Book Title: Sharda Sagar
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai

View full book text
Previous | Next

Page 1013
________________ શારદા સાગર છે કે બીજા લકે પણ ધર્મ પામે. જો એજ્યા ગયા હતા તે કોઈ જાણત નહિ. જે એકલા મુનિને ખમાવવા ગયા હતા તે પિતાને માટે સુલભ હતું પણ નગરજને માટે સુલભ ન હતું. જગત એ ન જાણુ શક્ત કે રાજા પહેલાં કેવા હતા ને હવે કેવા બની ગયા? જે રાજા પહેલાં નાસ્તિક હતા તે રાજા જ્યારે રાજસંપદા સહિત મુનિને ખમાવવા માટે ગયા ત્યારે બીજા લેકે ઉપર તેમને કે પ્રભાવ પડેયે હશે! રાજાએ મુનિને ખમાવ્યા. તેમની સ્તુતિ કરી પછી શું બન્યું સ્ફસિય રોમ વો - સિંહ સમાન રાજા શ્રેણીક સિંહ સમાન અનાથી મુનિને ખમાવી તેમની સ્તુતિ કરી વંદન કરી પિતાના મહેલે ગયા. પણ શું કરીને ગયા તે તમને ખબર છે? તેમણે પ્રદક્ષિણા કરીને મસ્તક નમાવીને અનાથી મુનિના ચરણ કમલમાં વંદન કર્યા. તે વખતે તેમના રોમેરોમમાં હર્ષ હતા. એટલે તેમના રૂંવાડા ઉભા થઈ ગયા. રોમાંચ થે તે ભક્તિનું ચિન્હ છે. રાજા શ્રેણીક અનાથી મુનિની ભકિતને વશ થયેલા હતા એટલે તેમને વંદન કરતાં મરાય ઉભા થઈ જાય તે સ્વાભાવિક છે. રાજા શ્રેણુક મુનિને વંદન કરીને ઘેર આવ્યા ત્યારે તેમના મુખ ઉપર અલૌકિક આનંદ હતું. તે ગયા ત્યારે કેવા હતા ને આવ્યા ત્યારે કેવા હતા! જેમ કેઈ ભૂખે માણસ ભેજનશાળામાં આવે ત્યારે કે હોય છે ને ભજન કરીને જાય છે ત્યારે કે હોય છે! ભૂખ્ય હેય ત્યારે મુખ ઉપર આનંદ કે તેજ ન હોય પણ ભેજન કરીને તૃપ્ત થાય ત્યારે તેના મુખ ઉપર તેજ હેય છે ને? આ રીતે શ્રેણીક રાજા મંડીકક્ષ ઉદ્યાનમાં ગયા ત્યારે ફિકકા હતા પણ પાછા આવ્યા ત્યારે મુખ ઉપર તેજસ્વિતા હતી. જે મુનિને સધ સાંભળી રાજા શ્રેણીકના જીવનમાં આટલું બધું પરિવર્તન થયું તે મુનિ કેવા હતા! રાજા શ્રેણીક રાજ્ય સંપત્તિથી સમૃદ્ધ હતા પણ અનાથી મુનિ ગુણોરૂપી સમૃદ્ધિથી સમૃદ્ધ હતા. શાસ્ત્રકાર કહે છે કે તેઓ ત્રણ ગુપ્તિથી યુક્ત હતા. તેઓ મન - વચન અને કાયાના સંયમમાં લીન હતા. તેમણે મન, વચન અને કાયા ઉપર ખૂબ નિયંત્રણ રાખ્યું હતું. આવા મુનિ એક જગ્યાએ બેસી રહેતા નથી પણ મોહ રહિત થઈને પક્ષીઓની માફક નિરાવલંબી બનીને પૃથ્વી ઉપર વિચતા હતા. બંધુઓ! ધન્ય છે આવા અનાથી નિગ્રંથને અને ધન્ય છે એવા પવિત્ર શ્રેણીક રાજાને રાજા શ્રેણીક સમ્યકત્વ પામી ગયા ને જેન ધર્મના અનુરાગી બન્યા. મહાવીર પ્રભુના પરમ ભકત બન્યા. ભગવાન અને ભગવાનના સંતે પ્રત્યે તેમને ખૂબ ભક્તિ જાગી. તેમની એવી પરમ ભકિત હતી કે તેના કારણે ભગવાન અવારનવાર રાજગૃહીમાં પધારતા હતા. ભગવાને ચૌદ ચૌદ ચેમાસા રાજગૃહી નગરીમાં કર્યો. તે ધરતી કેવી પવિત્ર હશે! રાજા શ્રેણુક ધર્મ પામ્યા તે જગૃહી નગરીમાં પ્રભુનું આવાગમન વધુ થયું ને કેટલાય

Loading...

Page Navigation
1 ... 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026