________________
૯૩૦
વરદા સાગર હોય તો તેને ખરીદીને શું કરવાનું? બસ, મારે તમને એટલું કહેવું છે કે ચાર આનાની નારંગી કે સફરજન ખરીદવા છે તેમાં તમે આટલી બધી ચકાસણી કરે છે તે જેમની સાથે આત્માના કલ્યાણને સબંધ રહે છે, જેમના પરિચયમાં જઈ આત્મતત્વને પામવું છે તે શું તે સાધુઓમાં જોશે ને કે આ સાધુમાં આત્મકલ્યાણ કરવાના ગુણે છે કે નહિ? સાધુઓને વિષે પણ તમારે ઉપરના વેશને નહિ જોતાં અંદરના ગુણેને જેવા જોઈએ. જેમનામાં ચારિત્રના ગુણે ઝળહળી રહ્યા છે તેવા ઉત્તમ સંતના સમાગમથી આત્માનું કલ્યાણ થાય છે અને જે સંતો જીનેશ્વરની આજ્ઞામાં વિચરતા હોય તેમને વંદન કરવાથી કમની ભેખડે તૂટી જાય છે. પણ જેણે ફક્ત સાધુને વેશ ધારણ કર્યો છે, પણ જે સ્વછંદતાને ત્યાગ કરતા નથી ને ભગવાનની આજ્ઞામાં વિચરતા નથી તેવા કુશીલ સાધુ જિનમાર્ગની વિરાધના કરે છે. આવા પાસસ્થા સાધુઓને વંદન નમસ્કાર કરવા તે શોભાસ્પદ નથી. કારણ કે તેને વંદન નમસ્કાર કરવા તે જ્ઞાન-દર્શન- ચારિત્રની વિરાધનામાં સહાયતા આપવા બરાબર છે. ભગવાને નિશીથ સૂત્રમાં કહ્યું છે કે :
મિg Tiી વ૬, વત્ત વા સોફિના ____ एवं जाव संसत्तं वन्दइ वन्दन्तं वा साइज्जइ ॥
દેવાનુપ્રિયે ! આનો અર્થ એ નહિ સમજતા કે ભગવાન કેઈના ઉપર શ્રેષ કરે છે. જ્ઞાની તે જે છે તે સત્ય હકીક્ત આપણી સામે રજુ કરે છે. ને આપણને સમજાવે છે કે તમે હાડ- ચામના પૂજારી ના બને પણ ગુણના પુજારી બને. કેઈ કુશીલ સંત હોય ને વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ ચાલતું હોય તે સમયે તમારામાં જે સાચું શ્રાવકપણું હશે તે તમે તેમને કહી શકશે કે અમારે સબંધ કુશીલ સંતે સાથે નથી પણ જે ભગવાનની આજ્ઞા માને છે તે સંતો સાથે છે. જે તમે ભગવાનની આજ્ઞા માનતા ન હો તે અમારે તમારી સાથે શું સબંધ છે? જો તમે આ પ્રમાણે કહેશે તે તે પાસસ્થા સાધુ પણ ઠેકાણે આવશે. અને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં પણ તે વિચાર કરશે. પણ જો તમે આટલા કડક નહિ બને તે પાસસ્થાપણના સહાયક થઈને પાસસ્થા સાધુને વધુ બગાડવા જેવું કરી રહ્યા છે. ખરેખર ભગવાને કહ્યું છે કે એવા સાધુઓ જે પાસસ્થા છે, કંદર્યાદિમાં લીન છે તેવા સાધુઓની ગતિ પણ કેવી થાય છે? તે શાસ્ત્રકારે બતાવ્યું છે.
कंदप्प कुक्कुयाइ तह सील सहाव हास विगहाहि । .. विम्हावेत्तो य परं, कंदप्प भावणं कुणइ ॥
જે સાધુ સંસાર છોડીને સાધુ બન્યા છે તેવા સાધુઓમાં જેણે વેશ બદલ્યા છે પણ વર્તન નથી બદલ્યા અને કંદર્પ–કામકથાઓ, વિકથાઓ, શીલ નિરર્થક ચેષ્ટા તથા કંદપીભાવનાનું આચરણ કરી રહ્યા છે તે મરીને કંદપી દેવ બને છે તેને સ્વર્ગના ભાંડ