________________
૯૦૫
શારદા સાગર
મૃત્યુની શય્યા પર પડયા છે. તે ખૂબ મૂંઝાયા છે. નિરંજન કહે છે પિતાજી! આપની આંખમાં આંસુ કેમ છે? આપને જે મૂંઝવણ હોય તે મને કહે. પિતા કહે બેટા! તું સ્નેહલને બરાબર સંભાળજે. હવે હું જાઉં છું. આ શબ્દો સાંભળી નિરંજનની આંખમાં આંસુ આવી ગયા. તે રડતો રડતે બોલ્યો. અહે પિતાજી! અમારી બંનેની માતાઓ તે અમને બાળપણમાં મૂકીને ચાલી ગઈ અને આજે તમે પણ અમને નિરાધાર મૂકીને જાવ છે? અમે બંને ભાઈઓ પિતાની છાયા વિનાના સેંધારા બની જઈશું. પહેલા તો તે ખૂબ રડ. પછી હૈયું હળવું કરીને કહે છે પિતાજી! આપ મારા નાના ભાઈની બિલકુલ ચિંતા ન કરશે. એ મને ખૂબ વહાલે છે. હું એની બધી સંભાળ રાખીશ. એને જમાડીને જમીશ. મારે ભાઈ કહું કે મારો પુત્ર કહું અને મને સરખું છે. આટલું સાંભળતા પિતાને આત્મા દેહનપિંજરમાંથી ઉડી ગયા.
“નિરંજન અને સ્નેહલને પડેલ પિતાને વિયોગ - પિતા જવાથી બંને ભાઈના દિલમાં ખૂબ દુઃખ થયું. સમય જતાં શેક વિસારે પડે. બંને ભાઈઓ ખૂબ સગુણ હતા. પિતાની થેડીઘણી મુડી હતી. ને નિરંજન હવે ભણી રહ્યો હતે. એટલે આવક ચાલુ થઈ ગઈ હતી. સમય જતાં એક સારા કુટુંબની વનિતા નામની કન્યા સાથે નિરંજનના લગ્ન થયા. પરણતી વખતે નિરંજને વનિતા સાથે કબૂલાત કરી હતી કે મારે સાવકી માતાને પુત્ર સાત વર્ષને નાનો ભાઈ છે. તે મને મારા સગા ભાઈથી પણ અધિક વહાલે છે. તે તારે એને માતાની જેમ સાચવ પડશે. એને કદી ઓછું આવવા દેવાનું નહિ. જે તને આ વાત મંજુર હોય તે તારી સાથે લગ્ન કરું.
ભાભીના પ્રેમમાં રમતે સ્નેહલ બે ભાભીમા” – વનિતા એક સહગુણ યુવતી હતી. તેણે નિરંજનની વાત કબૂલ કરી. અને બન્નેના લગ્ન થયાં. ભાભી ઘરમાં આવ્યા. નાનકડા દિયરીયા નેહલને વનિતા ખૂબ પ્યારથી રમાડે છે. તેની કબૂલાતનું હૃદયપૂર્વક પાલન કરે છે. તેથી સ્નેહલને વિચાર થયા કરતો કે મારે ભાભીને કેવી રીતે બેલાવવા? એ મને માતાની જેમ સાચવે છે. મારી માતા પણ મને આવું સાચવતી ન હતી. આજે ઘણું બાળકે પિતાની માતાને પણ ભાભી કહીને બોલાવે છે. તે સ્નેહલે સાંભળેલું. એટલે તેને થયું કે મારે માતા તો છે નહિ અને આ ભાભી મને માતાની જેમ સાચવે છે તે હું એમને “ભાભીમા કહીને બોલાવું. એટલે તેમાં માતા અને ભાભી બંને આવી જાય. તેને આ સંબંધન ખૂબ ગમી ગયું.
એક દિવસ નેહલ સ્કૂલેથી ભણીને આવ્યું તે જ સીધે “ભાભીમા કહીને ભાભીને ગળે વળગી પડયે. ભાભીએ નેહલને બાથમાં લઈ લીધે. ભાભી માતાની જેમ નેહલને સખતી હતી. નિરંજન, વનિતા અને સનેહલ આ ત્રણનું નાનકડું કુટુંબ ખૂબ પ્રેમ અને આનંદથી રહેતું હતું. આ આનંદ જોઈને શેરીના માણસોને ઈર્ષ્યા આવી ગઈ. શેરીની બહેને કહે છે વનિતા! તું તારા દિયરને ખૂબ લાડ લડાવે છે. પણ એક દિવસ