SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ] [ જૈન પ્રતિભાદર્શન ( તેટલીપુત્ર ) ત્રિવલ્લી નગરી પર કનકરથ રાજાની આણ પ્રવર્તતી હતી. તેમને રાજયનો બહુ મોહ હતો. તે માનતો કે રાજકુમારો મોટા થતા રાજ્ય લેવા માટે બાપને મારી નાખે છે, તો રાજકુમારો મારે જોઈએ જ | નહીં. આ સમજને લીધે તે પોતાની રાણી કમલાવતીને જે પુત્ર થાય તે જન્મતાં જ મારી નખાવતો. કમલાવતીથી આ સહન થતું નહીં, પણ શું થાય? સહન કર્યા સિવાય છૂટકો ન હતો. કાળક્રમે તે પાછી સગર્ભા થઈ. હવે તે પુત્રને ઝંખતી હતી. જન્મેલો પુત્ર જીવતો રહે તેવી તેની અદમ્ય ઇચ્છા હતી. પુત્ર જન્મે તો તેને કેવી રીતે બચાવવો તેનો તે વિચાર કરવા લાગી. આ માટે તેણે રાજાના મંત્રી તેટલીપુત્રને વિશ્વાસમાં લીધા. તેટલીપુત્ર નગરશેઠની પુત્રી પોટીલા સાથે પ્રેમથી પરણ્યો હતો. રાણીએ મંત્રીને બોલાવીને કહ્યું, મને જો પુત્ર થાય તો તેની રક્ષા કરવાનું વચન આપો. મંત્રીએ વચન આપ્યું. એ અરસામાં મંત્રી પત્ની પોટીલા પણ ગર્ભવતી હતી. દેવયોગે બન્નેને સાથે પ્રસૂતિ થઈ. રાણીએ પુત્રને અને પોટીલાએ પુત્રીને જન્મ આપ્યો. અગાઉ મંત્રી સાથે નક્કી કર્યા મુજબ સંતાનોની ફેરબદલી કરી નાખી. નગરમાં જાહેર થયું કે રાણીએ પુત્રીને જન્મ આપ્યો છે. મંત્રીએ રાણીના પુત્રનું નામ કનકધ્વજ રાખ્યું. કાળક્રમે કનકરથ રાજા મૃત્યુ પામતાં મંત્રીએ અને રાણીએ કનકધ્વજને રાજગાદી પર બેસાડ્યો. કનકધ્વજરાજા મંત્રી તેતલીપુત્રનું બહુ માન રાખતો હતો અને તેમની સલાહ મુજબ રાજ્ય ચલાવતો હતો. પુરુષનું મન ભ્રમર જેવું છે. તેટલીપુત્રનું મન સમય જતા પોટીલા ઉપરથી ઊઠી ગયું. પોટીલાએ પતિનો પ્રેમ પાછો મેળવવા કોઈ એક સાધ્વી પાસે જઈ ઉપાય પૂછ્યો. સાધ્વી મહારાજે પોટીલાને ધર્મદેશના આપી. એ સાંભળી પોટીલાને વૈરાગ્ય જાગ્યો. દીક્ષા માટે તેણે તેટલીપુત્રની આજ્ઞા માંગી. તેણે કહ્યું : દીક્ષા લઈને તું સ્વર્ગમાં જાય અને તે ત્યાંથી મને પ્રતિબોધ પમાડવાનું વચન આપે તો હું તને દીક્ષા લેવાની સંમતિ આપું. પોટીલાએ વચન આપ્યું. સમ્યફ ચારિત્રની આરાધના નિષ્ફળ જતી નથી. સાધ્વી પોટીલા કાળધર્મ પામીને સ્વર્ગે ગઈ. તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી પોતાનો પૂર્વભવ જોયો. આપેલું વચન યાદ આવ્યું. તેણે તરત જ તેતલપુત્રને ધર્મમાં જોડવા માટે પ્રેરણા કરવાના પ્રયત્નો શરુ કરી દીધા. પરંતુ વિષય વિકારમાં લુબ્ધ માણસોને એમ સરળતાથી ધર્મ કરવાનો ઉત્સાહ જાગતો નથી. તેતલીપુત્રને પણ ધર્મ પ્રત્યે કંઈ રસ જાગ્યો નહીં. પોટીલાદેવે હવે આકરા ઉપાયો અજમાવવા માંડ્યા. કનકધ્વજને ઉશ્કેરી તેણે મંત્રી તેતલીપુત્રનું ભયંકર અપમાન કરાવ્યું. કનકધ્વજે મંત્રી ઉપર ગુસ્સો કર્યો અને ખૂબ જ કડવાં વેણ કહ્યાં. અપમાનની આગથી તેટલીપુત્ર સળગી ઉઠ્યો. તેનું સ્વમાન ઘવાયું. તેને આવું અપમાનિત જીવન જીવવા કરતાં મરવાનું વધુ પસંદ કર્યું. તેટલીપુત્રે નગર છોડી દીધું અને જંગલમાં જઈ તાલકૂટ વિષ ઘોળ્યું. પણ દેવપ્રભાવથી તેને કોઈ અસર થઈ નહીં. મરવા માટે તેણે જુદાજુદા ઉપાયો કર્યા પણ દેવકૃપાએ તે નિષ્ફળ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy