નાજી--૮ કન્યાનો ત્યાગ કરનાર પુણ્યવાન. * મેઘકુમાર--નેત્ર સિવાય શરીરની શુશ્રુષા ન કરવાનું વ્રત લીધું. * જંબૂકુમાર--૧૯૫ ક્રોડ સોનૈયાના ત્યાગી પર૬ને દીક્ષાના પંથે સાથે લઈ જનાર વૈરાગી. * સુલસા શ્રાવિકા--નાગસારની પત્ની, ભ. વીરની પરમ શ્રાવિકા * ગૌતમસ્વામી-નિર્વાણભૂમિ. * મેતારજમુનિ--સોનીએ ઉપસર્ગ કર્યો. આ ઉપરાંત મમ્મણ શેઠ, કાળસૌકરિક કસાઈ, દુમક ગરીબ, નંદ મણિયાર, રોહણિય ચોર, જય ચક્રવર્તીની જન્મભૂમિ, કપિલાદાસી, દુર્દશાંકદેવ, સેચનક હાથી આદિથી આ ભૂમિ ધન્ય બની છે. ( આ છે ગિરનાર તીર્થનો મહિમા ) * શત્રુંજયગિરિની પાંચમી ટૂંક રૂપે આ તીર્થ કહેવાય છે. * ભરત ચક્રી આદિ અનેક રાજાઓ છરી’ પાલિત સંઘ લઈ આવ્યા. * ગઈ ચોવીશીના ૧૦ તીર્થકર નિર્વાણપદ પામ્યા. * વર્તમાન ચોવીશીના નેમનાથ પ્રભુનાં દીક્ષા. કેવળજ્ઞાન અને મોક્ષ--૩ કલ્યાણક થયાં હતાં. કે આગામી ચોવી ૨૪ તીર્થકરો અત્રે જ નિર્વાણ પામશે. * ભ. નેમનાથની પ્રતિમા ગઈ ચોવીશીના ત્રીજા નાગર તીર્થકરના ઉપદેશથી પાંચમા દેવલોકના ઇન્દ્ર બન્મેન્દ્ર રત્નમય બનાવી હતી. છેલ્લે શ્રી કૃષ્ણ ભ. નેમિનાથના વચનથી પ્રાપ્ત કરી. કંચનગિરિની સુવર્ણ ગુફામાં પણ દેવો દ્વારા પૂજાઈ. છેલ્લે આ પ્રતિમા રત્નાશા શ્રાવકે અંબિકાદેવી પાસેથી પ્રાપ્ત કરી. * આ તીર્થ પાંચ ટૂંકથી સુશોભિત છે. * ભાદરવા વદ ૩૦ ના રોજ સંઘની સ્થાપના કરી રાજીમતી વિ.ને ભ. નેમનાથે અત્રે દીક્ષા આપી. * સૂરિસમ્રાટ પૂ. આ. શ્રી. બપ્પભટ્ટિસૂરીશ્વરજી મ. રોજ આકાશગામિની વિદ્યા બળે સિદ્ધાચલગિરિ, ગિરનાર, ભરૂચતીર્થ, મથુરા અને ગ્વાલિયર એમ પાંચ જિનમંદિર જુહારી ભાવપૂજા કરી પછી જ આહાર-પાણી વાપરતા. સંપ્રતિ મહારાજા જેવા ઘણા શ્રદ્ધાળુ આત્માઓએ પોતાની સુકૃત લક્ષ્મીને તીર્થ સ્થાપના-રક્ષા અને જીર્ણોદ્ધાર માટે મુક્ત મને ઉદાર ભાવે વાપરી છે. તે સર્વે પુણ્યાત્માઓને વંદન. ( આ છે હસ્તિનાપુર તીર્થનો મહિમા * શ્રી સનતકુમાર, સુભૂમકુમાર તથા શ્રી મહાપદ્મ ચક્રીની જન્મભૂમિ. * શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ ભ. ની (ચક્રવર્તીસ્તીર્થંકર) જન્મભૂમિ. * ભગવાન ઋષભદેવનું ૧૩ મહિના ૧૦ દિવસની તપસ્યાનું વૈશાખ સુદ-૩ ના શ્રેયાંસકુમારના હાથે ઇક્ષરસથી પારણું. * રાજા રત્નસંચયના પુત્ર ગુણસાગરને લગ્નવિધિ કરતાં ચોરીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ( આ છે આપણા તીર્થરક્ષકો અને તીર્થસ્થાપકો ) પેથડ શાહે પ૬ ઘડી સુવર્ણની બોલી બોલી ગિરનાર તીર્થની રક્ષા કરી પ્રથમ માળા પહેરી હતી. (૧ ઘડી=પ શેર. ૧ શેર=૮૦ તોલા. પ૬૮૫=૨૮૦૪૮૦=૨૨,૪00 તોલા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy