SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૯૫ કરુણાના સાગર ભગવાને કહ્યું : હે ધર્મવીર! તું અગાઉના ભવમાં એક રાજાના સારથીનો દીકરો હતો. તું એક વખત તારા પિતા સાથે ફરવા નિકળ્યો હતો. ત્યાં દૂરથી આવતા એક શુદ્ધ સાધુના સમૂહને જોઈ તું કહેવા લાગ્યો કે હે પિતાજી! જુઓ પેલું ધૂતારાઓનું ટોળું આવે છે. અને વ્યંગથી કહ્યું, કરો નમસ્કાર એમને! બસ, આજ કર્મને લીધે તું ચારિત્રથી ભ્રષ્ટ થયો પણ નમસ્કાર શબ્દ તે વાપરેલ તેથી સંપૂર્ણ ચારિત્ર ત્યાગ ન કર્યું. માટે હે ધર્મવીર ! આપણે જેવી વાણી ઉચ્ચારીએ તેના પડઘા પડ્યા વિના રહેતા નથી. હજી બાજી હાથમાં છે. માટે શુદ્ધ ચારિત્ર પાળી, કર્મરહિત થઈ શકે છે. ભગવંતની ભવ્ય વાણી સાંભળી પોતાનાં દુષ્કૃત કર્મોને નિંદતો ફરીથી ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી કર્મો ખપાવવા ધર્મવીર એકાંતમાં ચાલી ગયા. ત્યાં સર્વ જીવોને મન, વચન અને કાયાથી ખમાવી, અન્નજળનો ત્યાગ કરી, જીવનપર્યતન અનશનનું પચ્ચક્ખાણ કરી ધ્યાનમાં ઊભા રહ્યા. સારા-નરસા ઉપસર્ગો સહતા કરતા બધાં કર્મોને ખપાવી આયુષ્ય પૂરું થતાં, બાધારહિત મુક્તિપદને પામ્યા. દશક્રોડ મુનિઓ સાથે સિદ્ધાચલજી પર મોક્ષે જવાનું મહાન આત્મપરાક્રમ કરનાર દ્રાવિડ વારિખિલ્લ ) આ આદિશ્વરદાદા પાસે માગ્યું ને મેળવ્યું સુખ કોડો સાથે શિવકાર; દ્રાવિડ વારિખિલ્લ ધન્ય તમને, પૌત્ર તમે સાચા જગ શિરદાર. ભગવાન ઋષભદેવે દીક્ષા લેતાં પહેલાં સૌ પુત્રની જેમ દ્રાવિડ અને વારિખિલ્લને પણ રાજભાગ આપ્યો હતો. દ્રવિડને મિથિલાનું રાજ્ય તથા વારિખિલ્લને લાખ ગામો આપ્યાં હતાં. આમ છતાંય બને એકબીજાની સંપત્તિની ઇર્ષ્યા કરતા હતા, અને એકબીજાનું રાજ્ય પડાવી લેવાના જરા જરા પૈતરા રચતા હતા. એક વખત વારિખિલ્લ દ્રાવિડના નગરમાં આવી રહ્યો હતો. તે જાણી દ્રાવિડે તેને પોતાના નગરમાં આવતો અટકાવ્યો. મોટાભાઈના આ વર્તાવથી વારિખિલ્લ રોષે ભરાયો અને તેને સૈન્ય સાથે દ્રાવિડના નગર પર આક્રમણ કર્યું. બન્ને વચ્ચે સાત સાત વરસ સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધમાં અનેક હાથી, ઘોડા તથા કરોડો સુભટ માર્યા ગયા. યુદ્ધ-નિયમોના હિસાબે તે વખતે ચોમાસામાં યુદ્ધ બંધ રહેતું. આવા એક દિવસે દ્રાવિડ પોતાના પરિવાર સાથે વનનું સૌંદર્ય જોવા નીકળ્યો. ફરતા ફરતા તે કોઈ તાપસના આશ્રમમાં પહોંચ્યો. ત્યાંના કુલપતિ સુવઘુસ્વામી પાસે નમન કરીને તે બેઠો. સ્વામીએ દ્રાવિડને આશીર્વાદ આપ્યા અને ઉપદેશ આપતા કહ્યું : હે રાજન! તમે બન્ને સગાભાઈઓ આમ રાજય માટે હિંસક યુદ્ધ લડો છો તે તમોને જરાય શોભાયમાન નથી. ભરત અને બાહુબલી પણ પોતાની ભૂલ સમજ્યા હતા. અને યુદ્ધ બંધ કરીને બાહુબલી પોતાના મોટાભાઈ ભરતને વિનયથી પ્રણામ કરી પોતાના પિતા ઋષભદેવના સંયમપંથે વળ્યા હતા. તો તમે બન્ને ભાઈઓ યુદ્ધ બંધ કરી પોતાના વેરઝેર ભૂલી જાઓ, અને તમારા જીવનનું કલ્યાણ કરો. સુવઘુસ્વામીની પ્રેમાળ વાણી દ્રાવિડના હૈયા સોંસરી ઉતરી ગઈ. તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy