SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ) [ ૨૬૧ સતત સાત અઠવાડિયાં સુધી કર્યું. સાતમે અઠવાડિયે એ પાણીનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સ્વચ્છમાં સ્વચ્છ પાણી જેવો થયો. એ ઉત્તમ પાણીને વધુ ઉત્તમ બનાવવા સુબુદ્ધિએ તેમાં સુગંધી વાળો, મોથ વગેરે દ્રવ્યો મેળવ્યાં અને રાજાના સેવકને એ પાણી આપ્યું. તેણે તે પાણી ભોજન વખતે રાજાને આપવાની સૂચના કરી. રાજાએ ભોજન લીધું. બાદ રાજાના સેવકે તે પાણી આપ્યું. જમ્યા પછી રાજાએ પાણી પીને તેનાં ખૂબ વખાણ કર્યા, અને સાથે જમનારા બધા માણસોને તેણે કહ્યું, “આપણે જે પાણી અત્યારે પીધું તે ઉત્તમોત્તમ છે. શું એનો સ્વાદ! શું એનો રંગ! શી એની ગંધ અને કેવી એની હિમ કરતાં યે વધારે શીતલતા! હું તો આવા પાણીને સર્વ શ્રેષ્ઠ જળ કહું છું.” વખાણ કરતાં કરતાં રાજાએ સેવકને પૂછ્યું, “આ પાણી તે કયાંથી મેળવ્યું?' સેવકે બોલ્યો : “મહારાજ! એ પાણી મંત્રીશ્વરને ત્યાંથી આવેલું છે.” રાજાએ સુબુદ્ધિને બોલાવીને પૂછ્યું : 'તું આવું સરસ પાણી ક્યાંથી લાવ્યો?' સુબુદ્ધિએ જવાબ આપ્યો : મહારાજ! એ પાણી પેલી ગંધાતી ખાઈનું જ છે.” રાજાએ વિસ્મય સાથે ફરી પૂછ્યું : “શું આ પેલી ગંદી ખાઈનું પાણી છે?' - સુબુદ્ધિએ કહ્યું “મહારાજ! એ તેનું જ પાણી છે. જૈન શાસન કહે છે કે, વસ્તુ માત્ર પરિવર્તનશીલ છે. જ્યારે તમે ભોજનનાં વખાણ કર્યા અને ખાઈના પાણીની નિંદા કરી ત્યારે તમને જૈન સિદ્ધાંતનો પરમાર્થ સમજાવવા મેં યત્ન કરેલો, પણ તમારા માન્યામાં તે વાત આવી નહિ. તેથી મેં ખાઈના ગંધાતા પાણી ઉપર પ્રયોગ કરીને તમને તે પ્રત્યક્ષ કરી બતાવ્યો.” આમ છતાં રાજાને સુબુદ્ધિ મંત્રીની વાત પર વિશ્વાસ ન આવ્યો તેથી તેણે પોતાની દેખરેખ નીચે અંગત માણસો દ્વારા એ મંગાવી. સુબુદ્ધિ મંત્રીના કહેવા મુજબ એ પ્રયોગ કરી જોયો. ત્યાર બાદ તેને પાકી ખાત્રી થઈ કે, સુબુદ્ધિનું કહેવું તદ્દન ખરું છે. એટલે તેણે સુબુદ્ધિને બોલાવીને પૂછયું : “વસ્તુના સ્વરૂપને લગતું આવું જ્ઞાન તને કયાંથી મળ્યું?' સુબુદ્ધિએ નમ્રતાથી કહ્યું, : “પ્રભુ! જિનેશ્વર દેવનાં વચનોથી હું એ સિદ્ધાંત સમજ્યો છું, તેથી જ કોઈ સુંદર વસ્તુ જોઈને હું ફુલાતો નથી, તેમ જ નઠારી વસ્તુ જોઈને અકળાતો નથી. વસ્તુના પર્યાયોનું યથાર્થ ભાન થવાથી વિવેકી આત્માઓ પોતાનો સમભાવ ટકાવી બરાબર મધ્યસ્થ રહી શકે છે. આથી રાગદ્વેષ તથા કષાયોના યોગે મલિનતા તેના આત્મામાં આવી નથી.' શ્રમણોપાસક સુબુદ્ધિ મંત્રીની આવી સરસ વાત સાંભળીને રાજાને જૈન સિદ્ધાંતનું રહસ્ય સમજવાની તીવ્ર ઇચ્છા થઈ. ત્યાર બાદ સુબુદ્ધિ મંત્રીએ રાજાને જૈન સિદ્ધાંતમાં રહેલું જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ સમજાવ્યું. રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો. ક્રમશઃ સદ્ગુરુની નિશ્રાએ રત્નત્રયની આરાધના કરી તે બન્ને કર્મ ખપાવીને મુક્તિપદને પામ્યા. (શ્રીકાન્ત શ્રેષ્ઠી ) રાજગૃહી નગરીમાં શ્રીકાંત નામે એક શ્રેષ્ઠી હતો. તે દિવસે વ્યાપાર કરે અને રાત્રે ચોરી કરે. એક વખતે બારવ્રતને ધારણ કરનાર જિનદાસ નામે કોઈ શ્રાવક તે નગરીમાં આવ્યો. શ્રીકાન્ત શેઠે તેને ભોજન માટે આમંત્રણ આપ્યું. જિનદાસે કહ્યું કે, “જેની આજીવિકાના પ્રકાર મારા જાણવામાં ન હોય તેને ઘેર હું ભોજન કરતો નથી.” શ્રીકાન્ત કહ્યું, “હું શુદ્ધ વ્યાપાર કરું છું.” જિનદાસે કહ્યું, ““તમારા ઘરખરચ જૈ. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy