________________
શારદા સાગર
શાશ્વત રાજ્ય પ્રાપ્ત કરું કે જેથી આ નાશવંત રાજ્યની જરૂર ના રહે. એમ સમજીને ત્યાં ને ત્યાં વરૂણૢ રાજા વૈરાગ્ય પામ્યા ને આત્મકલ્યાણુ કરવા માટે દીક્ષા લેવા તૈયાર થયા. એટલે દરેક તેના ચરણુમાં ઝૂકી પડયા. રાવણે પણ વરૂણની ખૂબ પ્રશંસા કરી અને વરૂણૢના પુત્રને રાજગાદી ઉપર સ્થાપન કર્યો.
૯૭૬
જીત્યા વરૂણ વિશેષથી, નૃપને કરે જુહાર, સ્થાપ્ચા સ્થાનક તેહને, અબ નહી' જીનસ લગાર, વરૂણ ઘર છે કન્યકા, સત્યવતી તસનામ, પરણાવી હનુમ’તને વર જાણી અભિરામ, વરૂણના વૈરાગ્યની વાત સાંભળીને આખી સેના એકી અવાજે ખેલી ઉઠી કે સૈાથી માટી જીતુ વરૂણરાજાએ મેળવી છે. જે આત્માને જીતે છે તે સાચા વીર છે. રાવણુને પણ તેની સાથે વૈર ન રહ્યું. વૈરાગ્યથી વૈરી પણ વશ થઇ ગયેા. વરૂણે વિચાર કર્યો કે હનુમાન જેવા તેજસ્વી કાઇ કુમાર નથી. આવે વ શેાધ્યેા જડશે નહિ તે મારી દીકરીને આની સાથે પરણાવું. વર્ણે પેાતાની પુત્રી હનુમાન સાથે પરણાવી અને પુત્રને રાજગાદી ઉપર સ્થાપન કરીને પાતે દીક્ષા લીધી. હનુમાનનું પરાક્રમ જોઇને સૌની આંખડી તેના ઉપર ઠરી ગઈ. રાવણ તે એ માટે હનુમાનના વખાણ કરે છે. હનુમાનનુ ખળ જોઈને શવણુ ખુશ થઇ ગયા.
હનુમાનકુમારનું બળ જોઇને રાવણે કરેલ સત્કાર ઃ
રાવણે હનુમંત પ્રશંસીયા, જીરપણેથી હેા રઘુવર કાય તા, મેટપ આણી મનાવીયા, પરાક્રમ દેખીને કર્યો પસાય તા, કાનના કુંડલ આપી, વળી આપ્યા છે અતિઘણાં વેશ તા, દીધી છે ભાણેજી આપણી, પરણ્યા, છે. પદમણીને આપ્યા છે દેશ તાસતી રે શિરામણી અંજના.................
હનુમાન, રાવણુ અધા પેાતાનું સૈન્ય લઈને પાછા લકામાં આવ્યા. ત્યાં આવીને રાવણે હનુમાનના ખૂબ સત્કાર કર્યો. નાની ઉંમરમાં આટલું બધુ પરાક્રમ જોઈને રાવણે તેની ખુબ પ્રશંસા કરી. અને તેને કાનના કુંડળ, ખીજા કિ ંમતી આભૂષણા ઘણાં પ્રકારના કિંમતી પેાશાક ભેટ આપ્યા. હવે રાવણુને વિચાર થા કે હનુમાન પરાક્રમી અને સૌર્યવાન છે. એનામાં કોઇ જાતની ખામી નથી. ખધા ગુણૈાથી યુક્ત છે. પ્રતાપી છે, પરાક્રમી છે તેનું કુળ પણ નિર્મળ છે તે। મારી પુત્રી તેની સાથે પરણાવું. એમ વિચાર કરીને પેાતાની પુત્રી, પેાતાની ભાણેજ તેમજ ખીજી વિદ્યાઘરની પુત્રીઓ, સુગ્રીવની પુત્રી એમ એક હજાર કન્યાએ હનુમાનની સાથે ખુબ કરિયાવર સહિત ઘણી ધામધૂમથી પરણાવવામાં આવી. તેમજ ઘણાં દેશ હનુમાનને ભેટ આપવામાં આવ્યા.