________________
શારદા સાગર વિજયધ્વજ ફરકાવી હનુમાનકુમાર પોતાના દેશ જવા તૈયાર થયા -
રાવણને આદેશ લઈ, પરણી નાર આનંદ, હનુમંત આવ્યો નિજ ઘરે, માત-પિતા આનંદ.
હનુમાને રાવણની આજ્ઞા લઈને લંકાથી પ્રયાણ કરવા કહ્યું ત્યારે રાવણે પણ ખુબ ધામધૂમથી હનુમાનને શીખ આપી. હનુમાનકુમાર વરૂણ ઉપર વિજય મેળવીને હજાર વિદ્યાધર કન્યાઓને પરણીને આવે છે. તેવા સમાચાર પવનજી અને અંજનાને મળતાં હર્ષને પાર ન રહ્યો. આખું ગામ શણગારવામાં આવ્યું ને ખૂબ ધામધૂમપૂર્વક હનુમાનનું સ્વાગત કરવામાં આવ્યું. આવા પ્રતાપી પુત્રને જોઈને માતાપિતાની છાતી ગજગજ ઉછળે છે. હનુમાન નાનો છે પણ તેનું પરાક્રમ મોટું છે. હનુમાન અને તેની હજાર પત્નીઓ પવનજીને તથા અંજનાને પગે પડી આશીષ માંગતા પવનજી અને અંજનાએ તેમને આશીર્વાદ આપ્યા.
પવનજી તથા હનુમાનના પરાક્રમથી કઈ દુષ્ટ રાજા તેની સાથે બાથ બીડી શક્ત નથી સૌ તેમનાથી ડરે છે. આવા ન્યાયી રાજાના રાજ્યમાં પ્રજા પણ આનંદથી રહે છે. ને પવનજી પૃથ્વીનું રાજ્ય આનંદથી ભોગવે છે. હનુમાન પિતાજીની આજ્ઞા પ્રમાણે રાજ્ય કારભાર બધે સંભાળે છે. ને એક હજાર વહેઓ અંજનાજીની ખડા પગે સેવા કરે છે. ઇન્દ્ર અને ઇન્દ્રાણી જેવું સુખ પવનજી અને અંજના ભેગવી રહ્યા છે. આવા સુખમાં અંજના સતીને શું વિચાર આવ્યું? વિરાગ્ય રંગે રંગાયેલ અંજના સતી, પવનજી પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે." પાછલો પ્રહર છે યણને, ધર્મ ચિંતા કરે અંજના દેવી તો, ચારિત્ર મન માહે ચિંતવે, પવનજીને પાયે લાગી તતખેવ તે,
જન્મ-મરણું દુખ દેહિલા, રેગ-વિયેગ સંસાર કેલેશ તે, વિષયના સુખ પૂરા હુઆ, શિખ દ સ્વામી હું સંયમ લઈશ તે...સતી રે
અંજનાજી દરરેજ પાછલી સકે ધર્મ જાચિકા કરતા હતા. એક દિવસ રાત્રીના છેલલા પ્રહરે ધર્મ ચિંતવણુ કરતાં તેમને વિચાર આવ્યો કે આ સંસાર અસ્થિર છે. સુખ પછી દુઃખ અને દુખ પછી સુખ, સંગ પછી વિગ ને વિયોગ પછી સંગ આવ્યા કરે છે. મેં તે મારા જીવનમાં બધું અનુભવ્યું છે. કંઈ બાકી રહ્યું નથી. મારે હવે કંઈ જાણવાનું કે માણવાનું રહેતું નથી. સંસાર સર્વસબંધે ક્ષણિક છે. આ સુખમાં કયારે દાવાનળ લાગશે તે કહી શકાતું નથી. તે હવે હું મારા આત્માનું કલ્યાણ કરવા દીક્ષા લઉં. આવી ચિંતવાણા કરીને પવનજી પાસે આવીને પગે પડીને કહે છે સ્વામીનાથ! અનંતકાળથી આપણે આત્મા આ સંસારના રેંટમાં જન્મ-મરણરૂપ ચક્કર લગાવી રહ્યો છે. હવે મને જન્મ-મરણને ત્રાસ લાગે છે માટે હવે આપ મને આજ્ઞા આપે તે સંસાર ત્યાગીને હું સંયમના પંથે જાઉં. ત્યારે પવનજી કહે છે –