________________
શારદા સાગર
૩૯૯
હાય છે તે આ લોક અને પરલેાક સબંધી લાભ અને હાનિને જાણી શકે છે. તે માત્ર વર્તમાનકાળને નહિ પણ ભૂત, ભવિષ્ય અને વર્તમાન—એ ત્રણે કાળનેા વિચાર કરે છે.
દી શી મહાત્માએ એમ સમજે છે કે કામ લેગ એ આ લેાક અને પરલેાક બંને જગ્યાએ મને દુ:ખદાયી છે. જે તેના ત્યાગ કરે છે તે ઉભય લેાકમાં સુખી થાય છે. તે દી કશી પુરૂષ! સંસારની વિવિધતા અને વિચિત્રતાઓને પણ સારી રીતે જાણી છે. સંસારમાં વિવિધતા અને વિચિત્રતા એટલે શુ? તે જાણે છે ? આ સંસારમાં તમે જુએ છે ને કે એક જ પદાર્થ કાઈને ઇષ્ટ લાગે છે તે પટ્ટા ખીજી વ્યકિતને અનિષ્ટ લાગે છે. એક મનુષ્યને જે વ્યકિત મિત્ર જેવી પ્રિય લાગે છે તે વ્યકિત ખીજાને દુશ્મન જેવી લાગે છે. એક જગ્યાએ આનન્દ્વના વાજા વાગે છે તેા ખીજી જગ્યાએ રુદનની કરુણ ચીસા સંભળાય છે. આ બધી સંસારની વિચિત્રતાએ નહિ તે ખીજું શું છે ? દીદશી આત્માએ આવી વિચિત્રતાએ શા માટે થાય છે તે પશુ જાણે છે. આ જીવ શા માટે દુ:ખી થાય છે? સુખી થાય છે? કયા કારણેાથી ઉર્ધ્વલેાકમાં જાય છે, અધે લેાકમાં જાય છે ને ત્રીછા લેાકમાં આવે છે? આવા લેાકના સ્વરૂપને જે જાણે છે તે કામભેાગે!ને દુઃખનુ કારણ સમજીને તેને ત્યાગ કરે છે. કામ લેગના ત્યાગમાં સાચી શાન્તિ અને સુખ છુપાયેલુ છે. અને જે આત્માએ વિષયાસક્ત બને છે. તે વારંવાર સંસારમાં પરિભ્રમણ કરે છે. તેમને માટે વિષયને ત્યાગ ખૂબ દુષ્કર બની જાય છે. તે નહિ છૂટવાને કારણે તેમની ભત્રપરંપરા વધતી જાય છે. જયાં સુધી તેને પેાતાની સ્થિતિનું ભાન થતું નથી ત્યાં સુધી તે જીવે ધર્મમાં પ્રવૃતિ કરી શકતા નથી.
ખંધુએ ! આ માટે સૂત્રકાર ભગવા ફરમાવે છે કે હે ભવ્ય જીવા! તમને અસીમ પુણ્યાયથી રત્નચિંતામણિ સમાન આ માનવજીવન પ્રાપ્ત થયું છે. આ માનવજીવન સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટેનું સ શ્રેષ્ઠ વરદ્વાન છે. આ જીવનમાં જ્ઞાન-દર્શન-ચારિત્રનેા સંપૂર્ણ વિકાસ થઇ શકે છે. આ માનવ જીવન ચાર પુરુષાથામાં સર્વથી શ્રેષ્ઠ પુરુષાર્થ મેાક્ષને પ્રાપ્ત કરવાનું સાધન છે. આ માનવભવમાં માક્ષની પ્રાપ્તિ થઇ શકે છે. દેવે પણ આ માનવભવ પ્રાપ્ત કરવાને માટે તલસે છે જ્યારે આપણને તેા અનાયાસે મળી ગયા છે. આ દુર્લભ અને સુવર્ણ અવસરને પ્રાપ્ત કરીને પ્રમાદમાં, વિષય-કષાયમાં. નિદ્વાકુથલીમાં બ્ય ગુમાવે। નહિ. તમે આ મનુષ્યભવની દુર્તંભતાને સમજો. આ સુદૂર અવસર વારેવારે નહિ મળે. તમે કોઇ સારે। અવસર હેાય ત્યારે કહેા છેને કે નાણું મળશે પણ ટાણું નહિ મળે. તે રીતે અમે પણ કહીએ છીએ કે આ મનુષ્ય જન્મ વારવાર નહિ મળે. જેટલી ધર્મની આરાધના થાય તેટલી કરી લે. આપણે બધા જાણીએ છીએ કે માનવજીવન જીવને ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિયમાંથી બેઇન્દ્રિયમાં જવાને માટે જીવની બે ગણી પુણ્યાઇ જોઈએ. જેવી રીતે એક