________________
શારદા મા
મહાપુરૂષોએ આત્માને જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે ધર્મ અને વિજ્ઞાનની વાત સમજાવી. આજે દરેકના મનમાં એમ જિજ્ઞાસા છે કે ભગવાનના શાસનમાં વિજ્ઞાન હોય તે સારું આપને ખ્યાલ નથી પણ જૈનદર્શન વિજ્ઞાનથી ભરચક ભરેલું છે. જે વાત તમારા વિજ્ઞાને નથી સમજાવી તે જૈનદર્શને સમજાવી છે. આજનું વિજ્ઞાન વિનાશ સર્જે છે. જ્યારે ભગવાનનું વિજ્ઞાન ઉત્થાન કરે છે. આજનું વિજ્ઞાન વિનાશી અને નાશવંત સુખ આપે છે. જ્યારે ભગવાનનું વિજ્ઞાન અવિનાશી અને શાશ્વત સુખ આપે છે. આપણને બધાને આજે વીતરાગ ભગવાનને શ્રેષ્ઠ માર્ગ અને જૈનદર્શન સદ્દભાગ્ય પ્રાપ્ત થયા છે. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. તમે બધાએ જ્ઞાન તે ઘણું મેળવ્યું છે. ભૌતિક જ્ઞાનમાં પ્રગતિ તે ઘણી કરી છે. કલદાર પેદા કરવામાં તે એવા હોંશિયાર છે કે અમારી બુદ્ધિ તે ત્યાં પહોંચી શકે નહિ. તમારું વિજ્ઞાન પણ ભૌતિક સુખ માટે ભરચકભર્યું છે. એક નાને લેખંડને ટુકડે પણ જે વૈજ્ઞાનિકના હાથમાં જાય તે મશીનરી બની જાય છે. ધરતીમાં કઈ જગ્યાએ ધાતુ, આદિ છે તે જોવા માટે પહેલાં મશીનરી મૂકે છે ને પછી તેમાંથી કાઢવા પ્રયત્ન કરે છે. આ તમારું વિજ્ઞાન જે સુખ આપે છે તે સુખમાં લાલસા વધે છે. લેભ વધે છે આ વિજ્ઞાન ગમે તેટલું આગળ ગયું હોય તે પણ એ નથી શોધી શકયું કે તે મરેલા માણસને જીવતો કરી શકે કે આયુષ્ય વધારી શકે. ત્યારે તે ડોકટર પણ કહી દે છે કે તૂટી તેની બુટી નથી. વિજ્ઞાન અને ધર્મમાં ફેર શું? જેન ધર્મ વિજ્ઞાનમય છે. સાચું વિજ્ઞાન તો તે છે કે જે વિનાશ ન કરે પણ ઉત્થાન કરે, શૂન્યમાંથી સર્જન કરે ને આત્મામાંથી પરમાત્મા બનાવે. તમારું વિજ્ઞાન ગમે તેટલું આગળ વધીને વધશે તે ભૌતિક સુખ આપશે પણ આત્માનું સુખ નહિ આપે.
સુખ કોને કહેવાય? તમે બોલે છે ને કે “પહેલું સુખ તે જાતે નર્યા.” સંસારનું બધું સુખ હોય શરીરનું સુખ ન હોય તો બીજા બધા સુખ ઝાંખા છે. ગમે તેટલી લમી હોય. મેટા કરોડપતિ હોય પણ જે તેની શરીરની તંદુરસ્તી સારી નહિ હોય તે તે માને છે કે હું દુખી છું. રાજા જેવો વૈભવ હોય પણ જે શરીર સારું નહિ હોય ને તેને પૂછશે કે ભાઈ! તું તો સંપૂર્ણ સુખી છે ને? ત્યારે તે શું કહેશે? ભાઈ! બધું સુખ છે. પણ મારું શરીર સારું નથી તેથી મહાન સુખી હોવા છતાં દુઃખી છું. અહીંયા જેના દર્શન અને તમારા વિજ્ઞાનમાં તફાવત પડે છે. જેના દર્શન કહે છે. કદાચ શરીર સારું હોય પણ તેના જીવનમાં ધર્મ ન હોય તો તે શરીર માંદું છે. તે શરીરની કોઈ કિંમત નથી. માટે પહેલું સુખ જાતે નર્યા તેના બદલે જેના દર્શન કહે છે કે પહેલું સુખ તે આત્મજ્ઞાન. ભગવાનનું વિજ્ઞાન કહે છે કે તને શરીર તે સારું મળી ગયું પણ તે શરીર દ્વારા તેં કેટલા સારા કાર્યો કર્યા? કેટલાનું ભલું કર્યું? તે વિચાર કરજે. વૃક્ષને કેઈ કુહાડી લઈને કાપવા જાય તે પણ તે તેને શીતળ છાયા આપે