SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૬૭ T (બાબુનું દેરાસર) જુહારવા જઈએ છીએ. તેમાં સહકુટ, રત્નપ્રતિમા, જળમંદિર, વિશાળ આદીશ્વર પ્રતિમાનાં દર્શન કરી મુખ્ય મંદિરમાં આદીશ્વરના દર્શન કરી ગિરિરાજ ચઢવાનું શરૂ થાય છે. તે પૂર્વે સમવસરણમાં ચૌમુખ પ્રતિમા, ૧૦૮ પાર્શ્વનાથ પ્રતિમા, તીર્થ-ફોટા વગેરેનાં દર્શન તેમજ માર્ગમાં હંસવાહિની સરસ્વતીદેવીનાં દર્શન કરી ચઢવાનું શરૂ કરતાં ભરતચક્રીનાં પગલાં, ઇચ્છાકુંડ, આદિનાથ, નેમિનાથ, વરદત્તનાં પગલાં અને ત્યારપછી.. હિંગલાદેવી-માતાની દેરીનાં દર્શન કરી કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાં છાલાકુંડ ૪ શાશ્વત જિનનાં પગલાંનાં દર્શન કરી જમણા હાથે શ્રીપૂજ્યની ટૂંકમાં ધરણેન્દ્ર પદ્માવતી-પાર્શ્વનાથનાં દર્શન કરવા જઇએ છીએ. દ્રાવિડ-વારિખિલ્લ-નારદ-અઈમુત્તાની શ્યામ વર્ણવાલી ૪ કાઉ. ધ્યાને પ્રતિમાનાં દર્શન કરી નિર્મળ કુંડ, રામ-ભરત-શુક્ર-સેલગ-થાવસ્ત્રાપુત્રનાં દર્શન અને નમિવિનમિ-સુકોશલ મુનિ, આદીશ્વરની ચરણપાદુકાની સ્પર્શના કરી હનુમાન દ્વાર (મૂર્તિ) પાસે પહોંચાય છે. અહીંથી ડાબા હાથે સીધા જાલીમાલી-ઉવયાલીનાં દર્શન કરી રામપોળ જવાય છે. તેમ જ જમણા હાથે નવ ટૂંકની યાત્રા કરવા ઘણા યાત્રિક જાય છે. નવ ટૂંકના રસ્તે ભીલડી પગલા, અંગારશા પીર પણ આવે છે. નવ ટૂંક અને તેના નિર્માણકર્તા શ્રાવક શ્રેષ્ઠીઓ ક્રમ ટૂંકનું નામ : ભગવાન : સંવત : બનાવનાર મૂર્તિસંખ્યા ખરતરવસહી : ચૌમુખજી : ૧૯૨૧ : નરસી કેશવજી : ૮૯ સવા-સોમા : આદેશ્વર : ૧૬૭૫ : સવચંદ શેઠ--વંથલી : ૭-૨ છીપાવસહીઃ : અજિત-શાંતિ : ૧૭૯૧ : લક્ષ્મીચંદ ભંડારી (ભાવસાર) : ૪૮ સાકરવસહી : ચિ. પાર્શ્વનાથ : ૧૮૯૪ : શ્રી સાકરચંદ પ્રેમચંદ--અમદાવાદ : ૧૩૮૯ નંદીશ્વર : નંદીશ્વર દ્વીપ : ૧૮૮૯ : શ્રી ઉજમબાઈ –અમદાવાદ : ૨૮૮ હેમવસહી : અજિતનાથ : ૧૮૮૬ : શ્રી હેમાભાઈ નગરશેઠ--અમદાવાદ : ૨૬૫ પ્રેમવસહી : આદેશ્વર : ૧૮ ૪૩ : શ્રી પ્રેમચંદ લવજી મોદી : પ૨૫ ૮ બાલાવસહી : આદેશ્વર : ૧૯૯૩ : શ્રી બાલાભાઈ ઘોઘાવાલા : ૨૭૦ ૯ મોતીશાની : આદેશ્વર : ૧૯૯૩ : શ્રી મોતીશા શેઠ સુરત (મુંબઈ) : ૩૦૧૧ મુખ્ય ટૂંક : આદેશ્વર : ૬૫૮૭ : ૧૬મો કશાનો ઉદ્ધાર : ૪૫OO (છઠ્ઠી ટૂંકમાં વિશાળકાય અદબદજી આદેશ્વર ભ.ની મૂર્તિ, સાસુ-વહુના ગોખલા, નવમી ટૂંકનલિનીગુલ્મ વિમાન જેવું મંદિર.) ( રાજગ્રહી તીર્થ * ભગવાન મુનિસુવ્રત–ચાર કલ્યાણકની પવિત્ર ભૂમિ કે ભગવાન મહાવીર--નાલંદાપાડામાં ૧૪ ચોમાસાં કર્યાં હતા. * શ્રેણિક રાજા--ક્ષાયિક સમકિત નીતિવાન રાજા હતા. * અભયકુમાર-- બુદ્ધિનિધાન મંત્રી તરીકે પ્રસિદ્ધ થયા. * પુણિયા શ્રાવક-૩ર દોષરહિત શુદ્ધ સામાયિક કરનાર શ્રાવક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy