________________
શરદો સાગર
૯૭૫ પાપી જીવને ઉદ્ધાર થયો. પતિત પાવન બની ગયા. હિંસક અહિંસક બન્યા ને પોતે ધર્મને ઢંઢેરો પીટાવી તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરવાની આરાધના કરીને આવતી ચોવીસીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થંકર થઈને અનેક ભવ્ય જીવોના તારણહાર બનીને ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવીને મોક્ષમાં જશે. સંતના સમાગમથી શ્રેણીક રાજા પવિત્ર બની ગયા. એમને સંવાદ આપણને લાભદાયી નીવડે. આ અધ્યયનના અમૂલ્ય ભાવ સમજી હૃદયમાં ઉતારી જીવનમાં તાણાવાણાની જેમ જે આત્મા વણી લેશે તેનું આત્મકલ્યાણ થશે.
છેલ્લી ગાથાઓ ખૂબ સુંદર ભાવથી ભરેલી છે. પણ સમયના અભાવે તેનું સંપૂર્ણ વર્ણન થઈ શકયું નથી. ફક્ત ટૂંકમાં અર્થમાં કહ્યો છે. હવે અંજના સતીનું ચરિત્ર પણ સાર રૂપે ટૂંકમાં કહી દઉં.
ચરિત્ર - પરાક્રમી હનુમાનકુમાર વરૂણ રાજા સામે ખૂબ કુશળતાપૂર્વક લડયે. બંને બળીયા હતા. હનુમાન નાને હતું છતાં તેનામાં જે આટલું બળ આવ્યું હોય તે તે બ્રહ્મચર્યનું બળ હતું. એક તે માતાપિતાએ બાર વર્ષ સુધી અણીશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યા બાદ એક દિવસના અબ્રહ્મચર્યના સેવનથી હનુમાન કુમારનો જન્મ થયેલ હતા. અને પોતે પણ શુદ્ધ બ્રહ્મચારી હતા. તેમનું શરીર લેખંડી હતું. વરૂણ રાજા જે બળવાન રાજા પણ હનુમાનના બાહુપાશથી પકડાઈ ગયે. બ્રહ્મચર્યના પાલનથી આવા ભયંકર સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે, નેપોલિયને કેટલી વખત વિજય મેળવ્યો. એના વિજયનું કારણ શું હતું તે જાણે છે ને? તે ભણવા ગયો ત્યાં એક સ્ત્રી તેને, જોઇને મેહ પામી હતી. પણ નેપોલિયન ભણવામાં એ મસ્ત રહેતે કે કેઈના સામે દૃષ્ટિ સરખી કરતો નહિ. પહેલેથી તેનું ચારિત્ર નિર્મળ હતું. તેના બળે તે દર વખતે વિજય મેળવતે. પણ એક વખતે યુદ્ધમાં જતી વખતે પિતાની સ્ત્રીને જોઈને મનમાં વિકારી ભાવ આવી ગયો ને લડાઈ કરવા ગયે તો યુદ્ધમાં પરાજ્ય થયે.
- હનુમાન કુમાર પણ તેના બ્રહ્મચર્યના પ્રભાવથી વરૂણને જીતી ગયે. એનું પરાક્રમ જેઈને વરૂણ રાજા પણ મેંમાં આંગળા નાંખી ગયા કે શું આ છોકરાનું પરાક્રમ છે? અજેય યોદ્ધાઓને પણ તે જીતી ગયો. મારા સો સો પુત્રોને પણ તેણે હંફાવી દીધા તેને ખબર પડી કે આ પવનકુમારને પુત્ર હનુમાન છે. આ જાણે તેને ખૂબ આનંદ થયે. હનુમાને વરૂણ ઉપર વિજય મેળવ્યું પણ તેના ઉપર વૈર ન હતું. તરત તેના બંધન તોડી નાંખ્યા. વરૂણ રાવણના ચરણે નમી ગયે. તેણે રાવણના ચરણમાં શીર ઝુકાવ્યું પણ આમાં જાગી ઉઠ, અહો! આ સંગ્રામ આ જીવે અનંતી વાર કર્યો ને અનંતી વાર જય-પરાજ્ય થય ને તેના કારણે હજારે જીવેની હિંસા થઈ. તે હવે હું આત્મા સાથે એવો જંગ ખેલું કે પછી મારે આવા યુદ્ધ કરવા ન પડે. હવે તે આત્માનું