________________
૬૬
શારદા સાગર
દષ્ટિને બંધ કરવી પડે. બહારની દષ્ટિ બંધ થાય તે આંતરિક દૃષ્ટિનું અવલોકન થાય છે. દેવાનુપ્રિયો ! આ રીતે આપણે એ સમજવાનું છે કે જે સુખને તમે દૂર દૂર શેધી રહ્યા છે તે સુખ આત્મામાં ભરેલું છે. જે આત્મામાં અક્ષય અને અનંત સુખનો ખજાને ભરેલો ન હોત તો મહાન પુરૂ એ ખજાનાને પ્રાપ્ત કરી શક્યા ન હોત. એ મહાનપુરૂષ આત્મિક સુખને પ્રાપ્ત કરી ચૂક્યા છે ને આપણને પ્રાપ્ત કરવા માટે ચાવીઓ બતાવી ગયા છે.
જેમના અંતરમાં આત્મિક સુખના પુવાર ઉડે છે એવા અનાથી નિથ મંડીકુક્ષ ઉધાનમાં પધાર્યા છે. શ્રેણીક મહારાજા પણ અલૌકિક શક્તિને અનુભવ કરતા કરતા બગીચામાં આવે છે. ત્યાં તેમણે શું જોયું -
तत्थ सो पासइ साहु, संजयं सुसमाहियं । निसन्न रुक्खमूलम्भि, सुकुमालं सुहोइयं ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૪. શ્રેણીક રાજાએ એક મહાન પવિત્ર સંતને જોયા. તે સંત કેવા હતા? તેના અહીં ત્રણ વિશેષણ આપ્યા છે. સાધુ, સંયતિ, સુસમાધિવંત. અહીં સંતને સુસમાધિવત શા માટે કહેવામાં આવ્યા છે? સાધુ અને સંયતિ શબ્દની સાથે સુસમાધિવંત કહેવાનું કારણ એ છે કે કેટલાક સાધુઓ સંયતિ હોય છે. ક્રિયાઓ બધી સાધુ જેવી કરે છે પણ તની શ્રધ્ધામાં ફેર હોય છે. જમાલિ, ગે શાલક આદિની શ્રદ્ધામાં ફેર હતે. ગોશાલક ભગવાનની સાથે રહેતો હતે પણ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ ચાલતું હતું. જમાલિએ ભગવાનના વચનોને ઉથલાવ્યા તે કિલ્વિષિમાં ઉત્પન્ન થવું પડયું. અંધકમુનિ ભગવાનની આજ્ઞાને અનાદર કરીને ૫૦૦ શિષ્ય સાથે વિહાર કરી ગયા તે ઘાણીમાં પલાવું પડયું. ચિત્તમાં અસમાધિ પેદા થઈ, જે શિષ્ય ગુરૂની આજ્ઞામાં રહે છે તે મહાન સુખી થાય છે. ગુરૂની ગમે તેવી આજ્ઞા હોય તો પણ તહેત કરવી જોઈએ. વિનિત શિષ્ય તે એ વિચારે કે ગુરૂ જે કહે છે તે મારા લાભ માટે છે.
મિલેટ્રીમાં સૈનિકોને તેને સેનાપતિ કહે કે ચાલે તો ચાલવા માંડે ને કહે ઊભા રહો તે ઊભા રહે. પછી વચમાં ખાડા ટેકશ ગમે તે આવે તે પણ ચાલવાનું એટલે ચાલવાનું. કૂ આવે તો પણ ચાલવાનું. લશ્કરની, પિતાના સૈનિકોની ચિંતા તેના સેનાપતિને હોય છે. કૃ આવશે તો એ તરત કહેશે અટકી જાવ. તેમ શિષ્ય ગુરૂની આજ્ઞા શિરોમાન્ય કરે તો કલ્યાણ થઈ જાય ને ગુરૂની આજ્ઞા શિરેમાન્ય ન કરે તે શિષ્ય ધર્મ ચૂકી જાય છે. જે શિષ્ય વિનયવાન અને શ્રધ્ધાવાન હોય છે તેના ચિત્તમાં સમાધિ હોય છે. આ મુનિ આવા સમાધિવત હતા તેથી અહીં મુનિને સુસમાધિવત કહેવામાં આવ્યા છે.