________________
શારદા સાગર
પછી તેને સાચવવામાં ઊંઘ પણ ઊડી જાય છે. છતાં લક્ષમી કાયમ તમારા ઘરમાં ટકી શકતી નથી. એને માટે કેટલી મહેનત કરે છે?
આ ઝવેરીએ સવારના આઠ વાગ્યાના એસોડ કરવા બેસે તે બે વાગ્યે જમવા ઉઠે ને પાછા ત્રણ વાગ્યે બેસે તે સાંજ સુધી એડ કરે છે પણ થાક લાગતું નથી. અને એકાગ્રતા કેટલી કે કેણ આવ્યું ને કોણ ગયું તે ખબર નથી હોતી. ઘણાં કહે છે કે માળા ગણતાને સામાયિકમાં અમારું ચિત્ત સ્થિર રહેતું નથી તે હીરા જોતી વખતે ચિત્તો કેમ સ્થિર હતું. એ બતાવે છે કે ધંધા પ્રત્યેને જીવને જેટલે રાગ છે તેટલો ધર્મ પ્રત્યેને નથી. ભૌતિક સુખ મેળવવા ભૂત બનીને તેની પાછળ ભમે છે. હજુ અંતરખેજ કરી નથી. જ્યારે આત્મિક સુખની પિછાણ થશે ત્યારે ભૌતિક સુખ ફિક્કા લાગશે.
મહાન પુરૂષ કહે છે કે ભૌતિક સુખ કેવું છે? તેના માટે એક ન્યાય આપે છે. એક પાતાળ કૂવે છે ને બીજે છીછરે ફરે છે. છીછરે કૂવે બનાવતા બહુ મહેનત નથી પડતી પણ પાતાળ કૂવે ખેદવામાં કેટલી મહેનત કરવી પડે છે. તેની ખબર છે? પાતાળમાંથી પાણી કાઢવા માટે મશીનરી મૂકવી પડે છે. અમે અમદાવાદથી રાજકોટ જતા હતા. રાજકેટ જતાં રસ્તામાં મોટા મોટા પથ્થરના ડુંગરા આવે છે. ને ઘણી જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા હતા. એક વટેમાર્ગુને પૂછયું. ભાઈ? અહીં પથ્થર છે. પાણી કયાંય દેખાતું નથી તે આ મોટા કૂવા શા માટે દયા છે? ત્યારે પેલે ભાઈ કહે મહારાજ! એ કૂવા નથી. અહીં પથ્થર લેવા ઘણાં લેકે આવે છે તેમને પથ્થરની જરૂર પડે ત્યારે આ પથ્થરમાં દારૂગોળો મૂકી દૂર ભાગી જાય છે. એ દારૂગોળો ફૂટે એટલે ભીતરમાંથી મોટા પથ્થરે ઉછળીને બહાર પડે ને તે જગ્યામાં આવા ઊંડા ખાડા પડી જાય. બંધુઓ! તે રીતે કર્મ રૂપી પહાડે તેડવા માટે દારૂગોળ જોઇશે. તે દારૂગોળે કર્યો છે? સમ્યદર્શન, જ્ઞાન અને ચાસ્ત્રિને દારૂગોળો મૂકવામાં આવશે તે કર્મરૂપી મટી શીલાઓ બહાર આવી જશે. પરિણામે આત્મા કર્મરહિત બની જાય.
એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી કર્મની ગંજીઓને બાળવા એક જ દારૂગોળો બસ છે. જેમ કરે મણ રૂની
હોય તે તેને બાળવા કરડે મણું અગ્નિની જરૂર પડતી નથી. તેના માટે એક નાનકડી ચિનગારી બસ છે. તેમ કહે વર્ષોના સંચિત કરેલા કર્મોને બાળવા માટે સમ્યદર્શનને એક દારૂગોળો બસ છે. પછી એ કર્મરાજાની તાકાત નથી કે ઉભા રહી શકે. બિચારા રાંકડા બની જશે. જ્યારે કર્મરાજા જેર જમાવે છે ત્યારે ચેતનદેવ જે વિભાવમાં રમતા હોય તે તે સજા હોવા છતાં રંક બની જાય છે. પણ શકિતનું ભાન ભૂલી જાય છે. હાયય કરે છે, રડે છે ને મૂંઝાઈ જાય છે. પણ જ્યારે સમ્યક્દર્શનની ચિનગારી પ્રગટ થાય છે ત્યારે કર્મોદય સમયે આત્મા એ વિચાર કરે છે કે હે જીવ