________________
શીરદા સાગર
મમત્વ છે ત્યાં સુધી આત્મા અનાથ છે. સંસારના દરેક પદાર્થો ઉપરથી મમત્વ ઉતરી જાય ત્યારે સનાથ બની શકાય છે.
બંધુઓ! ધર્મ ઉપદેશ સાંભળીને શ્રેણુક રાજાને કેટલેં બધો હૃદયપલટ થઈ ગયો! તમે આખું ચાતુર્માસ અનાથી મુનિ અને રાજા શ્રેણુકને અધિકાર સાંભળે. તે આ સભામાં કેટલા શ્રેણીક બન્યા? શ્રેણીક રાજા મુનિ પાસે પોતાની ભૂલની ક્ષમા માંગે છે. તમને થશે કે શ્રેણીકે શું ભૂલ કરી હશે? મુનિ તે કેઈને અપરાધી માનતા નથી. એ તે ક્ષમાના સાગર હતા. તેમણે જે રાજાને અપરાધી માન્યા હોત તે આટલી સરસ રીતે સનાથ અને અનાથનું સ્વરૂપ સમજાવત નહિ. પિતાને ગુહે પ્રગટ કરતાં શ્રેણીક રાજા કહે છે હે ગુરૂદેવ! આપ એકાગ્ર ચિત્તે સમાધિવર્પક ધ્યાન કરી રહ્યા હતા ત્યારે મેં આપે ભેગ ભેગવવાના સમયમાં દક્ષિા કેમ લીધી? એ તુચ્છ પ્રશ્ન કર્યો. મને આપનું ધ્યાન તેડાવવાને ને આ હલકો પ્રશ્ન પૂછવાનો શો અધિકાર હતે? મને અધિકાર ન હોવા છતાં મેં આપનું ધ્યાન તેડયું એ મારે પહેલે અપરાધ છે. રાજાએ અજ્ઞાનપણમાં મુનિને પ્રશ્ન પૂછે ને તેમનું ધ્યાન ભંગ કર્યું. તેની વારંવાર બે હાથ જેડી મુનિ પાસે ક્ષમા માંગે છે. તે વિચાર કરે. એ મોટા રાજા હોવા છતાં તેમનામાં કેટલી નમ્રતા હશે! રાજા કહે છે મારો પ્રશ્ન તુચ્છ હતો ને આપનું ધ્યાન મોટું હતું. તુચ્છ પ્રશ્નને માટે ધ્યાનમાં મહાન લાભની હાનિ કરી છે. એ મારે અપરાધ છે આ પ્રમાણે કહીને શ્રેણુક રાજા પોતાના ઉપર મુનિને મહાન ઉપકાર છે તે વાત પ્રદર્શિત કરે છે. બીજું આપે આપનું અમૂલ્ય ધ્યાન તેડીને ધર્મને ઉપદેશ આપે એટલે મારા મહાન ઉપકારી છે. હું આપના ઉપકારને બદલો કયારે વાળીશ? તમે મારા અનંતા ઉપકાવી-પ્રભુજી–પ્રભુજી! તમે મારા અનંત ઉપકારી. ગંદા વનમાં મારા માટે પાવન કેડી તમે પાડી...પ્રભુજી (૨) –તમે મારા આ દુનિયા તે અંધારું એક વન, કિરણના ક્યાયે થાયે ના દર્શન, ફેફે મારું જ્યાં ત્યાં અથડાઉ, અંધા જેવું કશું હું વર્તન, અનુકંપા જાગી તમને (૨) સાચી દિશા મને સૂઝાડી...પ્રભુજી તમે મારા
મારા પ્રભુ કહું કે મારા ગુરૂ કર્યું તમે જ મારા મહાન ઉપકારી છો. તમે મારા આત્મા ઉપર રહેલાં અંધકારને ઉલેચીને મને પ્રકાશ આપે છે. માટે હું આપને, ઉપકાર ક્યારે પણ નહિ ભૂલું. .
મેં બીજો અપરાધ એ કર્યો કે આપને મેં સંસારના ભેગે પગ માટે આમંત્રણ આપ્યું. મેં આપને એમ કહ્યું કે આપ આ ભરયુવાનીમાં આવા કષ્ટ શા માટે સહન કરો છો? તમે મારી સાથે મારા રાજ્યમાં ચાલે. અને સુખેથી ભેગને ઉપભોગ કરે. હું આપના જેવા સનાથને પણ અનાથ બનાવવા ચાહતે હતે. હું ભેગને કીડે આપને