Book Title: Sharda Sagar
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai

View full book text
Previous | Next

Page 1010
________________ શારદા સાગર ૯૭૧ શ્રેણીક રાજાને આવા પવિત્ર સંત ભેટી ગયા. એમને નરકને બંધ પડી ગયું હતું એટલે વ્રત-પ્રત્યાખ્યાન કરી શકતા ન હતા. પણ વીતરાગ વચન ઉપર શુદ્ધ શ્રદ્ધા થતાં ધર્મની ખૂબ દલાલી કરી. તે દીક્ષા લઈ શકયા નહિ પણ દીક્ષા લેનારને અનુમોદના ખૂબ આપી. એવી તેમની પવિત્ર ભાવના હતી. રાજાની આવી પવિત્ર ભાવના હતી. રાજાની આવી પવિત્ર ભાવના કરવામાં નિમિત્ત અનાથી નિગ્રંથ છે. અનાથી નિગ્રંથ મળ્યા તે સમ્યદર્શન પામ્યા. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કામ કરે છે. જીવનું ઉપાદાન શુદ્ધ હોય તે ગમે ત્યાંથી નિમિત્ત મળી જાય છે. તે અનુસાર શ્રેણીક રાજાને અનાથી મુનિ મળ્યા ને સાચી સમજણ પ્રાપ્ત કરી. પિતાની ભૂલ પિતાને સમજાઈ એટલે મુનિના ચરણમાં મસ્તક નમાવી દીધું ને કહ્યું હે ભગવંત! હે ગુરૂદેવ! તમે સંયમ લઈને સાચા સનાથ બનીને મનુષ્ય જન્મને સફળ બનાવ્યા છે. હવે આગળ શું કહે છે – તે સિ નાહો બહા (૬) જીરા મા તુમે (પ) અનાથી નિગ્રંથના વારંવાર ગુણગ્રામ કરતાં શ્રેણુક રાજા કહે છે હે મુનિરાજ! આપ જિત્તમ માર્ગે ચઢી પિતાના તે નાથ બન્યા છે પણ સંસારમાં જે જ અનાથ છે તેમના પણ નાથ બન્યા છે. આપે જે સાચી સનાથતા પ્રાપ્ત કરી છે તે સનાથતા જગતની અનાથતા દૂર કરનારી છે. જે અવસ્થા પામીને બીજા લોકે મોહમાં પડી જાય તે અવસ્થા પ્રાપ્ત થવા છતાં પણ તમે તેનાથી અલગ રહી તેના મોહમાં ન ફસાતા સજાગ બનીને સંયમ માર્ગમાં જોડાઈ ગયા. માટે તમે સનાથ છે. અનાથના નાથ છે. જે પિતાને નાથ બની જાય છે તે બીજાને પણ નાથ બની જાય છે. માટે હે ગુરુદેવ! આપ અનાથના પણ નાથ છો. આપે મને પહેલાં કહ્યું હતું કે હું અનાથ હતું એટલે દીક્ષા લીધી છે. હવે આપ સંયમ લઈને સનાથ બની ગયા છે. અને આપ આપના નાથ બન્યા એટલે દરેક જીવના પણ નાથ બન્યા છે. તમે પહેલાં તમારી સંપત્તિનું વર્ણન કરી બતાવ્યું છે, હું પહેલા આ શ્રીમંત હતા. પણ જ્યારે મારા શરીરમાં રોગ ઉત્પન્ન થયા ત્યારે તે શ્રીમંતાઈ, સત્તા કે કુટુંબ કઈ રોગ દૂર કરવામાં સહાયક ન થયું. આપના આ કથન ઉપરથી એ પણ સમજી શકાય છે કે કોઈ પણ વસ્તુ ઉપર મમત્વ કરવાથી આત્મા તેને ગુલામ બની જાય છે. એટલા માટે હું મને પિતાને અનાથ માનવા લાગ્યું ને સંપત્તિ, સત્તા અને સ્વજને ઉપરથી મારી મમતા ને અધિકાર ઉઠાવી લીધા. તે માત્ર ઉપરથી નહિ પણ હૃદયપૂર્વક આપે કરી બતાવ્યું કે મેં જ્યારે પરવસ્તુની ગુલામી છેડી દીધી ત્યારે હું સનાથ બની શકયે. હે ગુરુદેવ! આપની વાત હું બરાબર સમજી શકે છે. આપ જ સાચા સનાથ છે ને બધા પ્રાણીઓના નાથ પણ તમે છે. રાજા શ્રેણીક અને અનાથી મુનિના સંવાદ ઉપરથી તમે પણ સમજી શક્યા હશો કે એક પણ પરમાણુ ઉપર “આ મારું છે' એવું

Loading...

Page Navigation
1 ... 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026